AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IND vs ENGની સીરિઝ વચ્ચે રાજકોટના ભારતીય ટીમના ભૂતપૂર્વ સ્પિનરનું નિધન

દિલીપ દોશીના પરિવારમાં પત્ની કાલિંદી, પુત્ર નયન અને પુત્રી વિશાખાનો સમાવેશ થાય છે. દોશીએ નવ ભારતીય ક્રિકેટરોમાંના એક હતા જેમણે તેમની પ્રથમ ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ લીધી હતી. તેમણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ મેચોમાં કુલ 898 વિકેટ લીધી હતી.

Breaking News : IND vs ENGની સીરિઝ વચ્ચે રાજકોટના ભારતીય ટીમના ભૂતપૂર્વ સ્પિનરનું નિધન
| Updated on: Jun 24, 2025 | 10:07 AM
Share

ભૂતપૂર્વ ભારતીય ડાબોડી સ્પિનર ​​દિલીપ દોશીનું 23 જૂન, સોમવારના રોજ લંડનમાં 77 વર્ષની વયે અવસાન થયું. દોશીએ ભારત માટે 33 ટેસ્ટ અને 15 વનડે રમ્યા હતા. તેમણે 1979માં 32 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને 1983 સુધી ભારતીય ટીમનો ભાગ રહ્યા હતા. તેમણે ટેસ્ટમાં 114 વિકેટ અને ODIમાં 22 વિકેટ લીધી હતી. સ્થાનિક ક્રિકેટમાં, તેમણે બંગાળ અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 238 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 898 વિકેટ લીધી હતી.

હૃદયરોગના હુમલાને કારણે નિધન

ભારતના પૂર્વ સ્પિનર દિલીપ દોશીનું સોમવારના રોજ લંડનમાં તેમનું નિધન હૃદયરોગના હુમલાને કારણે થયું હતું. તેઓ 77 વર્ષના હતા. ડાબોડી સ્પિનર ​​દોશીએ 1979 થી 1983 દરમિયાન ભારત માટે 33 ટેસ્ટ અને 15 વનડે રમ્યા હતા.જો આપણે દિલીપ દોશીના પરિવારની વાત કરીએ તો દિલીપ દોશીના પરિવારમાં તેમની પત્ની કાલિંદી, દીકરો નયન અને દીકરી વિશાખા છે. તમને જણાવી દઈએ કે, દિલીપ દોશીનો જન્મ રાજકોટમાં થયો હતો.

સચિન તેંડુલકરે દુખ વ્યક્ત કર્યું

દિલીપ દોશીનું અવસાન ક્રિકેટ જગત માટે એક મોટું નુકસાન છે. સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર દોશીને યાદ કર્યા. તેમણે જણાવ્યું કે, તેઓ પહેલી વાર 1990માં યુકેમાં મળ્યા હતા. સચિને કહ્યું કે દોશીએ તેમને નેટમાં બોલિંગ કરી હતી. સચિને લખ્યું, ‘હું દિલીપ ભાઈને પહેલી વાર 1990માં યુકેમાં મળ્યો હતો. તેમણે તે પ્રવાસમાં નેટ્સમાં મારી સામે બોલિંગ કરી હતી.’

ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. ટીમ ઈન્ડિયાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">