WTC Final: ચેતેશ્વર પુજારાથી ઓસ્ટ્રેલિયાને સતાવી રહ્યો છે ડર! ઈંગ્લેંડની ધરતી પર ફાઈનલ પહેલા પ્રભાવિત કરી ચૂક્યો છે

Cheteshwar Pujara vs Australia: ચેતેશ્વર પુજારા ભારતમાં IPL 2023 રમાઈ રહી હતી એ દરમિયાન તે ઈંગ્લેંડમાં કાઉન્ટી ક્રિકેટમાં રમી રહ્યો હતો. આ દરમિયાન તેનુ પ્રદર્શન શાનદાર રહ્યુ હતુ, હવે ઓસ્ટ્રેલિયાને પુજારાના કાઉન્ટી ક્રિકેટના ફોર્મની ચિંતા સતાવવા લાગી છે.

WTC Final: ચેતેશ્વર પુજારાથી ઓસ્ટ્રેલિયાને સતાવી રહ્યો છે ડર! ઈંગ્લેંડની ધરતી પર ફાઈનલ પહેલા પ્રભાવિત કરી ચૂક્યો છે
Cheteshwar Pujara County Cricket Sussex record
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 9:53 AM

લંડનના ધ ઓવલમાં 7 જૂનથી ટેસ્ટ ચેમ્પિયનશિપ માટેની ટક્કર થનારી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ થવા જઈ રહી છે. ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ ફોર્મમાં છે. વિરાટ કોહલી અને શુભમન ગિલ IPL 2023 ના અંતિમ તબક્કામાં ધમાલ મચાવી ચૂક્યા છે. આ ઉપરાંત IPL સિઝન દરમિયાન ઈંગ્લેન્ડમાં ક્રિકેટ રમી રહેલ ચેતેશ્વર પુજારાથી પણ ઓસ્ટ્રેલિયાને ચિંતા સતાવી રહી છે. ચિંતાનુ પણ ખાસ કારણ છે. પુજારા પહેલાથી જ ઈંગ્લેન્ડમાં હોઈ વાતાવરણથી સેટછે અને ઉપરથી કાઉન્ટી ક્રિકેટમં તેનુ પ્રદર્શન જબરદસ્ત રહ્યુ છે.

ચેતેશ્વર પુજારા ભારત માટે ઓસ્ટ્રેલિયા સામે ઓવલમાં મહત્વનુ હથીયાર સાબિત થઈ શકે એમ છે. પુજારા એ ખેલાડીઓમાંથી એક છે, જે આંતરરાષ્ટ્રિય ટેસ્ટ ક્રિકેટમાં પોતાની રમત વડે પ્રભાવિત કરી રહ્યા છે. પુજારા ભારત માટે ફાઈનલમાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. આ માટે તેનુ કાઉન્ટી ક્રિકેટ દરમિયાનનુ ફોર્મ છે.

કાઉન્ટી ક્રિકેટમાં પ્રદર્શન

ભારતીય ટેસ્ટ ટીમનો મહત્વનો બેટર ચેતેશ્વર પુજારા બે મહિના કરતા વધારે સમયથી ઈંગ્લેન્ડમાં છે. જે અહીં કાઉન્ટી ક્રિકેટમાં સસેક્ટ ક્લબ માટે રમી રહ્યો છે. સસેક્સ ટીમ માટે તેણે શાનદાર પ્રદર્શન કર્યુ છે. કાઉન્ટી ક્રિકેટમાં પોતાની ટીમનુ સુકાન સંભાળતા ચેતેશ્વર પુજારા પોતાના અંદાજ મુજબની રમત રમતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે 8 ઈનીંગ રમીને 841 બોલનો સામનો કર્યો હતો. 8 ઈનીંગમાં પુજારાએ સસેક્સ માટે 545 રન નોંધાવ્યા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ પહેલા જ ભારતીય ટેસ્ટ સ્ટાર ખેલાડીએ નોંધાવેલા 545 રન ઓસ્ટ્રેલિયા માટે ચિંતાનુ કારણ છે. પુજારાનુ લાંબા સમય પર ક્રિઝ પર રહેવુ તે આ રન બોલના આંકડા બતાવે છે. આમ પણ પુજારાને દિવાલના રુપમાં જોવામાં આવે છે અને ઈંગ્લેંડમાં તેની આ રમતનુ પ્રદર્શન ઓસ્ટ્રેલિયાન જ નહીં કોઈ પણ ટીમને માટે ચિંતાનુ કારણ બની શકે એમ છે. ભારતીય ટીમ માટે પુજારાનુ આ પ્રદર્શન સારા સંકેતો સમાન છે.

ઓસ્ટ્રેલિયા સામે પ્રદર્શન

અનુભવી ભારતીય બેટર ત્રીજા ક્રમે ટેસ્ટ મેચમાં બેટિંગ કરવા માટે ઉતરતો હોય છે. ચેતેશ્વર પુજારાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા સામે સારો છે. ભારતીય અનુભવી બેટર પુજારાએ ઓસ્ટ્રેલિયા સામે 24 ટેસ્ટ મેચની 43 ઈનીંગ રમી છે. આ દરમિયાન પુજારાએ ઓસ્ટ્રેલિયા સામે 2033 રન નોંધાવ્યા છે. પુજારાની સરેરાશ ઓસ્ટ્રેલિયા સામે 50.82 ની રહી છે. પુજારાએ ઓસ્ટ્રેલિયા સામે 5 સદી નોંધાવી છે.

આ પણ વાંચોઃ IND vs AUS: જેની ખૂબ ચર્ચા ચાલી રહી છે તે Duke Ball ની શુ છે ખાસિયત, જે બોલ ઓસ્ટ્રેલિયાનો કરી શકે છે ખેલ ખતમ!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">