WTC Final: અશ્વિનને ટીમમાંથી બહાર રાખવાના મુદ્દે સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાને પૂછ્યો મોટો સવાલ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા સામે કારમો પરાજય થયો હતો. ટીમની હારના અનેક કારણો હતા, જેમાં રવિચંદ્રન અશ્વિનની પ્લેઈંગ 11માં ગેરહાજરી પણ હારનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. આ મુદ્દે સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયા પર સવાલો કર્યા છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમની હારના ઘણા કારણો હતા. બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન, પ્રથમ દાવમાં સરેરાશ બોલિંગ, IPLનો થાક પણ હારનું મુખ્ય કારણ હતું. જો કે, આ હારનું એક મોટું કારણ ટીમ સિલેક્શન પણ હતું, જેના પર સતત સવાલો ઉઠી રહ્યા છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ આર અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં પસંદ કર્યો ન હતો. વિશ્વના નંબર 1 ટેસ્ટ બોલરને ટીમમાં સ્થાન ન મળવાના નિર્ણય પર અનેક દિગ્ગજોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ટીમ ઈન્ડિયાની હાર બાદ હવે સુનીલ ગાવસ્કરે અશ્વિનને બહાર રાખવાના મુદ્દે ટીમ ઈન્ડિયાને મોટો સવાલ પૂછ્યો છે.
ગાવસ્કરે અશ્વિનને લઈ પૂછ્યો સવાલ
દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાને પૂછ્યું છે કે શું તેઓએ વિશ્વના નંબર 1 બેટ્સમેનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખ્યો હોત? જો તે બેટ્સમેનનો ગ્રીન પિચો પર ખરાબ રેકોર્ડ હોત તો શું તે નંબર 1 હોવા છતાં ટીમમાંથી બહાર થયો હોત? ગાવસ્કરે મિડ ડે પર લખેલી પોતાની કોલમમાં ટીમ ઈન્ડિયા પર કટાક્ષ કર્યો હતો.
I hope Indian fans won’t abuse Sunil Gavaskar for his opinion about Virat Kohli’s dismissal.pic.twitter.com/hSLNM6IVYG
— Abu Bakar Tarar (@abubakarSays_) June 11, 2023
અશ્વિન સાથે આવો વ્યવહાર કેમ?
સુનીલ ગાવસ્કરે પોતાની કોલમમાં લખ્યું છે કે ટીમ ઈન્ડિયાએ નંબર 1 ટેસ્ટ બોલર રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ 11માંથી પડતો મૂક્યો. જ્યારે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવનમાં ચાર ડાબા હાથના બેટ્સમેન હતા. ડાબા હાથના બેટ્સમેન ટ્રેવિસ હેડે સદી ફટકારી હતી અને તે પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો હતો. જ્યારે એલેક્સ કેરીએ બીજી ઈનિંગમાં શાનદાર 66 રન બનાવ્યા હતા.
જ્યારે ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાને જલદીથી આઉટ કરવાનું હતું ત્યારે ડાબોડી બોલર મિચેલ સ્ટાર્કે બેટ્સમેન એલેક્સ કેરી સાથે 93 રનની ભાગીદારી કરી દીધી હતી. ગાવસ્કરના મતે જો અશ્વિન ટીમમાં હોત તો મેચમાં ફરક આવી શક્યો હોત.
આ પણ વાંચોઃ India vs West Indies: શા માટે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ હશે ખાસ?
“I fail to understand exclusion of R Ashwin”: Sachin Tendulkar baffled by India’s decision after WTC final defeat
Read @ANI Story | https://t.co/QVdKBWTbhS#SachinTendulkar #Ashwin #WTCFinals #INDvsAUS #WTC2023 pic.twitter.com/lbGWZVQIcF
— ANI Digital (@ani_digital) June 11, 2023
સુનીલ ગાવસ્કરે કહ્યું કે જો તમે વિશ્વના નંબર 1 બેટ્સમેનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર ન રાખી શકો તો વર્લ્ડ નંબર 1 બોલર સાથે આવું કેમ? ગાવસ્કરે લખ્યું કે અશ્વિન માત્ર બોલર નથી, તે નીચલા ક્રમમાં બેટથી પણ ઘણું યોગદાન આપે છે. અશ્વિનના નામે ટેસ્ટમાં 5 સદી છે. આ આંકડો પુષ્ટિ કરે છે કે આ ખેલાડી જાણે છે કે ટેસ્ટમાં રન કેવી રીતે બનાવવા.
ગાવસ્કરે અનુભવી બેટ્સમેનોની કરી ટીકા
સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોના શોટ સિલેક્શન પર પણ સવાલ ઉઠાવ્યા હતા. ગાવસ્કરે રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેના શોટ્સને ખૂબ જ સામાન્ય કક્ષાના ગણાવ્યા હતા. ગાવસ્કરે કહ્યું કે જે રીતે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો બીજી ઈનિંગમાં ખરાબ ક્રિકેટ રમીને મેચ હારી ગયા તેની તેમને બિલકુલ આશા નહોતી. ગાવસ્કરે બેસ્ટ ઓફ થ્રી ફાઈનલની વાત કરવા માટે કેપ્ટન રોહિત શર્માની પણ ટીકા કરી હતી. ગાવસ્કરે કહ્યું કે ટીમ ઈન્ડિયા પહેલા દિવસથી જ જાણતી હતી કે ફાઈનલ માત્ર એક જ મેચની હશે, તેથી આવી વાત કરવી ખોટી છે.