WTC Final: ટીમ ઈન્ડીયાએ ચાર્ટર વિમાન બાદ લંડનથી 2 કલાક બસની સફર કરી, જુઓ સફરની સુંદર પળોનો VIDEO

મુંબઈથી સાઉથ્મ્પટન (Southampton) સુધી યાત્રાનો વીડિયો BCCIએ શેર કર્યો છે. જેમાં અક્ષર પટેલ (Axar Patel)ને વાતચીત કરતો બતાવ્યો છે. ભારતીય ટીમનો BCCIએ શાનદાર વીડિયો શેર કરતા ક્રિકેટ ફેન્સે ખૂબ પસંદ કર્યો છે.

WTC Final: ટીમ ઈન્ડીયાએ ચાર્ટર વિમાન બાદ લંડનથી 2 કલાક બસની સફર કરી, જુઓ સફરની સુંદર પળોનો VIDEO
Team India travel
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 04, 2021 | 10:31 PM

ટીમ ઈન્ડીયા (Team India) વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ (WTC Final) મેચ રમનારી છે. આ માટે ઈંગ્લેંડના સાઉથમ્પ્ટન પહોંચીને ક્વોરન્ટાઈન સમય પસાર કરી રહી છે. મુંબઈથી સાઉથ્મ્પટન (Southampton) સુધી યાત્રાનો વીડિયો BCCIએ શેર કર્યો છે. જેમાં અક્ષર પટેલ (Axar Patel)ને વાતચીત કરતો બતાવ્યો છે. ભારતીય ટીમનો BCCIએ શાનદાર વીડિયો શેર કરતા ક્રિકેટ ફેન્સે ખૂબ પસંદ કર્યો છે. ટીમની હવાઈ અને બસ યાત્રાની પળોની મજા ફેન્સે પણ વીડિયો મારફતે માણી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

વીડિયોમાં સ્પિનર અક્ષર પટેલે કહ્યુ હતુ કે WTC ફાઈનલ પહેલા ટીમ ઈન્ડીયા આકરા ક્વોરન્ટાઈનને ગાળશે. ટીમના સભ્યો એક બીજાને ત્રણ દિવસ સુધી મળી નહીં શકે. અક્ષર પટેલે કહ્યું હતુ કે મેં ખૂબ સારી ઉંઘ લઈ લીધી છે. હવે અમારે આઈસોલેશનમાં રહેવાનુ છે. ભારતીય ટીમ ઈંગ્લેંડ પ્રવાસ પહેલા 14 દિવસ માટે મુંબઈમાં આઈસોલેશન હેઠળ રહી હતી. હાલમાં ઈંગ્લેંડ પહોંચીને ટુંકા આઈસોલેશનને પસાર કરી રહ્યા છે.

BCCIએ ટીમને લંડન પહોંચાડવા માટે ખાસ ચાર્ટડ પ્લેનની સુવિધા ઉપલબ્ધ કરી હતી. જેમાં ખેલાડીઓ અને તેમના પરિવાર માટે વિશેષ સુવિધાઓ ધરાવતા વિમાનની સગવડ કરી હતી. જેમાં યાત્રા દરમ્યાન ખેલાડીઓએ યાત્રાને માણવા સાથે ખૂબ મસ્તી પણ કરતા હોવાનું વીડિયોમાં લાગી રહ્યુ છે. ભારતીય પુરુષ અને મહિલા બંને ક્રિકેટ ટીમો એક સાથે પ્લેનમાં યાત્રા કરી હતી.

બે કલાક બસમાં પ્રવાસ કર્યો

મુંબઈથી પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમ રવાના થયા હતા. લંડન પહોંચીને ભારતીય ટીમ સાઉથમ્પ્ટન પહોંચવા માટે બસમાં સવાર થઈ યાત્રા કરી હતી. ભારતની બંને ટીમો અને તેમના પરિવારે બસમાં બે કલાક જેટલો સમય સફર કરી હતી. સાઉથમ્પ્ટન પહોંચીને ટીમ ક્વોરન્ટાઈનમાં પહોંચી હતી. આમ તમામ પળોને કેમેરામાં કંડારી હતી. જેનો સુંદર વીડિયો બીસીસીઆઈએ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

ટીમ ઈન્ડીયાનો પ્રવાસ કાર્યક્રમ

સાઉથમ્પટનમાં 18 જૂનથી શરુ થનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ રમાશે. ભારત અને ન્યુઝીલેન્ડ (India New Zealand) બંને ફાઈનલ મેચમાં આમને સામને ઉતરશે. ત્યારબાદ ભારતીય ટીમ દોઢેક માસ જેટલો સમય બ્રેક લેશે.

આ દરમ્યાન અભ્યાસ સેશન ચાલશે. 4 ઓગસ્ટથી ભારત અને ઈંગ્લેંડ (India England) વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમાશે. જૂલાઈ માસ દરમ્યાન ભારતીય ટીમની મર્યાદિત ફોર્મેટની બીજી ટીમ શ્રીલંકાનો પ્રવાસ ખેડશ. જ્યાં વન ડે અને ટી20 શ્રેણી રમશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">