Mirabai Chanu: ઓલિમ્પિક મેડાલીસ્ટ મીરાબાઈ ચાનૂને લાઈફટાઈમ ડોમિનોઝ ફ્રી pizza આપશે, જાણો આ રસપ્રદ વાત

ડોમિનોઝ ઈન્ડિયા (dominos india)એ જાહેરાત કરી કે, તેઓ Olympic ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુને લાઈફટાઈમ ફ્રીમાં પિઝા આપશે.મીરાબાઈ ચાનુ (Mirabai Chanu)એ મહિલાઓની 49 કિલો વજન કેટેગરીમાં 202 કિલો વજન ઉંચક્યું અને સિલ્વર મેડલ જીત્યો હતો.

Mirabai Chanu: ઓલિમ્પિક મેડાલીસ્ટ મીરાબાઈ ચાનૂને લાઈફટાઈમ ડોમિનોઝ ફ્રી pizza આપશે, જાણો આ રસપ્રદ વાત
Dominos announces free pizza for life to Mirabai Chanu
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 8:16 AM

Mirabai Chanu : તાજેતરના ઇન્ટરવ્યૂમાં મીરાબાઈ ચાનુ (Mirabai Chanu)એ કહ્યું હતું કે તે, pizza ખાવા માંગે છે કારણ કે તે લાંબા સમયથી pizza ખાધા નથી. જેના કારણે ડોમિનોઝ ઈન્ડિયા (dominos india)એ જાહેરાત કરી હતી કે, તેઓ Olympic ઓલિમ્પિક મેડલ વિજેતા ચાનુને લાઈફટાઈમ ફ્રીમાં pizzaઆપશે.

મીરાબાઈ ચાનુ (Mirabai Chanu)એ મહિલાઓની 49 કિલો વજન કેટેગરીમાં 202 કિલો વજન ઉંચક્યું અને સિલ્વર મેડલ જીત્યો હતો. વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનાર તે એકમાત્ર ભારતીય છે.તેણે વેઇટલિફ્ટિંગમાં મેડલ મેળવવાની ભારતની 21 વર્ષની રાહ પૂરી કરી છે.આ સાથે દેશભરમાં ખુશીની લહેર પ્રસરી હતી. સોશિયલ મીડિયા પર પણ મીરાબાઈ ચાનુને અભિનંદન આપી રહ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જ્યારે તમામ લોકો મીરાબાઈ ચાનુ (Mirabai Chanu)ને તેની સફળતા માટે અભિનંદન આપી રહ્યા છે, ત્યારે ઘણી સરકારી અને ખાનગી સંસ્થાઓએ પણ તેના માટે ઈનામ જાહેર કર્યું છે. ડોમિનોઝ ઈન્ડિયા(dominos india)એ પણ આ લીસ્ટમાં સામેલ છે.મલ્ટિનેશનલ પિઝા કંપની ડોમિનોઝ મીરાબાઈ ચાનુને લાઇફટાઇમ ફ્રી pizza આપવાની જાહેરાત કરી છે.

તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ વિશે ટ્વિટ કરતાં ડોમિનોઝે કહ્યું કે, અમે ક્યારેય નથી ઇચ્છતા કે મીરાબાઈ ચાનુ (Mirabai Chanu)એ pizza ખાવાની રાહ જોવી પડે. તેથી જ અમે તેમને લાઈફટાઈમ ફ્રિમાં ડોમિનોઝ pizza આપી રહ્યાં છીએ.

એક ઇન્ટરવ્યુમાં મીરાબાઈએ કહ્યું હતું કે, તે pizzaખાવા માંગે છે કારણ કે, તેણે લાંબા સમયથી pizza ખાધા નથી.આની નોંધ લેતા ડોમિનોઝ ઈન્ડિયાએ જાહેરાત કરી હતી કે, તેઓ ઓલિમ્પિક મેડલ વિજેતા ચાનુને લાઈફટાઈમ ફ્રીમાં pizza આપશે.

સોશિયલ મીડિયા (Social media)પર લોકોએ પણ ડોમિનોસની આ પહેલને આવકારી અને મીરાબાઈ ચાનુ (Mirabai Chanu)ના વખાણ કર્યા હતા. લોકોનું કહેવું છે કે, આવા ચેમ્પિયન માટે સેલિબ્રેશનની શરુઆત છે કે જેણે 1.2 અબજ લોકોને આનંદ આપ્યો છે.

આ પણ વાંચો : mirabaichanu win : મીરાબાઈ ચાનૂએ દેશને પ્રથમ મેડલ અપાવ્યો, તેની સાથે જોડાયેલી 10 વાતો જાણો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">