WTC ફાઈનલ બદલવાની રોહિત શર્માની માંગ પર જાણો હરભજન સિંહે શું કહ્યું?
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ હાર્યા બાદ રોહિત શર્માએ કહ્યું કે ફાઈનલમાં 3 મેચ હોવી જોઈએ, ત્યારબાદ હરભજન સિંહે કહ્યું કે એક ફાઈનલ પૂરતી છે.
ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હારી ગયું. ફાઈનલમાં ભારતનો સતત બીજી વખત પરાજય થયો હતો. આ હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ ફાઈનલ પર જ સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે ફાઈનલમાં 3 મેચ હોવી જોઈએ. રોહિતના આ નિવેદન બાદ ચર્ચા શરૂ થઈ ગઈ છે. જેમાં ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. આ લિસ્ટમાં હરભજન સિંહનો પણ સમાવેશ થયો છે.
પેટ કમિન્સે આપી પ્રતિક્રિયા
ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ કહે છે કે એક ફાઈનલ પૂરતી છે. હવે હરભજને પણ રોહિતના નિવેદન પર પોતાનો અભિપ્રાય આપ્યો. રોહિતના નિવેદન પર હરભજને કહ્યું કે શું તમને ફાઇનલમાં 3 મેચ જોઈએ છે. જો ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમ હોત તો શું તેઓએ પણ આવું જ કહ્યું હોત?
WTCની એક જ ફાઇનલ પૂરતી છે
હરભજને કહ્યું કે તમે આ ન કરી શકો. તેઓ કહે છે કે એક ફાઇનલ પર્યાપ્ત છે. વનડે વર્લ્ડ કપની એક ફાઈનલ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની માત્ર એક જ ફાઈનલ.ભજ્જીએ વધુમાં કહ્યું કે ફૂટબોલની સૌથી મોટી ઈવેન્ટમાં પણ એક જ ફાઈનલ હોય છે.
હરભજન કેમ ટ્રોલ થયો?
આ નિવેદન બાદ હરભજન સિંહ એ કારણથી ટ્રોલ થવા લાગ્યો હતો કારણ કે જે મેચમાં તે ફાઈનલની વાત કરી રહ્યો છે, તેનું પરિણામ પણ એક જ દિવસમાં આવી જાય છે. એટલું જ નહીં, કોઈપણ ટૂર્નામેન્ટ એક મહિનાથી વધુ ચાલતી નથી. જ્યારે ટેસ્ટ ચેમ્પિયનશિપ 2 વર્ષ સુધી ચાલે છે, જેમાં ટીમો અલગ-અલગ સ્થિતિમાં ઘણી શ્રેણી રમે છે.
Rohit Sharma understands the anguish of missing out of yet another men’s ICC trophy.
More 👉 https://t.co/boK5hKvhC5#WTC23 | #AUSvIND pic.twitter.com/9CgG7Sm3dT
— ICC (@ICC) June 12, 2023
આ પણ વાંચોઃ WTC Final બાદ ભારત-ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, ગિલને પણ મળી આ મોટી સજા
રોહિતે 3 મેચ વિશે વાત કરી
ટેસ્ટ મેચનું પરિણામ પણ 5 દિવસ રમ્યા પછી જ આવે છે. આ કારણથી રોહિત ફાઈનલમાં 3 મેચની વાત પણ કરી રહ્યો છે. ફાઈનલમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે 209 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જીત બાદ પેટ કમિન્સે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ઓલિમ્પિકમાં પણ ખેલાડીઓ માત્ર એક જ ફાઈનલમાં રમે છે અને મેડલ જીતે છે.