WTC Final: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપનો તાજ ન્યુઝીલેન્ડને શિરે, 8 વિકેટે ભારતની હાર, કેપ્ટન વિલિયમસનના 52 રન

સાઉથમ્પટન (Southampton)માં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) મેચને ન્યુઝીલેન્ડે જીતી લીધી છે. ન્યુઝીલેન્ડે ટેસ્ટ ક્રિકેટના પ્રથમ ચેમ્પિયન તરીકે ઈતિહાસ રચી દીધો છે.

WTC Final: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપનો તાજ ન્યુઝીલેન્ડને શિરે, 8 વિકેટે ભારતની હાર, કેપ્ટન વિલિયમસનના 52 રન
India Vs New Zealand
Follow Us:
| Updated on: Jun 23, 2021 | 11:25 PM

સાઉથમ્પટન (Southampton)માં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) મેચને ન્યુઝીલેન્ડે જીતી લીધી છે. ન્યુઝીલેન્ડે ટેસ્ટ ક્રિકેટના પ્રથમ ચેમ્પિયન તરીકે ઈતિહાસ રચી દીધો છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે રમાયેલ ફાઈનલ મેચ છઠ્ઠા દિવસે એટલે કે રિઝર્વ ડે (Reserve Day) સુધી રમત રમાઈ હતી. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને (Kane Williamson) ફાઈનલ મેચમાં અર્ધશતકીય ઈનીંગ રમીને ટીમને ઐતિહાસીક જીત સુધી પહોંચાડી હતી.

ભારતીય ટીમ આઈસીસી ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડ સામે જીત મેળવી શકી નથી. તે સીલસીલો ફરી એક વાર આગળ વધાર્યો હતો. ભારતીય ટીમે (Team India) બીજી ઈનીંગમાં 170 રનનો સ્કોર કર્યો હતો. છઠ્ઠા દિવસની રમત ભારતીય ટીમે 64 રનના સ્કોરથી રમતની શરુઆત કરી હતી. કીવી બોલરોએ સમયાંતરે વિકેટો મેળવીને ભારતનો સ્કોર આગળ વધતો અટકાવ્યો હતો. જેને લઈને આસાન સ્કોરને ન્યુઝીલેન્ડે માત્ર 2 વિકેટ ગુમાવીને પાર કરી લીધો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કેપ્ટનની અણનમ વિજયી ફિફટી

ન્યુઝીલેન્ડના ઓપનરોએ 33 રનની પ્રથમ વિકેટની ભાગીદારી રમત રમી હતી. ટોમ લાથમે 9 રન કરીને વિકેટ ગુમાવી હતી. ડેવોન કોન્વેએ 19 રનની ઈનીંગ રમી હતી. બંને ઓપનરોને ભારતીય સ્ટાર સ્પિનર અશ્વિને પેવેલિયન મોકલ્યા હતા. રોઝ ટેલરે ચોગ્ગો ફટકારીને ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી. ટેલર 47 રનની અણનમ રમત રમી હતી. કેપ્ટન વિલિયમસને 52 રનની રમત રમી અણનમ રહ્યો હતો. 32 રનની લીડ ધરાવતા ન્યુઝીલેન્ડને જીત માટે ભારતે 139 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમ 170 રનમાં ઓલઆઉટ થઈ હતી.

ભારતને મોટી ઈનીંગની ખોટ વર્તાઈ

પાંચમાં દિવસના અંતે વિરાટ કોહલી (Virat Kohli) અને ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ક્રિઝ પર હતાં. બંને આજે મેચને આગળ વધારી હતી. બંને પાસે આજે પરિણામ લક્ષી રમતની આશા વર્તાઈ રહી હતી. પરંતુ બંનેએ ખાસ રમત દાખવી નહોતી. ઋષભ પંતે 41 રનની રમત રમી હતી.

કોહલી 13 રને અને પુજારા 15 રન રમીને વિકેટ ગુમાવી હતી. પુજારાએ ફરી એકવાર રક્ષણાત્મક રમત રમી 80 બોલનો સામનો કર્યો હતો. અજીંક્ય રહાણેએ 15 રન કર્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 16 રન કર્યા હતા. મહંમદ શામીએ પણ અંતમાં સ્કોર બોર્ડ આગળ વધારવા પ્રયાસ કર્યો હતો. જોકે બંને ઈનીંગમાં એકેય ભારતીય બેટ્સમેને અર્ધશતક લગાવી શક્યા નહોતા.

બીજી ઇનીંગમાં હાવી રહ્યા કીવી બોલર

કિવી બોલરોએ ભારતીય ટીમનું સ્કોર બોર્ડને નિયંત્રિત રાખવા માટે કસીને બોલીંગ કરી હતી. સમયાંતરે વિકેટો પણ ઝડપી હતી. ટીમ સાઉથી 4 વિકેટ ઝડપી હતી. ટ્રેન્ટ બોલ્ટે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે કાયલ જેમીસને 2 વિકેટ ઝડપી હતી. નિલ વેગનરે 1 વિકેટ મેળવી હતી.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">