WTC Final: સાઉથમ્પટનના સ્ટેડિયમમાં આ બેટ્સમેન જાતિવાદી ટીપ્પણીનો શિકાર, ICC એ હાથ ધરી કાર્યવાહી

ફાઈનલ મેચના પાંચમાં દિવસની રમત દરમ્યાન ન્યુઝીલેન્ડ (NewZealand)ના બેટ્સમેન રોઝ ટેલર (Ross Taylor) બેટીંગ કરી રહ્યો હતો. ત્યારે તેની પર ટીપ્પણી કરવામાં આવી હતી.

WTC Final: સાઉથમ્પટનના સ્ટેડિયમમાં આ બેટ્સમેન જાતિવાદી ટીપ્પણીનો શિકાર, ICC એ હાથ ધરી કાર્યવાહી
Kane Williamson-Ross Taylor-Bumrah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 5:18 PM

ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઈનલ મેચ દરમ્યાન પણ જાતિવાદી ટીપ્પણીઓ (Racist comment) થઈ હતી. સાઉથમ્પટનમાં રમાઈ રહેલી ફાઈનલ મેચ દરમ્યાન ભીડમાંથી કેટલાક લોકોએ જાતિવાદી ટીપ્પણી કરી હતી. ફાઈનલ મેચના પાંચમાં દિવસની રમત દરમ્યાન ન્યુઝીલેન્ડ (NewZealand)ના બેટ્સમેન રોઝ ટેલર (Ross Taylor) બેટીંગ કરી રહ્યો હતો. ત્યારે તેની પર ટીપ્પણી કરવામાં આવી હતી.

સાઉથમ્પટન (Southampton)ના ધ એઝીસ બાઉલ સ્ટેડિયમમાં પાંચમાં દિવસની રમત નિહાળવા માટે કેટલાક પ્રેક્ષકો હાજર હતા. જે દરમ્યાન ભીડમાંથી કેટલાક દર્શકોએ રોઝ ટેલરને નિશાન બનાવ્યો હતો. ભીડમાંથી કેટલાક લોકોએ ટેલરને જાતિવાદી ટીપ્પણી કરી હતી. જેને લઈને મેદાનમાંથી એક પ્રક્ષકે ICCને સોશિયલ મીડિયા મારફતે મેસેજ કર્યો હતો કે આઈસીસી ધ્યાન આપે, અહીં હાજર કેટલાક લોકો આખા દિવસથી ન્યુઝીલેન્ડની ટીમ સામે અપશબ્દોનો ઉપયોગ કરે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

જ્યારે તેમના બેટ્સમેન રોઝ ટેલર સામે જાતિવાદી ટીપ્પણી કરી રહ્યા છે. જેની પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા તરત જ પગલા ભરવામાં આવ્યા હતા. આઈસીસીએ સુરક્ષા કર્મીઓને મોકલીને તે લોકોની ઓળખ કરવામાં આવી હતી. જેઓને તરત જ સ્ટેડિયમની બહાર કરી દેવામાં આવ્યા હતા. જોકે તે અંગેની ફરીયાદ રોઝ ટેલર કે ટીમ દ્વારા કરવામાં આવી નહોતી. જોકે પ્રેક્ષક દ્વારા કરવામાં આવેલી ફરિચાદ પર તરત જ એકશન લેવાઈ ચુક્યુ હતુ.

મેચની સ્થિતી

ન્યુઝીલેન્ડની ટીમ 249 રન પર ઓલઆઉટ થઈ હતી. ભારતીય ઝડપી બોલર મહંમદ શામીએ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે ન્યુઝીલેન્ડ તરફથી ડેવોન કોન્વેએ સૌથી વધારે 54 રનની ઈનીંગ રમી હતી. ન્યુઝીલેન્ડે પ્રથમ ઈનિંગના આધાર પર 32 રનની લીડ મેળવી હતી. રિઝર્વ ડેના દિવસે ભારતીય ટીમ 2 વિકેટે 64 રનના સ્કોરથી રમતની શરુઆત કરશે. પાંચમાં દિવસના અંતે વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ક્રિઝ પર હતા. બંને આજે મેચને આગળ વધારશે.

આ પણ વાંચો: WTC Final: એક સમયે સતત ગુસ્સામાં લાલચોળ રહેતા જસપ્રિત બુમરાહે જણાવ્યું કે આ કારણથી સફળ છુ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">