WTC Final: બ્રાયન લારાએ WTC ફાઈનલ બદલવાની રોહિત શર્માની માગની ઉડાવી મજાક
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર્યા બાદ રોહિત શર્માએ ICC પર સવાલો ઉઠાવ્યા હતા, જે બાદ દિગ્ગજ ક્રિકેટરોએ આના પર પોતાન અભિપ્રાય આપ્યા છે, તો બ્રાયન લારાએ રોહિતના નિવેદન પર નિશાન સાધ્યું છે.
કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાનું સપનું તૂટી ગયું હતું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રોહિતની ટીમને ઓસ્ટ્રેલિયાના હાથે 209 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઈનલમાં બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં ઓસ્ટ્રેલિયાએ દબદબો જમાવ્યો હતો. ટાઈટલ મેચ હાર્યા બાદ ભારતીય કેપ્ટને ટીમની હાર અંગે પણ વાત કરી હતી, પરંતુ આ દરમિયાન તેણે ICC પર સવાલો પણ ઉઠાવ્યા હતા. જેના પર ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ફાઈનલ બાદ પ્રેસ કોન્ફરન્સમાં રોહિતે જૂનમાં ફાઈનલ રમાડવા પર સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ બ્રાયન લારા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બાદ તે ભારતીય કેપ્ટન પર નિશાન સાધતો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં રોહિતે કહ્યું હતું કે શા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જૂનમાં જ યોજવામાં આવે. તેણે કહ્યું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માર્ચમાં પણ યોજાઈ શકે છે. ફાઈનલ ઈંગ્લેન્ડની બહાર કોઈપણ અન્ય દેશમાં પણ રમાઈ શકે છે.
લારાએ ઉડાવી મજાક!
રોહિત શર્માના આ નિવેદન બાદ જ્યાં એક તરફ ક્રિકેટ વર્તુળમાં ચર્ચાઓ શરૂ થઈ છે તો બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ ખેલાડી બ્રાયન લારાએ તેની મજાક ઉડાવી છે. લારાએ કહ્યું કે તેને લાગે છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માર્ચમાં બાર્બાડોસમાં રમાવી જોઈએ. બે ટીમોને આ ડ્રીમ પ્લેસ પર રમવાનો અધિકાર છે. લારાએ કહ્યું કે ફાઈનલ રમો અને આઈસલેન્ડના જીવનનો આનંદ માણો.
Rohit Sharma asks: Why June? #WTCFinal
👉 https://t.co/yQY1lwMVPg pic.twitter.com/VKUVg2CnjK
— ESPNcricinfo (@ESPNcricinfo) June 12, 2023
ફાઇનલમાં ત્રણ મેચની કરી વાત
મેચની વાત કરીએ તો ફાઇનલમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે 209 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. IPL પછી ભારતીય ખેલાડીઓ સીધા ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવા ગયા, જ્યાં ખેલાડીઓ બોલિંગ અને બેટિંગમાં દરેક જગ્યાએ ફ્લોપ રહ્યા. શરમજનક હાર બાદ રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ફાઈનલમાં 3 મેચ હોવી જોઈએ. ભારતની હાર બાદ IPL પર પણ સવાલો ઉભા થયા છે. રોહિતે ICC પર સવાલ ઉઠાવતા કહ્યું કે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ IPL ફાઈનલ પછી જ શા માટે યોજવી જોઈએ. માર્ચમાં WTC ફાઈનલ કેમ ન યોજાઈ શકે.