Bhabani Roy : ટીમને અનેક વખત જીત અપાવનારા હીરો અને ભારતના ભૂતપૂર્વ ફુટબોલર ખેલાડી ભબાની રોયનું નિધન

ભબાની રોયે (Bhabani Roy) 1969 મર્ડેકા કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ત્રણ મેચ રમી હતી. ઘરેલું સ્તરે, તે પશ્ચિમ બંગાળની ટીમનો ભાગ હતા જેણે 1968 અને 1971માં સંતોષ ટ્રોફી જીતી હતી.

Bhabani Roy : ટીમને અનેક વખત જીત અપાવનારા હીરો અને ભારતના ભૂતપૂર્વ ફુટબોલર ખેલાડી ભબાની રોયનું નિધન
former india player and mohun bagan great bhabani roy dead
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 8:25 AM

Bhabani Roy :ભૂતપૂર્વ ભારતીય ફુટબોલર ખેલાડી  (Former Indian footballer)ભબાની રોય (Bhabani Roy)નું લાંબી માંદગી બાદ સોમવારે કોલકાતામાં નિધન થયું. તેઓ 75 વર્ષના હતા. રોય છેલ્લા કેટલાક દિવસોથી શહેરની હોસ્પિટલમાં દાખલ હતા. રોયે 1969 માં મર્ડેકા કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ત્રણ મેચ રમી હતી. ઘરેલું સ્તરે, તે પશ્ચિમ બંગાળની ટીમ (West Bengal team)નો ભાગ હતો જેણે 1968 અને 1971માં સંતોષ ટ્રોફી જીતી હતી.

તેણે 1968 થી મોહન બાગન માટે ક્લબ ફૂટબોલ (Football)રમ્યો. તેમણે 1972 માં ટીમની કેપ્ટનશીપ કરી હતી જે ટીમ સાથે તેમનું છેલ્લું વર્ષ હતું. રોયે પોતાની કારકિર્દીની શરૂઆત 1964માં બાગાનના કટ્ટર હરીફો પૂર્વ બંગાળથી કરી હતી. તેણે 1969માં પાંચ ગોલ કર્યા અને ટીમને CFL (Canadian Football League) જીતવામાં મદદ કરી. પછી તે વર્ષે મોહન બાગને IFA શીલ્ડ પણ જીતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ભબાની રોયે 1968, 1970, 1971 અને 1972માં મોહન બગાનને રોવર્સ કપ (Rovers Cup) જીતવામાં પણ મદદ કરી હતી. આ સિવાય 1968 અને 1969 માં ડો.એચ.કે. મુખર્જી શિલ્ડ, અમૃત બજાર પત્રિકા શતાબ્દી ટ્રોફી અને 1968 માં બાબુ કુંવર સિંહ શિલ્ડ અને 1970 માં નેહરુ કપ. મોહન બાગાએ તેમના દિગ્ગજ સ્ટારના નિધન પર દુ ખ વ્યક્ત કર્યું.

ક્લબના ટ્વિટર એકાઉન્ટ પર કહ્યું કે, ‘અમારા ભૂતપૂર્વ કેપ્ટન ભબાની રોય (Former Captain Bhabani Roy)ના નિધનથી અમે અત્યંત દુખી છીએ. તેઓ 1967 માં મોહન બાગનમાં જોડાયા હતા અને કોલકાતા મેદાનમાં સાઇડબેક તરીકે પ્રસિદ્ધિમાં આવ્યા હતા. તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ક્લબના તંબુમાં રાખવામાં આવશે.

ભારતીય ફૂટબોલ એસોસિએશન શોક વ્યક્ત કર્યો

ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) (All India Football Federation)એ રોયના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. એઆઈએફએફ (All India Football Federation)ના પ્રમુખ પ્રફુલ પટેલે કહ્યું કે, “ભબાની રોયના નિધન વિશે સાંભળીને દુખ થયું. ભારતમાં રમતમાં તેમનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી. હું ખૂબ જ દુખી છું. ‘ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના મહાસચિવ કુશલ દાસે કહ્યું,’ ભબાની રોય પેઢીઓ માટે પ્રેરણાદાયી વ્યક્તિ રહી છે. તેણે પોતાની કારકિર્દીમાં ઘણા ખિતાબ જીત્યા. હું તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરું છું.

આ પણ વાંચો : Hindi Diwas 2021 : ‘હિન્દી દિવસ’ ‘વિશ્વ હિન્દી દિવસ’ થી કેવી રીતે અલગ છે? અગર નથી જાણતા તો વાંચો આ વિગત

આ પણ વાંચો : Pancake recipe : આજે જ ઘરે બનાવો આ સરળ રીતે વેજીટેબલ પેનકેક, જાણો તેને કેવી રીતે બનાવવી

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">