AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs West Indies: શા માટે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ હશે ખાસ?

India tour of West Indies 2023: ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 12 જુલાઈથી શરૂ થશે. આ પ્રવાસમાં 2 ટેસ્ટ, 3 ODI અને 5 T20Iની સિરીઝ રમાશે. આ પ્રવાસની બીજી ટેસ્ટ 20-24 જુલાઈ વચ્ચે રમાશે.

India vs West Indies: શા માટે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ હશે ખાસ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2023 | 2:20 PM
Share

IPL પૂર્ણ WTC ફાઈનલ પણ પુરી થઈ ચૂકી છે હવે એક મહિનાનો આરામ. પરંતુ, આ આરામ પછી જ્યારે ભારતીય ખેલાડીઓ મેદાન પર પાછા ફરશે તો સામે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ હશે. આ પ્રવાસ તેમના બીજા વ્યસ્ત કાર્યક્રમની શરૂઆત કરશે. ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 12 જુલાઈથી શરૂ થશે. આ પ્રવાસમાં 2 ટેસ્ટ, 3 ODI અને 5 T20Iની સિરીઝ રમાશે.

ભારતનો આ પ્રવાસ ખુબ મહત્વનો હશે, પરંતુ આ પ્રવાસ રમાનારી બીજી ટેસ્ટ મેચ જરા હટકે હશે, તમને જણાવી દઈએ કે, વેસ્ટઈન્ડિઝ પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ 12 થી 24 જુન સુધી રમાશે. આ વચ્ચે પ્રથમ ટેસ્ટ 12 થી 16 જુલાઈ વચ્ચે રમાશે. તો બીજી ટેસ્ટ મેચ 20થી 24 જુલાઈ સુધી રમાશે.

આ કારણે ખાસ હશે બીજી ટેસ્ટ

હવે બીજી ટેસ્ટ કેમ ખાસ હશે, તે પણ સમજી લઈએ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી આ ટેસ્ટ મેચ ત્રિનિદાદની ક્વિસ પાર્ક ઓવલ પર રમાનારી 100મી ટેસ્ટ મેચ હશે. આ જ કારણ છે કે આ ઐતિહાસિક પણ હશે અને સ્પેશિયલ હશે.

આ પણ વાંચો : WTC Final 2023: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં મળી હાર, હવે ટીમ ઈન્ડિયાની આગળ શું છે તૈયારી?

વેસ્ટ ઈન્ડિઝ ક્વીન્સ પાર્ક ખાતે 100મી ટેસ્ટની ઉજવણી કરશે

ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના સીઈઓ જોની ગ્રેવે કહ્યું કે તેઓ ખુશ છે કે ભારત સાથેની સીરીઝનું શેડ્યૂલ તૈયાર છે. આ સિરીઝની સૌથી અદભૂત ક્ષણ બીજી ટેસ્ટ મેચ હશે, જે ક્વિન્સ પાર્ક ઓવલ ખાતે રમાનારી 100મી ટેસ્ટ પણ હશે. તેમણે વચન આપ્યું હતું કે, તેઓ આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડશે નહીં.

93 વર્ષ પહેલા ક્વિન્સ પાર્ક પર રમાયેલી આ પ્રથમ ટેસ્ટ

તમને જણાવી દઈએ કે, ક્વિન્સ પાર્ક ઓવલ પર પ્રથમ ટેસ્ટ મેચ 93 વર્ષ પહેલા એટલે કે, 1930માં વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેદાન પર છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2018માં વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકામાં રમાઈ હતી એટલે કે, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ જ્યારે ક્વિન્સ પાર્ક ઓવલ પર રમવા ઉતર્યા તો આ મેદાન પર છેલ્લા 5 વર્ષમાં રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ હશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">