IND vs SL : રિદ્ધિમાન સાહાની કારકિર્દી ‘ખતમ’, શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાં નહીં મળે જગ્યા, હવે આ ખેલાડીને મળશે તક

ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) ને તક નહીં મળે, ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટે તેને આ અંગે જાણ કરી છે-રિપોર્ટ્સ

IND vs SL : રિદ્ધિમાન સાહાની કારકિર્દી 'ખતમ', શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાં નહીં મળે જગ્યા, હવે આ ખેલાડીને મળશે તક
Wriddhiman Saha ના સ્થાને કેએસ ભરતને સ્થાન મળી શકે છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 10:45 AM

વિશ્વના સર્વશ્રેષ્ઠ વિકેટકીપરોમાંના એક રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) હવે ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા નહીં મળે. સમાચાર અનુસાર, રિદ્ધિમાન સાહાની ટેસ્ટ કારકિર્દીનો અંત આવી ગયો છે. ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટે આ ખેલાડીને કહ્યું છે કે તે હવે તેની ભવિષ્યની યોજનાઓમાં સામેલ નથી. અહેવાલો અનુસાર, શ્રીલંકા (India Vs Sri Lanka) સામે મોહાલીમાં 4 માર્ચથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી માટે તેની પસંદગી કરવામાં આવશે નહીં. ઋષભ પંત (Rishabh Pant) ટીમ મેનેજમેન્ટનો ફેવરિટ વિકેટ-કીપર છે અને આંધ્ર પ્રદેશનો કેએસ ભરત બેકઅપ વિકેટકીપર તરીકે ટીમમાં જોડાશે, જેણે ન્યૂઝીલેન્ડ સામે કાનપુર ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

BCCIના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “ટીમ મેનેજમેન્ટના પ્રભાવશાળી લોકોએ રિદ્ધિમાનને સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ આગળ વધવા માંગે છે અને ઋષભ પંત સાથે થોડો નવો બેક-અપ (વિકલ્પ) તૈયાર કરવા માંગે છે. તેમણે કહ્યું. ‘રિદ્ધિમાનને સમજાવવામાં આવ્યું હતું કે તેને શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદ કરવામાં આવશે નહીં કારણ કે હવે સમય આવી ગયો છે જ્યારે કેએસ ભરતને સિનિયર ટીમ સાથે અનુભવ મેળવવાની તક મળે છે.

સાહા રણજી ટ્રોફી પણ નહીં રમે

એ પણ જણાવી દઈએ કે રિદ્ધિમાન સાહા રણજી ટ્રોફીમાં પણ નહીં રમે. BCCI સૂત્રોના જણાવ્યા અનુસાર, “કદાચ આ જ કારણ છે કે, રિદ્ધિમાને ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળ (CAB)ના પ્રમુખ અભિષેક દાલમિયા અને જોઈન્ટ સેક્રેટરી સ્નેહાશિષ ગાંગુલીને જાણ કરી છે કે તે ‘અંગત કારણોસર’ આ સિઝનમાં રણજી ટ્રોફી નહીં રમે.”

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સુત્રોએ બતાવ્યુ આ જ કારણ છે કે પસંદગીકારો (CAB)એ તેને પસંદ કર્યો નથી. તે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો. સાહાએ ભારત માટે 40 ટેસ્ટમાં ત્રણ સદીની મદદથી 1353 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 30 થી ઓછી રહી છે. જોકે, તેણે વિકેટ પાછળ 104 વિકેટ લીધી છે, જેમાં 92 કેચ અને 12 સ્ટમ્પિંગ સામેલ છે.

ઈશાંત શર્મા પર પણ ખતરો

રિદ્ધિમાન સાહાની જેમ અન્ય સિનિયર ખેલાડી ઈશાંત શર્માનું સ્થાન પણ જોખમમાં હોવાનું કહેવાય છે. ઇશાંત શર્માને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ તેને એક પણ મેચ ખવડાવવામાં આવ્યો ન હતો. મોહમ્મદ સિરાજ હવે ત્રીજા ફાસ્ટ બોલરની ભૂમિકામાં છે. આ સાથે જ ઉમેશ યાદવ ચોથો ઝડપી બોલર બની ગયો છે. બીજી તરફ ઈશાંત શર્માની ફિટનેસ પણ પહેલા જેવી નથી. તેથી શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં તેને તક મળે છે કે નહીં તે પણ જોવાનું રહેશે.

આ પણ વાંચોઃ WWE: આ 4 સુપર સ્ટાર રેસલર એક્ટીંગમાં પણ મચાવે છે ધમાલ, આ વર્ષે આવશે તેમની આ ફિલ્મો

આ પણ વાંચોઃ IPL 2022 Auction: દિગ્ગજો થી લઇ નવા સ્ટાર ખેલાડીઓ સુધી જાણો ક્યા ક્યા ખેલાડીઓ પર લાગશે બોલી, જુઓ 590 ક્રિકેટરોના નામની યાદી

g clip-path="url(#clip0_868_265)">