ICC T20 World Cupનું એન્થમ સૉન્ગ લોન્ચ, વિરાટ અને પોલાર્ડ અલગ અલગ અવતારમાં જોવા મળ્યા

આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ માટે સત્તાવાર એન્થમ સોન્ગ લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં કોહલીની સાથે વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન પોલાર્ડ, ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અને અફઘાનિસ્તાનના રાશિદ ખાન પણ જોવા મળે છે.

ICC T20 World Cupનું  એન્થમ સૉન્ગ લોન્ચ, વિરાટ અને પોલાર્ડ અલગ અલગ અવતારમાં જોવા મળ્યા
icc t20 world cup official song anthem launched virat kohli in a new look see video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 12:31 PM

ICC T20 World Cup આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ આઈપીએલ 2021 પછી તરત જ શરૂ થશે. ચાહકો આ ટૂર્નામેન્ટની શરૂઆતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ ટી 20 વર્લ્ડ કપ માટે સત્તાવાર એન્થમ સોન્ગ લોન્ચ કર્યું છે.

ટી 20 વર્લ્ડ કપનું એન્થમ સોન્ગ લોન્ચ

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આઇસીસી ટી 20 વર્લ્ડ કપ (ICC T20 World Cup) 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી યુએઇ અને ઓમાનમાં રમાશે. ટી 20 વર્લ્ડકપના આ ગીતમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કિરોન પોલાર્ડ (West Indies captain Kieron Pollard) નવા અવતારમાં જોવા મળ્યા હતા. બોલીવુડના સંગીત દિગ્દર્શક અમિત ત્રિવેદી (Amit Trivedi)ના સંગીત નિર્દેશનમાં બનેલી એનિમેટેડ ફિલ્મમાં વિશ્વભરના યુવા ટી 20 ચાહકો અને રમતના કેટલાક દિગ્ગજ કલાકારો છે.

કોહલી અને પોલાર્ડ ઉપરાંત અફઘાનિસ્તાનના સ્પિન બોલર રાશિદ ખાન (Rashid Khan)અને ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પણ એન્થમ સોન્ગમાં અલગ અવતારમાં જોવા મળશે.

ક્રિકેટરો ક્રિકેટના મહા કુંભ પર કહ્યું

આઈસીસી (International Cricket Council)દ્વારા પોલાર્ડને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, ‘ટી 20 ક્રિકેટે સાબિત કર્યું છે કે, તે તેના ચાહકોને આકર્ષવા માટે સતત નવીનતા લાવે છે. વિશ્વભરમાં જેટલા લોકો આ ટુર્નામેન્ટ જોશે, તેમનું દુબઈમાં મનોરંજન કરવા માટે હું ખૂબ ઉત્સાહિત છું.

મેક્સવેલે કહ્યું, ‘આઈસીસી ટી 20 વર્લ્ડ કપ (ICC T20 World Cup)ખૂબ જ કઠિન અને મનોરંજક બનવાનો છે. આ ટ્રોફીને લાયક ઘણી ટીમો છે. દરેક મેચ ફાઇનલ જેવી હશે. અમે તેને વહેલી તકે શરૂ કરવા માંગીએ છીએ. કોવિડ -19 રોગચાળા પછી, વિશ્વના 16 દેશો સૌથી મોટી ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લેશે.

ટી 20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી શરૂ થશે

આઇસીસી ટી 20 વર્લ્ડ કપ (ICC T20 World Cup) 17 ઓક્ટોબરથી યુએઇમાં યોજાશે. આ ટુર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લેશે. જ્યારે આ ટુર્નામેન્ટની અંતિમ મેચ 16 નવેમ્બરે રમાશે. વાસ્તવમાં આ ટુર્નામેન્ટ આઈપીએલ (Indian Premier League)ફાઇનલના થોડા દિવસો બાદ શરૂ થશે. આ ટુર્નામેન્ટ 15 ઓક્ટોબરે આઈપીએલ ફાઈનલ પછી તરત જ રમાશે.

ટુર્નામેન્ટનું શેડ્યૂલ

પ્રથમ રાઉન્ડમાં 8 ટીમો વચ્ચે 12 મેચ થશે. આમાંથી ચાર (દરેક જૂથમાંથી ટોચના બે) સુપર 12 માટે ક્વોલિફાય થશે. આઠમાંથી ચાર ટીમો (બાંગ્લાદેશ, શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, નામીબિયા, ઓમાન, પાપુઆ ન્યૂ ગિની) ટોચની આઠ ક્રમાંકિત ટી 20 ટીમોમાં સ્થાન મેળવીને સુપર 12 માટે ક્વોલિફાય થશે.

આ પછી સુપર 12 તબક્કામાં 30 મેચ રમાશે. જે 24 ઓક્ટોબરથી શરૂ થશે. સુપર 12માં, ટીમોને છ -છ બે જૂથોમાં વહેંચવામાં આવશે. આ મેચ યુએઈના ત્રણ સ્થળો – દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં રમાશે. આ પછી ત્રણ નોકઆઉટ મેચ થશે-બે સેમિફાઇનલ અને એક ફાઇનલ.

આ પણ વાંચો : IPL 2021: આ પાંચ ખેલાડીઓએ લગાવ્યા છે આઇપીએલના સૌથી લાંબા છગ્ગા, આ એક સિક્સરનો હજુ સુધી નથી તુટી શક્યો રેકોર્ડ

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">