Vinesh Phogatથી નારાજ ફેડરેશન, સ્પોન્સરની મદદ લેશો તો રમવાની તક નહીં મળે

રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા(Wrestling Federation of India)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે સ્પષ્ટ કહ્યું છે કે, સરકાર અને ફેડરેશનની મદદ ખેલાડીઓ માટે પૂરતી છે.

Vinesh Phogatથી નારાજ ફેડરેશન, સ્પોન્સરની મદદ લેશો તો રમવાની તક નહીં મળે
Vinesh Phogatથી નારાજ ફેડરેશન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 2:59 PM

Vinesh Phogat : રેસલિંગ ફેડરેશન ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics) માં વિનેશ ફોગાટના વર્તનથી ખૂબ નારાજ છે. વિનેશ ફોગાટે WFIની નોટિસનો જવાબ આપ્યો છે પરંતુ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ તેની સાથે સહમત હોય તેવું લાગતું નથી. તે સ્પષ્ટપણે કહે છે કે, વિનેશ જેવા સીનિયર ખેલાડીઓ ફેડરેશન સાથે વાત કરવાને બદલે પ્રાયોજકો સાથે તેમની સમસ્યાઓ શેર કરે છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે, જો કોઈ ખેલાડી JSW ગ્રુપ અથવા OGQ જેવા ગ્રુપની મદદ લેશે તો તેને રમવાની તક આપવામાં આવશે નહીં.

ફેડરેશનના પ્રમુખનું માનવું છે કે, ફેડરેશન અને સરકાર પહેલેથી જ ખેલાડીઓ માટે ઘણું કરી રહી છે. આવી સ્થિતિમાં તેમને ક્યાંય પણ મદદ લેવાની જરૂર નથી. બ્રિજ ભૂષણે પણ વિનેશ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, સ્ટાર કુસ્તીબાજને કારણે તેને ઘણું સહન કરવું પડ્યું હતું અને યુડબ્લ્યુડબ્લ્યુ સામે શરમ અનુભવી હતી.

વિનેશ (Vinesh Phogat)ની માફીથી નારાજ અધ્યક્ષે કહ્યું, “અમે આ બાબત અમારી શિસ્ત સમિતિને મોકલી છે. તે વિનેશ, સોનમ અને દિવ્યા કાકરનને બોલાવશે. ભૂલ થઈ ગઈ છે એમ કહેવું સહેલું છે, પણ મહત્વની વાત એ છે કે, તમે તે ભૂલ કેમ કરી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વિનેશ કહે છે કે તે ટીમના બાકીના ખેલાડીઓને સુરક્ષિત રાખવા માંગતી હતી, તેથી તેણે સાથે ટ્રેનિંગ નહોતી કરી, પરંતુ અમારી કીટ ન પહેરવાનું તેનું કારણ શું છે. તેની ભૂલને કારણે મને શરમ આવી. તે એક સીનિયર કુસ્તીબાજ છે, તે આ કેવી રીતે કરી શકે. ફેડરેશન કોઈ એક ખેલાડી માટે નથી, આપણે દરેક વિશે વિચારવું પડશે.

વિનેશે ટોક્યો જતા પહેલા ફિઝિયોની પણ માંગણી કરી હતી, જે પૂરી ન થઈ. એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ વિજેતા અનુસાર, તમામ ઇમેઇલ લખવા છતાં, તેણીનું સાંભળવામાં આવ્યું ન હતું. આ અંગે WFI પ્રમુખ કહે છે, ‘વિનેશે (Vinesh Phogat) પોતાની દરખાસ્તો TOPS ને આપી. તેમણે ક્યારેય અમારી સાથે સીધી વાત કરી નથી. તે અમને સીધી આપી શકતી હતી. તે મારી સમસ્યા છે કે ખેલાડીઓ ટોપ્સ સાથે વાત કરે છે પછી અમને જાણ થાય છે.

સ્પોન્સરની મદદ લેનારને રમવાની તક નહીં મળે

બ્રિજ ભૂષણ માને છે કે, ખેલાડીઓ માટે TOPS મહત્વનું છે પરંતુ તે OGQ અને JSW જેવા પ્રાયોજકોથી નાખુશ છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ખેલાડીઓને જોઈતી આર્થિક મદદ માટે ફેડરેશન અને TOPS પૂરતા છે. જો કોઇ કુસ્તીબાજ બહારથી મદદ લેશે તો ફેડરેશન તેને રમવા દેશે નહીં.

તેમણે કહ્યું, ‘સરકારે ખેલાડીઓ પર લગભગ 85 કરોડ રૂપિયા ખર્ચ્યા. ખાનગી કંપનીઓ એટલા પૈસા ખર્ચશે નહીં. ન તો તે અમને કહે છે કે શું થઈ રહ્યું છે. જો તેઓ મદદ કરવા માંગતા હોય તો જુનિયર ખેલાડીઓને મદદ કરો, મેડલ મેળવવાની નજીકના લોકોને નહીં.

આ પણ વાંચો : PM modi એ “ઓણમ” તહેવાર નિમિતે દેશવાસીઓને શુભકામના પાઠવી, કહ્યું સકારાત્મકતા અને ભાઈચારાનું પ્રતિક છે આ તહેવાર

g clip-path="url(#clip0_868_265)">