IPL 2021: દીપક ચાહરની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ કોણ છે, જેને લાઇવ મેચ દરમિયાન પ્રપોઝ કર્યું

|

Oct 08, 2021 | 12:45 PM

દીપક ચાહરે તેની ગર્લફ્રેન્ડને ફિલ્મી સ્ટાઈલમાં પ્રપોઝ કર્યું. દીપકને આમ કરતા જોઈને તેની ગર્લફ્રેન્ડે પણ 'હા' કહી દીધી અને બંને ક્રિકેટ સ્ટેડિયમમાં જ સગાઈ કરી લીધી.

IPL 2021: દીપક ચાહરની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ કોણ છે, જેને લાઇવ મેચ દરમિયાન પ્રપોઝ કર્યું
દીપક ચાહરની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ

Follow us on

IPL 2021: પંજાબ કિંગ્સ સામેની મેચ બાદ દીપક ચાહરે ગુરુવારે સ્ટેડિયમમાં જ સગાઈ કરી લીધી હતી. સોશિયલ મીડિયા પર દીપક ચાહર અને તેની ગર્લફ્રેન્ડની સગાઈનો વીડિયો આ સમયે સૌથી વધુ ચર્ચામાં છે.

આવી સ્થિતિમાં ચાહકો સવાલ પૂછી રહ્યા છે કે, છેલ્લો દીપક ચાહર (Deepak Chahar)ની ગર્લફ્રેન્ડ કોણ છે? તેનું નામ શું છે ? દીપક ચાહરનો પ્રેમ ક્યારે ખીલ્યો? ચાલો તમારા માટે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીએ.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

દીપક ચાહર (Deepak Chahar)ની ગર્લફ્રેન્ડનું નામ જયા ભારદ્વાજ (Jaya Bhardwaj) છે. તે અભિનેતા સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન છે. બંનેના રિલેશનશીપની ચર્ચ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, બંને તેમના સંબંધોને લઈને ખૂબ જ ગંભીર છે. એવું માનવામાં આવતું હતું કે, દીપક ચાહર અને જયા ભારદ્વાજ આઈપીએલ 2021 પછી ઘરે પરત ફરતા જ સગાઈ કરી શકે છે, પરંતુ બંનેએ આટલી લાંબી રાહ જોવી યોગ્ય ન ગણ્યું. દીપક ચાહરે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ (Dubai International Stadium)માં ખુલ્લેઆમ ચાહકો વચ્ચે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

 

 

જયા ભારદ્વાજ(Jaya Bhardwaj)ની વાત કરીએ તો તે દિલ્હીમાં એક કોર્પોરેટ ફર્મમાં કામ કરે છે. જયા ભારદ્વાજ લાઈમલાઈટથી દૂર રહે છે, જેના કારણે તેણે પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાઈવેટ રાખ્યું છે.

દીપક ચાહર (Deepak Chahar)ની મંગેતર જયા ભારદ્વાજના ભાઈ સિદ્ધાર્થ ભારદ્વાજ બિગ બોસ અને એમટીવીના શો સ્પ્લિટ વિલામાં દેખાયા છે. ભલે આ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ  દીપક ચાહર (Deepak Chahar)ની સગાઈનો વીડિયો સામે આવતા જ ચાહકો ચેન્નઈની હાર ભૂલી ગયા. આ સમયે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

દીપક ચાહરની મંગેતર વિશે માહિતી મેળવવા માટે ચાહકોમાં ઘણી ઉત્સુકતા હતી.દીપક ચાહરની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ (Jaya Bhardwaj)મોડેલ અને વીજે સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન છે. જયાનો ભાઈ સિદ્ધાર્થ રિયાલિટી શો બિગ બોસની સીઝન 5 માં દેખાયો છે. આ સિવાય તેમણે એમટીવીના પ્રખ્યાત શો સ્લિપ્ટાસ્વિલ્લામાં પણ ભાગ લીધો છે. સિદ્ધાર્થે ઇન્સ્ટાગ્રામ પર જયા અને દીપક (Deepak Chahar)ને અભિનંદન આપ્યા હતા.

આ સાથે તેમણે લાઇવ ટીવી પર પ્રપોઝ કરવા માટે દીપક ચાહરની પણ પ્રશંસા કરી હતી. દીપક ચાહર(Deepak Chahar)ની બહેન માલતી ચાહરે પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને લખ્યું કે લો ભાભી મળી. તેનું નામ જયા ભારદ્વાજ છે. તે વિદેશી નથી પણ દિલ્હીની છોકરી છે.

ઉલ્લેખનીય છે કે, દીપક ચાહર લાંબા સમયથી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલા છે. દીપક ચાહરે(Deepak Chahar) IPL 2021 માં 13 મેચમાં 13 વિકેટ લીધી છે. આઈપીએલ 14 માં તેણે 13 રનમાં 4 વિકેટ ઝડપી છે. CSK બોલરે ટીમ ઇન્ડિયા માટે વનડે અને ટી 20 મેચ રમી છે.

આ પણ વાંચો : Navratri 2021: નવ દિવસના ઉપવાસમાં ફરાળ જમવામાં ન કરતા આ ભૂલો, ઘટવાની જગ્યાએ વધી જશે વજન

Next Article