AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાહેર થઈ ગયો ટી-20 મૅચોના મહાસંગ્રામનો કાર્યક્રમ, જાણો વિરાટ સેના પહેલા જ દિવસે કોની સામે ટકરાશે ? આખો કાર્યક્રમ જાણવા વાંચો આ ખબર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ્ (ICC)એ સાતમા પુરુષ ટી-20 વર્લ્ડ કપ 2020નો કાર્યક્રમ જાહેર કરી દિધો છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ 22-06-2025 Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે? ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ […]

જાહેર થઈ ગયો ટી-20 મૅચોના મહાસંગ્રામનો કાર્યક્રમ, જાણો વિરાટ સેના પહેલા જ દિવસે કોની સામે ટકરાશે ? આખો કાર્યક્રમ જાણવા વાંચો આ ખબર
Follow Us:
| Updated on: Jan 29, 2019 | 5:42 AM

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ્ (ICC)એ સાતમા પુરુષ ટી-20 વર્લ્ડ કપ 2020નો કાર્યક્રમ જાહેર કરી દિધો છે.

આજનું રાશિફળ તારીખ 22-06-2025
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
આ સુંદરીઓ પોતાની ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન, ચલાવે છે પોતાનો યોગ સ્ટુડિયો
Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ

ટી-20 વર્લ્ડ કપ પહેલી વાર ઑસ્ટ્રેલિયામાં રમાવવા જઈ રહ્યો છે. પાંચ અઠવાડિયા ચાલનાર આ ટૂર્નામેંટ 18 ઑક્ટોબરથી શરુ થશે અને 15 નવેમ્બર સુધી ચાલશે.

આ પણ વાંચો : દેશના 21 મુખ્યપ્રધાનો મેળવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા પણ HIGH SALARY, શું આપ જાણો છો કે ગુજરાતના CM વિજય રૂપાણીનો પગાર કેટલો છે ? કયા મુખ્યપ્રધાનને મળે છે સૌથી વધુ પગાર ?

પૂર્વ ચૅમ્પિયન શ્રીલંકા અને બાંગ્લાદેશ પોતાના ઓછા રૅંકિંગના કારણે ટી-20 વર્લ્ડ કપ સુપર 12 માટે ક્વૉલીફાઈ કરવામાં નિષ્ફળ રહ્યા અને હવે તેમને આ ટૂર્નામેંટમાં સ્થાન મેળવવા માટે ગ્રુપ તબક્કાની પ્રતિયોગિતામાં ભાગ લેવો પડશે.

આઈસીસીએ સુપર 12 માટે ડાયરેક્ટ ક્વૉલીફાઈ કરી ચુકેલી ટીમોની જાહેરાત પહેલા જ કરી ચુકી છે. આઈસીસીએ પોતાની અધિકૃત વેબસાઇટ પર જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું કે યજમાન ઑસ્ટ્રેલિયા સહિત 10 ટીમોને આ ટૂર્નામેંટમાં સીધો પ્રવેશ મળ્યો છે. તેમાં પાકિસ્તાન, ભારત, ઇંગ્લૅંડ, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલૅંડ, વેસ્ટઇંડીઝ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે, પરંતુ એક વાર ચૅમ્પિયન અને એક વાર રનર-અપ રહી ચુકેલી શ્રીલંકા તથા બાંગ્લાદેશની ટીમે ટૂર્નામેંટના ગ્રુપ તબક્કામાં છ અન્ય ક્વૉલીફાયર્સ સાથે મૅચો રમવી પડશે.

આ પણ વાંચો : કૉંગ્રેસ મુખ્યાલયમાં કયો છે એ LUCKY ROOM કે જેને પામવા માટે નેતાઓમાં લાગી છે હોડ ? કોને ફાળે આવશે આ LUCKY ROOM ?

ક્વૉલીફિકેશન માપદંડો મુજબ ટોચની 8 ટીમોને ડાયરેક્ટ સુપર 12 તબક્કામાં જગ્યા મળે છે, જ્યારે બાકીની બે ટીમોએ અન્ય ટીમો સાથે ગ્રુપ મૅચોમાં રમવું પડશે. ગ્રુપ તબક્કાની અન્ય ટીમોનું નિર્ધારણ 2019માં થનાર આઈસીસી ટી-20 વર્લ્ડ કપ ક્વૉલીફાયર્સ દ્વારા થશે.

જુઓ આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2020નો આખો કાર્યક્રમ :

24 ઑક્ટોબર ઑસ્ટ્રેલિયા V/S પાકિસ્તાન સિડની
24 ઑક્ટોબર ભારત V/S દક્ષિણ આફ્રિકા પર્થ
25 ઑક્ટોબર ન્યૂઝીલૅંડ V/S વેસ્ટઇંડીઝ મેલબોર્ન
25 ઑક્ટોબર ક્વૉલીફાયર 1 V/S ક્વૉલીફાયર 2 બેલેરિવ ઓવલ
26 ઑક્ટોબર અફઘાનિસ્તાન V/S ક્વૉલીફાયર એ 2 પર્થ
26 ઑક્ટોબર ઇંગ્લૅંડ V/S ક્વૉલીફાયર બી 1 પર્થ
27 ઑક્ટોબર ન્યૂઝીલૅંડ V/S ક્વૉલીફાયર બી 2 બેલેરિવ ઓવલ
28 ઑક્ટોબર અફઘાનિસ્તાન V/S ક્વૉલીફાયર બી 1 પર્થ
28 ઑક્ટોબર ઑસ્ટ્રેલિયા V/S વેસ્ટઇંડીઝ પર્થ
29 ઑક્ટોબર ભારત V/S ક્વૉલીફાયર એ 2 મેલબોર્ન
29 ઑક્ટોબર પાકિસ્તાન V/S ક્વૉલીફાયર એ 1 સિડની
30 ઑક્ટોબર ઇંગ્લૅંડ V/S દક્ષિણ આફ્રિકા સિડની
30 ઑક્ટોબર વેસ્ટઇંડીઝ V/S ક્વૉલીફાયર બી 2 પર્થ
31 ઑક્ટોબર પાકિસ્તાન V/S ન્યૂઝીલૅંડ ગાબા
31 ઑક્ટોબર ઑસ્ટ્રેલિયા V/S ક્વૉલીફાયર એ 1 ગાબા
1 નવેમ્બર ભારત V/S ઇંગ્લૅંડ મેલબોર્ન
1 નવેમ્બર દક્ષિણ આફ્રિકા V/S અફઘાનિસ્તાન એડિલેડ ઓવલ
2 નવેમ્બર ક્વૉલીફાયર એ 2 V/S ક્વૉલીફાયર બી 1 સિડની
2 નવેમ્બર ન્યૂઝીલૅંડ V/S ક્વૉલીફાયર એ 1 ગાબા
3 નવેમ્બર પાકિસ્તાન V/S વેસ્ટઇંડીઝ એડિલેડ ઓવલ
3 નવેમ્બર ઑસ્ટ્રેલિયા V/S ક્વૉલીફાયર બી 2 એડિલેડ ઓવલ
4 નવેમ્બર ઇંગ્લૅંડ V/S અફઘાનિસ્તાન ગાબા
5 નવેમ્બર દક્ષિણ આફ્રિકા V/S ક્વૉલીફાયર એ 2 એડિલેડ ઓવલ
5 નવેમ્બર ભારત V/S ક્વૉલીફાયર બી 1 એડિલેડ ઓવલ
6 નવેમ્બર પાકિસ્તાન V/S ક્વૉલીફાયર બી 2 મેલબોર્ન
6 નવેમ્બર ઑસ્ટ્રેલિયા V/S ન્યૂઝીલૅંડ મેલબોર્ન
7 નવેમ્બર વેસ્ટઇંડીઝ V/S ક્વૉલીફાયર એ 1 મેલબોર્ન
7 નવેમ્બર ઇંગ્લૅંડ V/S ક્વૉલીફાયર એ 2 એડિલેડ ઓવલ
8 નવેમ્બર દક્ષિણ આફ્રિકા V/S ક્વૉલીફાયર બી 1 સિડની
8 નવેમ્બર ભારત V/S અફઘાનિસ્તાન સિડની
11 નવેમ્બર પ્રથમ સેમિફાઇનલ સિડની
12 નવેમ્બર બીજી સેમિફાઇનલ એડિલેડ ઓવલ
15 નવેમ્બર ફાઇનલ મેલબોર્ન

[yop_poll id=873]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">