AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ક્રિકેટરને ઇઝરાયેલને સમર્થન આપવું પડ્યું ભારે…કેપ્ટન્સી છીનવાઈ

વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલા જ વિવાદ શરૂ થયો છે. એક ક્રિકેટરે ઈઝરાયેલના સમર્થનમાં નિવેદન આપતાં આ વિવાદ વકર્યો છે. આ નિવેદનને કારણે પેલેસ્ટાઈન સમર્થકોનું એક જૂથ વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીમાં છે. વિરોધને કારણે હિંસા ફાટી નીકળવાની આશંકા છે. તેથી ક્રિકેટરની કેપ્ટન્સી છીનવાઈ છે

આ ક્રિકેટરને ઇઝરાયેલને સમર્થન આપવું પડ્યું ભારે...કેપ્ટન્સી છીનવાઈ
David Teeger
| Updated on: Jan 12, 2024 | 10:19 PM
Share

ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 19 જાન્યુઆરીથી દક્ષિણ આફ્રિકામાં શરૂ થઈ રહ્યો છે. આ વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલા જ વિવાદ શરૂ થયો છે. આ વિવાદનું કારણ છે દક્ષિણ આફ્રિકાનો ક્રિકેટર ડેડેવિડ ટીગર, જેણે ઈઝરાયેલના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. ડેવિડ ટીગરના નિવેદનને કારણે પેલેસ્ટાઈન સમર્થકોનું એક જૂથ વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીમાં છે. વિરોધને કારણે હિંસા ફાટી નીકળવાની આશંકા છે.

ટીગરની કેપ્ટન્સી છીનવાઈ

સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે મોટો નિર્ણય લીધો છે અને ડેવિડ ટીગરને અંડર-19 ટીમની કેપ્ટનશીપથી હટાવી દીધો છે. ડેવિડ ટીગરને ગયા વર્ષે ડિસેમ્બરમાં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તે આગામી વર્લ્ડ કપમાં અંડર-19 ટીમની કેપ્ટનશીપ કરવાનો હતો. જો કે ડેવિડ ટીગર એક ખેલાડી તરીકે દક્ષિણ આફ્રિકાની ટીમમાં રહેશે.

CSAએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ડેવિડ ટીગરને કેપ્ટનશીપથી હટાવવાનો નિર્ણય તમામ ખેલાડીઓ, દક્ષિણ આફ્રિકાની અંડર-19 ટીમ અને ખુદ ડેવિડના હિતમાં લેવામાં આવ્યો હતો. તે એક ખેલાડી તરીકે ટીમ સાથે રહેશે. જ્યારે સમય આવશે ત્યારે નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવશે. અમે વર્લ્ડ કપને લઈને નિયમિત સુરક્ષાના અપડેટ્સ મેળવતા રહ્યા છીએ. અમને માહિતી મળી હતી કે ટૂર્નામેન્ટ દરમિયાન વિરોધ પ્રદર્શન થઈ શકે છે. તેમજ અંડર-19ના કેપ્ટન ડેવિડ ટીગરને નિશાન બનાવી શકે છે.

ડેવિડ ટીગરનું વિવાદિત નિવેદન

ગયા વર્ષે 22 ઓક્ટોબરે ABSA યહુદી અચીવર એવોર્ડ સમારોહમાં ટીગરને રાઇઝિંગ સ્ટાર તરીકે ઓળખ આપવામાં આવી હતી. ત્યારે ટાઇગરે કહ્યું હતું કે, હા, મને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે અને હું રાઇઝિંગ સ્ટાર છું. પરંતુ સાચા રાઇઝિંગ સ્ટાર ઇઝરાયેલના યુવાન સૈનિકો છે. એટલા માટે હું આ એવોર્ડ ઇઝરાયલ અને તેના માટે લડનારા દરેક સૈનિકને સમર્પિત કરવા માંગુ છું.

આ વર્ષે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની કેપટાઉન ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલા ન્યૂલેન્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમની બહાર ઈઝરાયેલ વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ડેવિડ ટીગરને સુકાનીપદેથી બરતરફ કરવાની માંગ કરવામાં આવી હતી. એક પ્રદર્શનકારીએ કહ્યું હતું કે, ડેવિડ ટીગર, તું આપણા દેશનો કેપ્ટન બનવાને લાયક નથી. આ પ્રદર્શનકારીઓએ સ્વતંત્ર પેલેસ્ટાઈનની માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

આ પણ વાંચો મોહમ્મદ શમીના ભાઈ કૈફની ખતરનાર બોલિંગ, ભુવનેશ્વર કુમારે પહેલા દિવસે લીધી 5 વિકેટ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">