DC vs CSK IPL Match Result: ચેન્નાઈ સુપર કિંગ્સની દિલ્હી સામે જીત, ધોની સેનાએ પ્લેઓફમાં કરી એન્ટ્રી
Delhi Capitals vs Chennai Super Kings IPL Match Result: ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. 3 વિકેટ ગુમાવીને ચેન્નાઈ સુપર કિંગ્સે 223 રન નોંધાવ્યા હતા.
IPL 2023 ની 67 મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં ધોનીએ ટોસ જીત્યો હતો. ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની જબરદસ્ત બેટિંગ વડે શરુઆત કરતા મોટો સ્કોર નોંધાવ્યો હતો. જેની સામે દિલ્હી કેપિટલ્સ ઘર આંગણે ખરાબ શરુઆત કરતા હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીએ 146 રનનો સ્કોર નિર્ધારિત ઓવરમાં 9 વિકેટે નોંધાવ્યા હતા. દિલ્હી સામે ચેન્નાઈએ 77 રનથી જીત મેળવી હતી. આ સાથે જ પ્લેઓફમાં એન્ટ્રી મેળવી લીધી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે જીત સાથે જ પ્લેઓફમાં સીધી એન્ટ્રી દિલ્હી કેપિટલ્સને તેના જ ઘરમાં હરાવીને કરી લીધી છે. આમ ચેન્નાઈ સુપર કિંગ્સ હવે ફરી એકવાર ચેપોક સ્ટેડિયમમાં રમતા જોવા મળશે. ધોનીના ચાહકો પણ તેને હોમગ્રાઉન્ડમાં આઈપીએલમાં ફરીવાર જોવા માટે રાહ જોઈ રહ્યા હતા. હવે ધોનીની ટીમ પ્લેઓફમાં રમશે.
have qualified for the #TATAIPL 2023 Playoffs #DCvCSK | @ChennaiIPL pic.twitter.com/xlSNgjq09B
— IndianPremierLeague (@IPL) May 20, 2023
દિલ્હીની ખરાબ શરુઆત
ટોસ હારીને હોમ ગ્રાઉન્ડ પર મેદાને ઉતરેલી દિલ્હી કેપિટલ્સની રમત ખરાબ રહી હતી. પાવર પ્લેમાં જ દિલ્હીએ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ઓપનર તરીકે આવેલા દિલ્હીના કેપ્ટન ડેવિડ વોર્નરે ચેન્નાઈ સામે સંઘર્ષભરી ઈનીંગ રમી હતી. ઓપનિંગ જોડી માત્ર 5 રનના ટીમ સ્કોર પર જ તૂટી ગઈ હતી. પૃથ્વી શો કેચ આઉટ થઈને પરત ફર્યો હતો. ફિલ સોલ્ટ 3 રન નોંધાવીને પરત ફર્યો હતો. રાઈલી રુસો ગોલ્ડન ડક ગુમાવીને આઉટ થયો હતો. રુસો બોલ્ડ થયો હતો. સોલ્ટ અને રુસોની બે સળંગ વિકેટ દીપક ચહરે ઝડપી હતી.
યશ ઢૂલ 15 બોલનો સામનો કરીને 13 રન નોંધાવીને પરત ફર્યો હતો. તેણે 1 ચોગ્ગો નોંધાવ્યો હતો. અક્ષર પટેલ 8 બોલનો સામનો કરીને 15 રન નોંધાવી પરત ફર્યો હતો. અક્ષરે એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. અમન હકીમખાન 7 રન નોંધાવી પથિરાણાનો શિકાર થયો હતો. લલિત યાદવ મોઈન અલીના હાથમાં કેચ ઝડપાયો હતો. તેણે 6 રન નોંધાવ્યા હતા. કુલદીપ યાદવ ગોલ્ડન ડક વિકેટ ગુમાવી પરત ફર્યો હતો.