GT vs MI IPL Qualifier 2 Result: ગુજરાત પહોંચ્યુ ફાઈનલમાં, મુંબઈનો 62 રનથી પરાજય, મોહિત શર્માની 5 વિકેટ

Gujarat Titans vs Mumbai Indians IPL Qualifier 2 Match Result: ગુજરાત ટાઈટન્સે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 233 રનનો સ્કોર ખડક્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી.

GT vs MI IPL Qualifier 2 Result: ગુજરાત પહોંચ્યુ ફાઈનલમાં, મુંબઈનો 62 રનથી પરાજય, મોહિત શર્માની 5 વિકેટ
Follow Us:
| Updated on: May 27, 2023 | 12:15 AM

IPL 2023 ની ક્વોલિફાયર-2 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ગુજરાત ટાઈટન્સ ટીમ રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ફાઈનલમાં રમવા માટે ઉતરશે. શુક્રવારે વરસાદને લઈ મોડી શરુ થયેલી મેચમાં ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સે રન ચેઝ કરવાની યોજના અમલમાં મુકી હતી. આમ ટોસ હારીને ગુજરાત ટાઈટન્સની ટીમ બેટિંગ કરવા ઉતરતા 233 રનનો સ્કોર ખડક્યો હતો. યુવા ઓપનર શુભમન ગિલે શાનદાર સદી નોંધાવી હતી. જેને લઈ ગુજરાત આ વિશાળ સ્કોર નોંધાવી શક્યુ હતુ. આમ વર્તમાન ચેમ્પિયન ટીમ સળંગ બીજી સિઝનમાં ફાઈનલમાં પહોંચી છે. આમ ધોની અને હાર્દિક વચ્ચે રવિવારે ટક્કર થશે.

રવિવારે શાનદાર ટક્કર અમદાવાદમાં રમાશે. ચેમ્પિયન બનવા માટે થઈને ચેન્નાઈ અને ગુજરાત ટીમ એક બીજા સામે ટકરાશે. બંને ટીમો અગાઉ ચેમ્પિયન રહી ચુકી છે, હજુ વધુ એકવાર ટાઈટલ મેળવવા માટે બંને કેપ્ટન એક બીજાને ટક્કર આપશે. ધોની અત્યાર સુધીમાં 9 વાર ફાઈનલમાં પહોંચાડીને 4 વાર જીત અપાવી છે. હવે રવિવારે મહેન્દ્રસિંહ ધોની ફરી એકવાર ચેમ્પિયન બનીને ટીમને પાંચમી વાર જીત અપાવીને મુંબઈની બરાબરી કરવાનો ઈરાદો રાખશે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

મુંબઈની શરુઆતમાં જ ગુમાવી વિકેટ

શરુઆતમાં જ મુંબઈએ ઝડપથી વિકેટ ગુમાવી હતી. પ્રથમ ઓવરમાં જ નેહલ વઢેરાના રુપમાં મુંબઈએ માત્ર પાંચ રનના સ્કોર પર જ વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે સુકાની રોહિત શર્માની વિકેટ ત્રીજી ઓવરમાં ગુમાવી હતી. આ પહેલા કેમરન ગ્રીન ઈજાને લઈ બહાર થયો હતો. આમ મુંબઈ માટે મુશ્કેલી સર્જાઈ ગઈ હતી. રોહિત શર્મા 7 બોલનો સામનો કરીને 8 રન નોંધાવી શમીનો શિકાર થયો હતો. જ્યારે નેહલ વઢેરા પ્રથમ ઓવરના પાંચમાં બોલે 4 રન નોંધાવીને શમીને શિકાર થયો હતો. ગ્રીનને કોણી પર બોલ વાગતા ઈજા પહોંચી હતી, જેને લઈ તે બહાર જવા મજબૂર થયો હતો અને તે બાદમાં રમત માટે પરત ફર્યો હતો. ગ્રીન રમતમાં પરત આવ્યો હતો. તેણે 20 બોલનો સામનો કરીને 30 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 2 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા.

તિલક વર્માએ શાનદાર બેટિંગ કરી હતી. તોફાની રમત રમવા દરમિયાન જ રાશિદ ખાનના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. સ્વીપ કરવાના પ્રયાસમાં તે પાવર પ્લેની અંતિમ ઓવરમાં વિકેટ ગુમાવી બેઠો હતો. વર્માએ 14 બોલમાં 43 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 3 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. વર્માએ મુંબઈને લક્ષ્ય તરફ આગળ વધવા માટે શરુઆતમાં મજબૂત પાયો રચવાનુ કામ કર્યુ હતુ. પરંતુ સૂર્યાની વિકેટ બાદ મુંબઈની ટીમના બેટરોએ ધબડકો વાળતા ટીમ 171 રનમાં જ સમેટાઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ  IND vs AUS, WTC Final: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રાઈઝ મનીનુ ICC એ કર્યુ એલાન, જાણો ચેમ્પિયનને કેટલી રકમ મળશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">