WWE: આ 4 સુપર સ્ટાર રેસલર એક્ટીંગમાં પણ મચાવે છે ધમાલ, આ વર્ષે આવશે તેમની આ ફિલ્મો
WWE ના એવા સુપર સ્ટાર રેસલરો છે, જે સાચે સાચ જ રેસલીંગ રીંગમાં ઉતરી ફાઇટ કરે છે, સાથે જ તેઓ ફિલ્મી પડદે સુપરહિટ એક્ટીંગ પણ કરે છે.
અઢી દાયકા પહેલા બોલીવુડમાં અક્ષય કુમાર (Akshay Kumar) ની એક એક્શન ફિલ્મ ‘ખિલાડીઓ કા ખિલાડી’ સુપર હિટ રહી હતી. આ ફિલ્મનુ મુખ્ય આકર્ષણનુ કેન્દ્ર અક્ષય કુમાર અને WWE ખેલાડી અંડરટેકર (The Undertaker) વચ્ચેની ફાઇટ હતી. આ ફાઇટ સીન જબરદસ્ત રહ્યો હતો અને દર્શકોને પણ ખૂબ પસંદ પડ્યો હતો. જોકે અક્ષય તો એક પ્રોફેશનલ એક્ટર છે અને તે અભિનય કરવો તેના માટે ડાબા હાથનો ખેલ છે. પરંતુ WWE ના એવા સુપર સ્ટાર રેસલરો છે, જે સાચે સાચ જ રેસલીંગ રીંગમાં ઉતરી ફાઇટ કરે છે, સાથે જ તેઓ ફિલ્મી પડદે સુપરહિટ એક્ટીંગ પણ કરે છે.
આમ પણ સામાન્ય રીતે કોઇ પણ રેસલરની રિગમાં તો સ્કિલ સારી હોવા ઉપરાંત તેના પ્રોમો અને તે માટેની એક્ટીંગની સામાન્ય કળા પણ હોવી જરુરી છે. પરંતુ કેટલાક રેસલરો તો પ્રોફેશનલ એક્ટર તરીકે પણ ફિલ્મી પડદે જોવા મળે છે. આ વર્ષે પણ આવા જ કેટલાક રેસલીંગ ખેલાડીઓની ફિલ્મ દર્શકોને મજા પાડી દેશે. આવા રેસલરોએ ફિલ્મી દુનિયામાં પોતાની અલગ જ ઓળખ ઉભી કરી છે. આવા જ રેસલરોની કેટલીક ફિલ્મો આ વર્ષ 2022માં રિલીઝ થનારી છે.
આવા જ 4 WWE સુપર સ્ટાર્સ અને તેમની મોટી ફીલ્મો પર એક નજર કરીએ.
- જોન સિનાઃ આ એક એવો ખેલાડી છે કે જે પાછળના કેટલાક વર્ષોની રેસલરના રુપમાં WWE રીંગમાં જોવા મળ્યો છે. તે પોતાની ફિલ્મી કરીયરમાં ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ સિરીઝ, ટ્રેનરેક, ધ રિયૂનિયન અને ટ્રાન્સફોર્મર ફ્રેન્ચાઇઝીની બમ્બલી જેવી બ્લોકબસ્ટ મૂવીઝમાં એક્ટીંગ કરી ચુક્યો છે. 16 વખતના વિશ્વ ચેમ્પિયન હાલમાં સ્નાફુ, એર્ગલી અને પોલીટીકલ થ્રીલર ફિલ્મ ‘ધ ઇન્ડિપેન્ડેન્ટ’ જેવી ફિલ્મો પર કામ કરી ર્યો છે. આ ઉપરાંત ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ સિરીઝના આગળના હિસ્સા માટે પણ કામ કરી રહ્યો છે. જોકે આ વર્ષે તેની Snafu, The Independent, Arglly ની રાહ જોવાઇ રહી છે. ગત ઓગષ્ટમાં તેની કોમેડી ફિલ્મ વેકેશન ફ્રેન્ડઝ રિલીઝ થઇ હતી. જ્યારે તેની અંતિમ ફાઇટ સમર સ્લેમ 2021માં રહી હતી. જે રોમન રેંસ સામે રહી હતી. જે તે જીતી શક્યો નહોતો.
- ધ રોકઃ તે ફિલ્મી દુનિયામાં પોતાનો સિક્કો જમાવવા માટે વર્ષ 2004 થી રેસલીંગની દુનિયાથી દુર થઇ ગયો હતો. જોકે ત્યાર બાદ તેણે ફિલ્મી દુનિયામાં પોતાના પગ જમાવી દેવા માટે આકરી મહેનત શરુ કરી હતી. અને જેના ફળ સ્વરુપે તે હવે સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓની યાદીમાં સમાવેશ થઇ શક્યો છે. રોક ના અભિનયની વાત કરવામાં આવે તો, ધ મમી રિટર્નસ, ફાસ્ટ અને ફ્યૂરિયસ અને જુમાનજી જેવી બ્લોક બ્લસ્ટર ફીલ્મોમાં કામ કરી ચુક્યો છે. આ વર્ષે તેની 3ડી એનીમેશન ફિલ્મ DC League Pets રિલીઝ થનારી છે. જેમાં ધ રોક એ ક્રિપ્ટો ધ સુપર ડોગને પોતાનો અવાજ આપ્યો છે. આ વર્ષે તેની બ્લેક એડમ ટાઇટલ ધરાવતી ફીલ્મ આવનારી છે.
- બતિસ્તાઃ આ દિગ્ગજ ગણાતા રેસલરનુ ફોક્સ હવે ફિલ્મો તરફ છે. તે હવે પોતાનુ કરિયર આ દિશામાં જ ડેવલોપ કરી રહ્યો છે. તે ફિલ્મ અને સિરીઝમાં કામ કરી ચુક્યો છે. જેના વડે તે પોતાની ઓળખ અભિનયની દુનિયામાં ઉભી કરી છે. તે આ વર્ષે Knives Out 2 અને Thor: Love and Thunder માં જોવા મળી શકે છે.
- ટાઇટ્સ ઓ’નિલઃ હાલમાં તે WWE ટીવી પર ખાસ નજર નથી આવતો પણ તેની આ ફિલ્મો જરુર આ વર્ષે ધમાલ મચાવી શકે છે. આ વર્ષે તેની ‘ધ વોલ્ક-વન્સ’ ફીલ્મ રિલીઝ થવા જઇ રહી છે. જેમાં તેની સાથે અન્ય પ્રો રેસલર્સ પણ નજર આવનારા છે. જેમાં સ્ટોન કોલ્ડ સ્ટીવ ઓસ્ટિન અને ક્રિસ જેરિકો પણ તેની સાથે જોવા મળી શકે છે. આ ઉપરાંત પણ તેની ‘વેલ્ધી એન્ડ વાઇઝ’ અને ‘માસ્ટર ઓફ ડ્રીમ્સ’ ફીલ્મ પણ જોવા મળનારી છે. તે ટીવીની મીની સિરીઝમાં પણ અભિનય કરતો જોવા મળી શકે છે.