ધોનીના એક નિર્ણયે કોહલીની કિસ્મત પલટી નાંખી હતી, ઓસ્ટ્રેલીયા સામે તક અપાતા આ મુકામ પર પહોંચી શક્યો

ધોનીના એક નિર્ણયે કોહલીની કિસ્મત પલટી નાંખી હતી, ઓસ્ટ્રેલીયા સામે તક અપાતા આ મુકામ પર પહોંચી શક્યો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલીયા થી ખાસ લગાવ ધરાવે છે. ઓસ્ટ્રેલીયા સામે કોહલી રન પણ બનાવે છે અને પોતાના અંદાજમાં જવાબ પણ આપે છે. આજ ટીમ સામે તેણે ટેસ્ટ ક્રિકેટનુ પ્રથમ શતક પણ લગાવ્યુ હતુ. જોકે આ બધુ જ અધુરુ રહી જતુ જો પૂર્વ કેપ્ટન ધોની તેને ખરાબ બેટીંગ છતાં કોહલીને સપોર્ટ ના […]

Avnish Goswami

| Edited By: Pinak Shukla

Dec 15, 2020 | 3:15 PM

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલીયા થી ખાસ લગાવ ધરાવે છે. ઓસ્ટ્રેલીયા સામે કોહલી રન પણ બનાવે છે અને પોતાના અંદાજમાં જવાબ પણ આપે છે. આજ ટીમ સામે તેણે ટેસ્ટ ક્રિકેટનુ પ્રથમ શતક પણ લગાવ્યુ હતુ. જોકે આ બધુ જ અધુરુ રહી જતુ જો પૂર્વ કેપ્ટન ધોની તેને ખરાબ બેટીંગ છતાં કોહલીને સપોર્ટ ના કર્યો હોત તો. કોમેન્ટેટર સંજય માંજરેકરે બતાવ્યુ હતુ કે, કોહલી કેરીયરની શરુઆતમાં જ ડ્રોપ થવાની સ્થિતી પર હતો. પરંતુ ધોનીના એક નિર્ણયે તેની કિસ્મત પલટી દીધી હતી.

2008 માં વન ડે ક્રિકેટ થી પોતાના કેરીયરની શરુઆત વિરાટ કોહલીએ કરી હતી. તેણે ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવા માટે ત્રણ વર્ષ રાહ જોવી પડી હતી. 2011માં વેસ્ટઇન્ડીઝ સામે કોહલીએ ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ. જોકે તેની શરુઆતી કેરીયર સારી રહી નહોતી. તે પોતાની પ્રથમ સીરીઝમાં 100 રન પણ નહોતો બનાવી શક્યો. તેમ છતાં પણ તેને ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે લઇ જવાયો હતો. જ્યાં પણ તે પ્રથમ બે ટેસ્ટમાં ખરાબ ફોર્મમાં રહ્યો હતો.

પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે એ સમયને યાદ કરતા વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે કોહલીની શરુઆતની સ્થિતી ખૂબ ખરાબ રહી હતી. પરંતુ ઓસ્ટ્રેલીયામાં ધોનીએ તેને સપોર્ટ કર્યો હતો. તેને ફરી થી મોકો અપાયો હતો. સોની સ્પોર્ટ્સ સાથે વાત કરતા માંજરેકરે આ વાત ને યાદ કરી હતી. કહ્યુ કે, તે હંમેશા રન બનાવવાના પ્રકાર શોધતો હતો. 2011-12ની સીરીઝમાં તેણે શતક લગાવ્યુ હતુ. ભારત તે સીરીઝમાં 4-0 થી હાર્યુ હતુ. તે પહેલા ઇંગ્લેંડ થી પણ 4-0 થી હાર મેળવી હતી. તે સીરીઝમાં એક માત્ર શતક કોહલીનુ હતુ. તે વખતે તે યુવા ખેલાડી હતો. જે સિડની ટેસ્ટ બાદ બહાર થવાની અણી પર હતો. ધોનીએ તેનુ સમર્થન કર્યુ હતુ. પર્થમાં 70 અને પછી શતક લગાવ્યુ હતુ. આજે કોહલીના નામે 27 શતક અને 7 બેવડી સદીઓ નોંધાયેલી છે. જો તે શતક ચુક્યો હોત તો કદાચ આજે આ સ્થિતી પર ના હોઇ શકતો.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati