ક્રિકેટ મેચમાં આવ્યો એવો ગુસ્સો કે મેદાનમાં જ સાથી ખેલાડીને મારવા પર દોડી ગયો, જુઓ વિડીયો

ક્રિકેટ મેચમાં આવ્યો એવો ગુસ્સો કે મેદાનમાં જ સાથી ખેલાડીને મારવા પર દોડી ગયો, જુઓ વિડીયો

બાંગ્લાદેશમાં બંગબંધુ ટી20 કપ રમાઇ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં દેશના તમામ મોટા ક્રિકેટર્સ ભાગ લઇ રહ્યા છે. 20 મેચો બાદ ટોપ પાંચમાંથી ચાર ટીમો પ્લેઓફમાં પહોંચી ચુકી છે. બેક્સિમ્કો ઢાકા અને ફોરચ્યુન બરિશાલ વચ્ચે એલિમિનેટર મેચ ઢાકામાં રમાઇ હતી. બેક્સિમ્કો ઢાકાના કેપ્ટનશીપ બાંગ્લાદેશનના વિકેટકિપર બેટ્સમેન મુશફિકુર રહિમના હાથમાં છે. આ મેચ દરમ્યાન મુશફિકુરને એટલો તો […]

Avnish Goswami

| Edited By: Pinak Shukla

Dec 16, 2020 | 8:19 AM

બાંગ્લાદેશમાં બંગબંધુ ટી20 કપ રમાઇ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં દેશના તમામ મોટા ક્રિકેટર્સ ભાગ લઇ રહ્યા છે. 20 મેચો બાદ ટોપ પાંચમાંથી ચાર ટીમો પ્લેઓફમાં પહોંચી ચુકી છે. બેક્સિમ્કો ઢાકા અને ફોરચ્યુન બરિશાલ વચ્ચે એલિમિનેટર મેચ ઢાકામાં રમાઇ હતી. બેક્સિમ્કો ઢાકાના કેપ્ટનશીપ બાંગ્લાદેશનના વિકેટકિપર બેટ્સમેન મુશફિકુર રહિમના હાથમાં છે. આ મેચ દરમ્યાન મુશફિકુરને એટલો તો ગુસ્સો આવ્યો કે તે પોતાના સાથી ખેલાડીને થપ્પડ મારતા મારતા રોકાઇ ગયો. જોકે મેચ બાદ તેણે હફિફ ની માફી માંગી લીધી હતી. પરંતુ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે તેને મેચ ફી ના 25 ટકા દંડ ફટકાર્યો છે. સાથે જ આચારસંહિતા ભંગનો એક અંક પણ તેના રેકોર્ડમાં જોડ્યો છે.

બેક્સિમ્કો ઢાકાએ જીત દર્જ કરી હતી, પરંતુ તેમની જીત થી વધુ મુશફિકુર ના ગુસ્સાની ચર્ચા રહી હતી. મુશફિકુરના ગુસ્સા વાળો વિડીયો પણ સોશિયલ મિડીયા પર ખૂબ વાયરલ થવા લાગ્યો છે. મેચની બીજી ઇનીંગની 17 મી ઓવરમાં આ ઘટના સર્જાઇ હતી. ફોર્ચ્યુન બરિશાલ ને 19 બોલમાં 45 રનની જરુર હતી. ટીમના ખાતામાં પાંચ વિકેટ પણ બચી હતી. હફિફ હુસૈન સારુ રમી રહ્યો હતો. કેચ લેવાના ચક્કરમાં મુશફિકુર અને ફિલ્ડર નસુમ અહમદ વચ્ચે ટકરાવ થતો થતો રહ્યો હતો. જેના પછી મુશફિકુર ફિલ્ડર પર પોતાનો ગુસ્સો કાઢતો જોવા મળ્યો હતો.

એક સમયે તો એવુ લાગ્યુ હતુ કે, મુશફિકુર તેને થપ્પડ લગાવી જ બેસશે, પરંતુ ત્યાં જ તે રોકાઇ ગયો હતો. ટીમ માટે આ મહત્વની વિકેટ હતી. ત્યાર બાદ ટીમના અન્ય ખેલાડીઓ પણ મુશફિકુરને શાંત કરવા લાગ્યા હતા. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે બાદમાં એક નિવેદન જાહેર કર્યુ હતુ. જેમાં મુશફિકુર ને આચારસંહિતા ભંગ બદલ તેની સામે કાર્યવાહી કર્યાનું જણાવ્યુ છે. તેને મેચ ફી ના 25 ટકા દંડ કરાયો છે. આ ઉપરાંત તેના રેકોર્ડમાં એક અંક પણ જોડ્યો છે. ખેલાડીના કેરીયરમાં આવા ચાર અંક થાય તો તેની પર પ્રતિબંધ મુકાઇ શકે છે.

https://twitter.com/CricCrazyNIKS/status/1338425712844238850?s=20

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati