ICC: ટેસ્ટ રેન્કીંગમાં અશ્વિન ટોપ-3માં સામેલ, ત્રણ ભારતીયો ટોપ-10માં સામેલ

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચાર મેચોની ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC) એ નવુંં રેકીંગ જારી કર્યુંં છે. રેન્કીંગમાં આર અશ્વિન (Ashwin) ટેસ્ટ બોલરોમાં ટોપ-3 માં સ્થાન બનાવી ચુક્યો છે.

ICC: ટેસ્ટ રેન્કીંગમાં અશ્વિન ટોપ-3માં સામેલ, ત્રણ ભારતીયો ટોપ-10માં સામેલ
R. Ashwin-Rohit Sharma
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 28, 2021 | 4:10 PM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચાર મેચોની ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC) એ નવુંં રેન્કીંગ જારી કર્યુ છે. રેન્કીંગમાં આર અશ્વિન (Ashwin) ટેસ્ટ બોલરોમાં ટોપ-3 માં સ્થાન બનાવી ચુક્યો છે. જ્યારે ટેસ્ટ બેટ્સમેનોની રેન્કીંગમાં રોહિત શર્મા (Rohit Sharma) પણ ટોપ-10માં પહોંચ્યો છે. વિરાટ કોહલીના રેન્કીંગમાં કોઇ જ બદલાવ થઇ શક્યો નથી. જ્યારે જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) ને પણ રેન્કીંગમાં નુકશાન ઉઠાવવુંં પડ્યુંં છે. રોહિત શર્માની વાત કરીએ તો ટેસ્ટ રેન્કીંગમાં આ તેની બેસ્ટ રેન્કીંગ છે. બેટ્સમેનોની રેન્કીંગમાં કેન વિલીયમસન (Ken Williamson) નંબર વન બેટ્સમેન તરીકે યથાવત રહ્યો છે.

બીજા ક્રમાંક પર સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન ત્રીજા અને જો રુટ ચોથા નંબર પર છે. ચેતેશ્વર પુજારા ઇંગ્લેંડ સામેની શ્રેણીમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નથી, ત્રીજી ટેસ્ટમાં પણ તેમનો ફ્લોપ શો જારી રહ્યો છે. પુજારા રેન્કીંગમાં 10માં સ્થાન પર સરક્યો છે. રોહિત શર્મા આઠમાં નંબર પર છે, વિરાટ કોહલી, રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા ટોપ-10માં સામેલ ત્રણ ભારતીય બેટ્સમેન છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

બોલરોની વાત કરવામાં આવે તો ત્રીજી ટેસ્ટ મેચમાં ઇતિહાસ રચવા વાળા આર. અશ્વિન રેકિંગમાં ત્રીજા ક્રમાંક પર પહોંચ્યો છે. અશ્વિનએ ઇંગ્લેંડ સામે ત્રીજી ટેસ્ટ મેચ દરમ્યાન 400 ટેસ્ટ વિકેટનો આંકડો પાર કર્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 400 ટેસ્ટ વિકેટ લેનાર ભારતીય બોલર અશ્વિન બની ચુક્યો છે. અશ્વિનએ પ્રથમ ઇનીંગમાં ત્રણ અને બીજી ઇનીંગમાં ચાર વિકેટ ઝડપી હતી. બોલરોની રેન્કીંગમાં પેટ કમિન્સ નંબર વનની પોઝિશન પર બનેલા છે. જસપ્રિત બુમરાહ એક નંબર પાછળ ખસક્યો છે, તે હવે 9 માં ક્રમાંક પર છે. જેમ્સ એન્ડરસન ત્રણ ક્રમાંક પાછળ ખસકી ગયો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">