WTC Final : શાર્દુલ ઠાકુર બાદ મોહમ્મદ શમીએ ઓવલની પિચ પર ઉઠાવ્યા સવાલ

શાર્દુલ ઠાકુરે પહેલા ધ ઓવલની પિચ પર સવાલો ઉઠાવ્યા હતા અને હવે મોહમ્મદ શમીએ પણ કહ્યું છે કે આ પિચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે સંપૂર્ણ રીતે તૈયાર નહોતી.

WTC Final : શાર્દુલ ઠાકુર બાદ મોહમ્મદ શમીએ ઓવલની પિચ પર ઉઠાવ્યા સવાલ
Shami raised questions on the Oval pitch
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2023 | 3:17 PM

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓવલ મેદાન પર ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમી રહી છે. મેચના છેલ્લા દિવસે ટીમ ઈન્ડિયાને જીતવા વધુ 280 રનની જરૂર છે. પરંતુ આ દરમિયાન ટીમ ઈન્ડિયાના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીએ એક મોટી વાત કહી છે. શમીએ કહ્યું છે કે ઓવલની પિચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે સંપૂર્ણ રીતે તૈયાર નહોતી.

ભારતને ફાઇનલ જીતવા 444 રનનો ટાર્ગેટ

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 469 રન બનાવ્યા હતા. આ સ્કોર સામે ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 296 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ તેનો બીજો દાવ આઠ વિકેટના નુકસાને 270 રન પર ડિકલેર કર્યો હતો અને ભારતને 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ચોથા દિવસની રમત પૂરી થવા સુધી ત્રણ વિકેટ ગુમાવીને 164 રન બનાવી લીધા છે. હવે તેને અંતિમ દિવસે જીતવા માટે વધુ 280 રનની જરૂર છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
View this post on Instagram

A post shared by ICC (@icc)

‘પિચ સંપૂર્ણ રીતે તૈયાર નહોતી’

ચોથા દિવસ પછી પ્રેસ કોન્ફરન્સમાં આવેલા મોહમ્મદ શમીએ ઓવલની પિચ વિશે કહ્યું છે કે આ પિચ ફાઈનલ માટે સંપૂર્ણપણે તૈયાર નથી. શમીએ કહ્યું કે જેમ-જેમ ટેસ્ટ મેચોમાં દિવસો આગળ વધે છે તેમ-તેમ પિચ ધીમી થતી જાય છે. શમીએ કહ્યું કે પિચ જોયા બાદ તેને નથી લાગતું કે આ પિચ ફાઈનલ માટે સંપૂર્ણપણે તૈયાર છે. શમીએ કહ્યું કે આ પિચ સંપૂર્ણ રીતે તૈયાર નથી પરંતુ દરરોજ બદલાતી રહે છે.

આ પણ વાંચોઃ WTC Final 2023માં થર્ડ અમ્પાયરના નિર્ણય પર મોટો વિવાદ, કેમરુન ગ્રીને આ રીતે પકડયો ગિલનો કેચ ! જુઓ Video

View this post on Instagram

A post shared by ICC (@icc)

શાર્દુલ ઠાકુરે પણ સવાલો ઉઠાવ્યા હતા

શમી પહેલા ભારતીય ટીમના અન્ય ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે પણ આ પિચ પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે આ પિચ તૈયાર નથી. ઠાકુરે તેના છેલ્લા ઈંગ્લેન્ડ પ્રવાસ સમયની અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની પિચની સરખામણી કરી હતી. ઠાકુરે કહ્યું હતું કે પિચ તદ્દન અલગ છે. ઠાકુરે કહ્યું હતું કે છેલ્લી વખત જ્યારે તે રમ્યો હતો ત્યારે પિચ સમય સાથે સપાટ થઈ ગઈ હતી પરંતુ આ વખતે એવું નથી થઈ રહ્યું કારણ કે પિચ સંપૂર્ણ રીતે તૈયાર નથી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">