ICCને નવા ચેરમેન રૂપે ગ્રેગ બાર્કલે મળી ચુક્યા છે, BCCIને કમાણીની વહેંચણી સહિતના મુદ્દાઓ પર થશે રાહત

ICC ને નવા ચેરમેન મળી ચુક્યા છે. ન્યુઝીલેન્ડના ગ્રેગ બાર્કલે આ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમણે ભારત ના શશાંક મનોહરની જગ્યા લીધી છે. મનોહર જુલાઇ 2020માં પદ પર થી હટી ગયા હતા. બાર્કલે એ ચેરમેનની ચુંટણીમાં ઇમરાન ખ્વાજાને પાછળ છોડી દીધા હતા. તે અત્યાર સુધી કાર્યકારી ચેરમેનના રુપે કામ કરી રહ્યા હતા. ચેરમેન […]

ICCને નવા ચેરમેન રૂપે ગ્રેગ બાર્કલે મળી ચુક્યા છે, BCCIને કમાણીની વહેંચણી સહિતના મુદ્દાઓ પર થશે રાહત
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 26, 2020 | 7:17 AM

ICC ને નવા ચેરમેન મળી ચુક્યા છે. ન્યુઝીલેન્ડના ગ્રેગ બાર્કલે આ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમણે ભારત ના શશાંક મનોહરની જગ્યા લીધી છે. મનોહર જુલાઇ 2020માં પદ પર થી હટી ગયા હતા. બાર્કલે એ ચેરમેનની ચુંટણીમાં ઇમરાન ખ્વાજાને પાછળ છોડી દીધા હતા. તે અત્યાર સુધી કાર્યકારી ચેરમેનના રુપે કામ કરી રહ્યા હતા. ચેરમેન બન્યા બાદ બાર્કલેએ ક્રિકેટ ના બીગ થ્રી પર નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ છે કે, બિગ થ્રી જેવી કોઇ ચીજ છે જ નહી. બતાવી દઇએ કે ભારત, ઇંગ્લેંડ અને ઓસ્ટ્રેલીયાને ક્રિકેટના બીગ થ્રી કહેવામાં આવે છે. આ ત્રણેય દેશોને આસીસીની કમાણી નો સૌથી મોટો હિસ્સો મળે છે.

બાર્કલેએ આઇસીસીની વેબસાઇટ પર વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં કહ્યુ હતુ કે, જ્યાં સુધી મારો સવાલ છે ત્યાં સુધી બીગ થ્રી જેવી કોઇ જ ચીજ નથી. હું તેમાં નથી માનતો. બધા જ સદસ્યો મહત્વપૂર્ણ છે, તેમની સાથે બરાબરીનો વ્યવહાર થવો જોઇએ. હું સ્વિકાર કરુ છુ કે સદસ્યોની ચિંતાઓ અલગ હોઇ શકે છે. કેટલાક મોટા દેશ યજમાની જેવા મામલાઓમાં આઇસીસીને નિશ્વિત પરીણામ આપે છે. એટલા માટે જ અમારે તેમની પર ધ્યાન આપવુ જરુરી છે. પરંતુ બીગ થ્રી જેવી કોઇ ચીજ નથી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

શશાંક મનોહરના કાર્યકાળમાં બીસીસીઆઇ ની કમાણીની વહેંચણીને લઇને આસીસી થી ખુબ ટકરાવ થયા હતા. સૌરવ ગાંગુલીએ પણ કહ્યુ હતુ કે, બીસીસીઆઇને જેટલા નાણાં મળવા જોઇએ તેટલા નથી મળી રહ્યા. ભારતના મામલામાં બાર્કલેએ કહ્યુ હતુ કે ભારતનો મામલો અલગ છે. તે ક્રિકેટની એક મોટી તાકાત છે. તેમને સાથે રાખવા જરુરી છે. ક્રિકેટ માટે તેઓ જે કરે છે, તે જોઇએ તો કેટલાક મામલોઓ અલગ થી સુલઝાવવા પડશે.

આઇસીસીના નવા ચેરમેને કહ્યુ હતુ કે, દ્રિપક્ષીય શ્રૃંખલાઓ અને આઇસીસી પ્રતિયોગીતા એક સાથે થઇ શકે છે. આના થી ક્રિકેટનો માહોલ બનાવવામાં મદદ મળશે. સાથે જ કહ્યુ હતુ કે મીડિયામાં આને લઇને ખોટી ધારણા બનાવી હતી. પરંતુ તથ્ય ના આધાર પર તથ્ય એ છે કે, બે શક હું દ્રિપક્ષીય ક્રિકેટનો પક્ષધર છુ. આ ક્રિકેટ રમવા વાળા તમામ દેશોની જીવનરેખા છે. દેશોને નિયમિત રુપે એક બીજાની સામે રમવુ, વ્યવહારીક પ્રતિસ્પર્ધી પ્રતિયોગીતાઓ પ્રશંસકોને રમત થી જોડે છે. આ વિકાસના રસ્તાને સાફ કરે છે, આ ક્રિકેટનો અહમ હિસ્સો છે.

બાર્કલે વધારે પડતી ક્રિકેટના પ્રતિ ચેતવ્યા છે. તેમણે કહ્યુ છે કે, તમારી પાસે આઇપીએલ અને બિગબેશ જેવી લીગ છે. તમારે ખેલાડીઓના સ્વાસ્થ, સુરક્ષા અને પૈસાને પણ જોવા પડશે. જે સર્વોચ્ચ છે, તેમના થી આશા ના રાખી શકો કે તેઓ વર્ષ ભર લગાતાર રમતા જ રહે. પ્રશંસકોની સાથે તેનુ સંતુલન બનાવવાનુ હશે. અંતમાં એ ત્યારે જ કામ કરે છે, જ્યારે પ્રશંસક એવુ ચાહે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">