Ind Vs Aus: સિડનીમાં 4 હથિયાર અપનાવશે અજીંક્ય રહાણે, બરાબરીથી આગળ વધવા લડાઈ લડશે ભારતીય ટીમ

મેલબોર્ન ટેસ્ટ (Melbourne Test )ની જીત બાદ ભારતીય ક્રિકેટ ચાહકો વર્ષ 2018-19ના ઈતીહાસને ફરીથી દોહરાવા માટેની ઈચ્છા જરુર રાખી રહ્યા છે.

  • Avnish Goswami
  • Published On - 23:55 PM, 6 Jan 2021
Ind vs Aus: Ajinkya Rahane to adopt four weapons in Sydney, Team India to fight to go ahead with draw

મેલબોર્ન ટેસ્ટ (Melbourne Test )ની જીત બાદ ભારતીય ક્રિકેટ ચાહકો વર્ષ 2018-19ના ઈતીહાસને ફરીથી દોહરાવા માટેની ઈચ્છા જરુર રાખી રહ્યા છે. કારણ કે તે સમયે ઓસ્ટ્રેલીયાને તેના જ ઘરમાં હરાવીને બોર્ડર-ગાવાસ્કર ટ્રોફી (Border-Gavaskar Trophy) હાંસલ કરી હતી. આ ઈતીહાસને દોહરાવા માટેનો માર્ગ સિડની ટેસ્ટથી નીકળે છે. સિડની ટેસ્ટ (Sydney Test)ને જો ભારતીય ટીમ જીતી લે તો સીરીઝમાંથી હારનો ડર ભારતય ટીમના મનમાંથી દુર થઈ શકે છે. કારણ કે ચાર ટેસ્ટ મેચની સીરીઝમાંથી અત્યાર સુધીની બરાબરીમાં આગળ નીકળવાની તક મળી રહેશે.

 

વિરાટ કોહલી (Virat Kohli)ની ગેરહાજરીમાં અજીંક્ય રહાણે (Ajinkya Rahane)એ પાછળની ટેસ્ટ મેચમાં પ્રભાવશાળી કેપ્ટનશીપ કરી હતી. બોલીંગનો ઉપયોગ અને ફિલ્ડીંગ પ્લેસમેન્ટ (Fielding Placement)ને લઈને તેને ખૂબ વાહ વાહી મળી હતી. જેને કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri)એ મેચનો ટર્નિગ પોઈન્ટ ગણાવ્યો હતો. સિડની ટેસ્ટ મેચને માટે કેપ્ટન અજીંક્ય રહાણેએ પોતાની ચાર ચાલ તૈયાર કરી લીધી છે.

 

રોહિત શર્મા સિડનીમાં ઓપનર બેટ્સમેનના રુપમાં જવાબદારી સંભાળશે. ટીમ ઈન્ડીયા સૌથી અનુભવી ખેલાડી તરીકે રોહિત શર્માને ગણવામાં આવી રહ્યો છે, સાથે જ તે એ પણ જાણે છે કે ઓસ્ટ્રેલીયાને તેના જ ઘરમાં હરાવવાની મજા શું છે. ટેસ્ટ કેરિયરમાં જ્યારથી ઓપનર બેટ્સમેનની ભૂમિકા નિભાવવાનું શરુ કર્યુ છે, તેણે એક જ સીરીઝમાં ત્રણ સદી ફટકારી હતી. જેમાં એક બેવડી સદી પણ સામેલ છે. રોહિત શર્મા લાંબો સમય સુધી રાહ જોયા બાદ ટીમની સાથે જોડાયો છે.

 

રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા બીજીવાર સીરીઝમાં એક સાથે પ્લેઈંગ 11 વનનો હિસ્સો છે. પાછળના વર્ષે ટેસ્ટ મેચમાં આ બંને ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. સિડનીની વિકેટ સ્પીન બોલરોને મદદ કરશે. તેનો સંકેત પણ લગાતાર મળી રહ્યો છે. આવામાં આ જોડી રહાણેને માટે હથિયાર નંબર 2 છે. પાછળની ટેસ્ટ મેચમાં અશ્વિન અને જાડેજાએ મળીને 8 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત બંને બેટ્સમેનોએ 71 રન પણ બનાવ્યા હતા.

 

બંને સ્પીનર એક સાથે મેદાનમાં ઉતારવાનો ફેંસલો ટોસ સાથે પણ જોડાયેલો છે. સીરીઝની પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડીયાએ પહેલા બેટીંગ પસંદ કરી હતી. વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે આત્મવિશ્વાસ દેખાડ્યો હતો. વિદેશી પીચ પર જ્યારે કોઈપણ કેપ્ટન પહેલા બેટીંગનો નિર્ણય કરે છે તો તે તેના આત્મવિશ્વાસની સૌથી મોટી સાબિતી છે. બીજી ટેસ્ટ મેચમાં ટોસ ઓસ્ટ્રેલીયાના પક્ષમાં ગયો હતો. પરંતુ સિડનીમાં ટોસ ભારતના પક્ષમાં આવે છે તો રહાણે બેટીંગના નિર્ણયથી ચૂકશે નહીં. સ્પિન ટ્રેક પર ચોથી ઈનીંગમાં રહાણે કાંગારુઓના ઈમ્તિહાનની તક ઈચ્છશે.

 

આ સીરીઝમાં ભારતીય ટીમ ભલે પ્રથમ ટેસ્ટ મેચ હારી ચૂકી હોય, પરંતુ ઝડપી બોલરોએ પણ તે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ભારતીય ઝડપી બોલરો માટે તે ગર્વની વાત છે કે બે ફ્રન્ટલાઈન બોલરો અનફીટ હોવા છતાં નાકમાં દમ કરી રાખ્યો છે. પ્રથમ ટેસ્ટ મેચ બાદ મહંમદ શામી અને ઉમેશ યાદવ ઈજાને લઈને બહાર થઈ ગયો હતા તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા પણ તેના ઘર આંગણે 200 રનના આંકડાને સ્કોરમાં પાર કરવાથી સંઘર્ષ કરી રહ્યુ છે. પાછળની મેચમાં ડેબ્યુટેન્ટ મહંમદ સિરાજે પણ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. આ મેચમાં નવદિપ સૈની પોતાનું અસરદાર ડેબ્યુ કરવા માટે તૈયાર છે.

 

આ પણ વાંચો: કપિલદેવની 175 રનની ધુંઆધાર બેટીંગ, એ યાદગાર દિવસનો ના વીડિયો છે કે ના તો ઓડિયો, જાણો કારણ