AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોબાઈલમાં live ફૂટબોલ મેચ જોવી હોય તો ક્યાં જોશો..? ટીવી પ્રસારણ અને ઓટીટી લાઈવ સ્ટ્રીમિંગને લઈને સામે આવી મોટી અપડેટ

ભારતીય ફૂટબોલ ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ફિફા વર્લ્ડ કપ 2026નું ભારતમાં ટીવી પ્રસારણ અને ડિજિટલ લાઈવ સ્ટ્રીમિંગ માટે ભારતની દિગ્ગજ કંપનીને એની કામણ આપવામાં આવી છે. આગામી 11 જૂનથી શરૂ થઈ રહેલા આ મેગા ટૂર્નામેન્ટની તમામ 104 મેચો પ્રશંસકો ઓટીટી પ્લેટફોર્મ પર ઓનલાઈન અને ટીવી પર કંપનીના નવા લોન્ચ થયેલા સ્પોર્ટ્સ ચેનલો પર હિન્દી અને ઇંગ્લિશ કોમેન્ટ્રી સાથે લાઈવ નિહાળી શકશે.

મોબાઈલમાં live ફૂટબોલ મેચ જોવી હોય તો ક્યાં જોશો..? ટીવી પ્રસારણ અને ઓટીટી લાઈવ સ્ટ્રીમિંગને લઈને સામે આવી મોટી અપડેટ
Image Credit source: Tv9Gujarati
| Updated on: Jun 09, 2026 | 6:15 PM
Share

ભારતીય ફૂટબોલ ફેન્સ ફોન પર લાઈવ જોઈ શકશે ફિફા વર્લ્ડ કપ, જો તમે ફૂટબોલ પસંદ કરો છો તો તમારા માટે એક સારા સમાચાર છે. ફૂટબોલના સૌથી મોટા ટૂર્નામેન્ટ ફિફા વર્લ્ડ કપ 2026(FIFA World Cup 2026) ને ભારતીય ફેન્સ પણ લાઈવ જોઈ શકશે. આનું લાઈવ સ્ટ્રીમિંગ Zee5 પર કરવામાં આવશે.

ફિફા વર્લ્ડ કપ 2026 માટે ભારતીય પ્રશંસકોની પ્રતીક્ષા હવે સમાપ્ત થવા જઈ રહી છે. ભારતમાં ફૂટબોલના આ મેગા ટૂર્નામેન્ટના ટીવી પ્રસારણ અને ડિજિટલ લાઈવ સ્ટ્રીમિંગના રાઇટ્સ Zee Entertainmentને મળી ગયા છે. ફૂટબોલનો આ વર્લ્ડ કપ 11 જૂન, 2026થી શરૂ થવા જઈ રહ્યો છે. આમાં કુલ 104 મેચો રમાશે અને તમામ મેચોને ભારતીય દર્શકો ટીવી પર ‘Zee’ના નવા સ્પોર્ટ્સ ચેનલો પર જોઈ શકશે. આ સિવાય તેને ઓટીટી પ્લેટફોર્મ Zee5 પર પણ લાઈવ જોઈ શકાશે. ચાલો આ અંગે વિગતે જાણીએ.

ક્યાં લાઈવ જોઈ શકાશે મેચ?

ફિફા વર્લ્ડ કપ 2026 ટૂંક સમયમાં જ શરૂ થવા જઈ રહ્યો છે. આ સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટની 23મી Edition 11 જૂને શરૂ થશે અને ફાઇનલ મેચ 19 જુલાઈએ રમાશે. ભારતીય ફૂટબોલ ફેન્સ પણ આ બધું જ લાઈવ જોઈ શકશે. ફિફા વર્લ્ડ કપ 2026ની તમામ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ Zee5 પર કરવામાં આવશે. જો કે, મેચ જોવા માટે લોકોએ સબ્સ્ક્રિપ્શન પ્લાન ખરીદવો પડશે. આ પ્લેટફોર્મ તમામ મેચોને ઇંગ્લિશ અને હિન્દી કોમેન્ટ્રી સાથે સ્ટ્રીમ કરશે.

ક્યાં ચેનલો પર થશે પ્રસારણ?

આ સાથે જ, જે લોકો ટીવી પર લાઈવ મેચ જોવા માંગે છે તેઓ તેને તાજેતરમાં લોન્ચ થયેલી Unite8 સ્પોર્ટ્સ ચેનલ પર જોઈ શકે છે. જણાવી દઈએ કે Zee દ્વારા Unite8 સ્પોર્ટ્સ ચેનલો રજૂ કરવામાં આવી છે, જેને ખાસ કરીને ફિફા વર્લ્ડ કપ 2026 માટે જ લોન્ચ કરવામાં આવી છે. આખી ટુર્નામેન્ટના કવરેજને ચાર ચેનલોમાં વહેંચવામાં આવી છે, જેમાં Unite8 Sports 1, Unite8 Sports 1 HD, Unite8 Sports 2 અને Unite8 Sports 2 HD સામેલ છે. આ તમામ ચેનલો ઇંગ્લિશ અને હિન્દીમાં કોમેન્ટ્રી ઓપ્શન સાથે મેચોનું લાઈવ પ્રસારણ કરશે.

સબ્સ્ક્રિપ્શન પ્લાનની કિંમત

ફૂટબોલ વર્લ્ડ કપને ઓનલાઈન જોવા માટે સબ્સ્ક્રિપ્શન લેવું પડશે. ત્રણ મહિનાનો પ્લાન 799 રૂપિયાનો છે, જેમાં તમામ એક્સેસની સાથે સ્પોર્ટ્સ પણ સામેલ છે. આ સિવાય યુઝર્સ પ્રીમિયમ એન્યુઅલ પ્લાન પણ સિલેક્ટ કરી શકે છે. જેની કિંમત 1,699 રૂપિયા પ્રતિ વર્ષ છે. આ વાર્ષિક પ્લાનમાં 4K અલ્ટ્રા HD ક્વોલિટી, ડોલ્બી એટમોસ સાઉન્ડ અને ચાર ડિવાઇસ સુધી સ્ટ્રીમિંગ કરવાની સુવિધા મળે છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે કંપની ટૂંક સમયમાં કોઈ ખાસ ‘વર્લ્ડ કપ પાસ’ પણ રજૂ કરી શકે છે.

ફ્લાઇટમાં સિગારેટ પીવા પર છે સખત મનાઈ, તો પછી ટોયલેટમાં એશટ્રે રાખવા પાછળનું શું છે કારણ ?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">