હાર્દિક પંડ્યા ચાર મહિને મળ્યો પુત્ર અગસ્ત્યને, શેર કર્યો ક્યુટ ફોટો
ઓસ્ટ્રીલીયા પ્રવાસથી હાર્દિક પંડ્યા હવે સ્વદેશ પરત ફર્યો છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન વન ડે અને ટી20માં ભારત વતી શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સીરીઝનો હિસ્સો નહી હોવાને લઇને તે પરત ભારત ફર્યો હતો. પરત ફર્યા બાદ ચાર માસ બાદ તે પોતાના પુત્ર અગસ્ત્યને મળી શક્યો છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન પણ તે તેના પુત્રને […]
ઓસ્ટ્રીલીયા પ્રવાસથી હાર્દિક પંડ્યા હવે સ્વદેશ પરત ફર્યો છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન વન ડે અને ટી20માં ભારત વતી શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સીરીઝનો હિસ્સો નહી હોવાને લઇને તે પરત ભારત ફર્યો હતો. પરત ફર્યા બાદ ચાર માસ બાદ તે પોતાના પુત્ર અગસ્ત્યને મળી શક્યો છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન પણ તે તેના પુત્રને ખૂબ યાદ કરી રહ્યો હતો. લાંબા સમય થી પુત્રને નહી મળી શકવાની વાત પણ કહી રહ્યો હતો. પરંતુ હવે તે હાલમાં પોતાના પરીવાર સાથે સમય વિતાવી રહ્યો છે. તેણે પુત્ર અગસ્ત્યની સાથેનો એક ક્યુટ ફોટો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન જબરદસ્ત ફોર્મમાં હતો. પરંતુ ટી20 સીરીઝ સમાપ્ત થતા તે પોતાના પરિવાર પાસે ભારત પરત આવી ગયો હતો. તેણે ઇન્સ્ટગ્રામ પર અગસ્ત્ય ને બોટલ વડે દુધ પિવડાવતો ફોટો શેર કર્યો છે. હાર્દિકે ફોટો સાથે લખ્યુ છે કે, નેશનલ ડ્યુટી બાદ પિતાની ડ્યુટી. હાર્દિક અગસ્ત્ય ના જન્મના પંદરેક દિવસ બાદ આઇપીએલ રમવા માટે યુએઇ પહોંચ્યો હતો. ત્યાંથી જ તે સીધો ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે રવાના થયો હતો.
પુત્ર અગસ્ત્ય ના જન્મ બાદથી જ હાર્દિક જબરદસ્ત ફોર્મ દર્શાવી રહ્યો છે. વન ડે સીરીઝમાં પણ તેણે ભારત તરફ થી 210 રન બનાવ્યા હતા. જ્યારે ટી20 સીરીઝમાં પણ 156 ની સ્ટ્રાઇક રેટ થી 78 રન બનાવ્યા હતા. આઇપીએલ દરમ્યાન પણ પોતાની ટીમ મુંબઇ ઇન્ડીયન્સ માટે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો