WTC FINAL : ભારતીય ટીમ પાસે ઈતિહાસ રચવાની તક, ચેમ્પિયન બનવા હજુ 280 રનની જરુર
IND vs AUS ઓસ્ટ્રેલિયાની ટીમે આપેલા 444 રનના વિશાળ સ્કોરને ચેઝ કરતા ભારતીય ટીમની ચોથા દિવસે 3 વિકેટ પડી છે. હાલમાં વિરાટ કોહલી અને રહાણે ભારતની ઈનિંગ સંભાળી રહ્યા છે. ભારતને ફાઈનલ મેચમાં જીતવા માટે 280 રનની જરુર છે.
London : ઓવલમાં રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ હાલમાં રોમાંચક મોડ પર પહોંચી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે આપેલા 444 રનના વિશાળ સ્કોરને ચેઝ કરતા ભારતીય ટીમની ચોથા દિવસે 3 વિકેટ પડી છે. હાલમાં વિરાટ કોહલી અને રહાણે ભારતની ઈનિંગ સંભાળી રહ્યા છે. ભારતને ફાઈનલ મેચમાં જીતવા માટે 280 રનની જરુર છે. ચોથા દિવસના અંતે 40 ઓવરમાં ભારતનો સ્કોર 164/3 હતો.
10 જૂનના રોજ સાંજે 6.45 કલાકે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે પોતાનો દાવ જાહેર કરી દીધો હતો. એલેક્સ કેરી 66 રને અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 173 રનની લીડ મેળવી હતી. આ સંદર્ભમાં ભારતીય ટીમને 444 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.
ભારતીય ટીમ પાસે ઈતિહાસ રચવાની તક
વર્ષ 2003માં સેન્ટ જોહનીસબર્ગમાં વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 418 રનો વિશાળ ટાર્ગેટ ચેઝ કરીને 8 વિકેટથી જીત મેળવી હતી. જો ભારતીય ક્રિકેટ ટીમ 444 રનનો ટાર્ગેટ ચેઝ કરશે તો ટેસ્ટ ઈતિહાસમાં સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કરનારી ટીમ બની જશે.
ચોથા દિવસની રમતનો ઘટનાક્રમ
- ત્રીજા દિવસની રમતના અંતે બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 123/4 હતો. લાબુશેન 41 રન અને ગ્રીન 7 રન સાથે ક્રીઝ પર હતા.
- ચોથા દિવસની શરુઆતમાં 46 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4 વિકેટના નુકશાન સાથે 124 રન હતો.
- 46.5 ઓવરમાં લાબુશેન 41 રન બનાવી આઉટ થયો હતો.
- ઉમેશ યાદવે ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાનો પ્રથમ ઝટકો આપ્યો હતો.તે સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર – 124/5 હતો.
- 62.6 ઓવરમાં ગ્રીનની વિકેટ પડી હતી.જાડેજાની ઓવરમાં ગ્રીન 25 રન પર બોલ્ડ થયો હતો.
- લંચ બ્રેક સુધી અલેક્સ કેરી અને મિચેલ સ્ટાર્કે ઓસ્ટ્રેલિયાની ઈનિંગ સંભાળી હતી.
- પ્રથમ સેશનના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર – 201/6 હતો. અને લીડ 374 રનની હતી.
- અલેક્સ કેરી એ 82 બોલમાં ભારતીય ટીમ સામે પહેલીવાર ફિફટી ફટકારી હતી.
- ઓસ્ટ્રેલિયાની આઠમી વિકેટ 270 રનના સ્કોર પર પડી હતી. કેપ્ટન પેટ કમિન્સ પાંચ બોલમાં પાંચ રન બનાવીને આઉટ થઈ ગયો છે.
- ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને જીતવા માટે 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ફાઈનલ મેચના ચોથા દિવસની રોમાંચક ક્ષણો
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
બંને ટીમોના પ્લેઇંગ-11 ખેલાડીઓ
ઓસ્ટ્રેલિયા ટીમ: પેટ કમિન્સ (કેપ્ટન) , ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી , નાથન લિયોન, મિશેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ.
ભારતીય ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત , રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ.