રિદ્ધિમાન સાહાએ ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ કર્યો ખુલાસો, કહ્યું- રાહુલ દ્રવિડે નિવૃતી લેવા માટે કહ્યું

રિદ્ધિમાન સાહાને શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી નહીં. ત્યાર બાદ વિકેટકીપર બેટ્સમેન ટીમ મેનેજમેન્ટ પર ખુલીને બોલ્યો.

રિદ્ધિમાન સાહાએ ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ કર્યો ખુલાસો, કહ્યું- રાહુલ દ્રવિડે નિવૃતી લેવા માટે કહ્યું
Wriddhiman Shah (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 6:39 AM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) ને શ્રીલંકા સામેની માર્ચમાં રમાનાર બે મેચની ટેસ્ટ સીરિઝમાં પસંદ કરવામાં આવ્યો નહીં. બીસીસીઆઈના સીનિયર પસંદગીકર્તાએ શનિવારે ટીમની જાહેરાત કરી હતી. જેમાં રિદ્ધિમાન સાહાનું નામ આવ્યું નથી. સાહાની ટીમમાં પસંદગી ન થતાં તેણે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) ની નેતૃત્વવાળી ટીમ મેનેજમેન્ટે તેને નિવૃતી વિશે વિચાર કરવાનું કહ્યું હતું. કારણ કે તેની ટીમમાં પસંદગીને લઇને તેના નામનો વિચાર કરવામાં નહીં આવે.

સમાચાર એજન્સી પીટીઆઈએ 8 ફેબ્રુઆરીએ આ  બાબતની જાણકારી આપી હતી કે સાહાએ રણજી ટ્રોફીમાંથી પણ એટલા માટે નામ પરત લઇ લીધું હતું કારણ કે તેને કહેવામાં આવ્યું હતું કે હવે તેની પસંદગી ટીમ ઇન્ડિયા માટે નહીં થાય. રિદ્ધિમાન સાહાએ શનિવારે પત્રકારોને કહ્યું કે, “ટીમ મેનેજમેન્ટે મને કહ્યું હતું કે મારા નામ પર હવે વિચાર નહીં કરવામાં આવે.”

કોચ રાહુલ દ્રવિડે કહી આ વાત

રિદ્ધિમાન સાહાએ કહ્યું કે ટીમ ઇન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે તેને નિવૃતી લેવા માટેની સલાહ આપી છે. સાહાએ કોચ રાહુલ દ્રવિડની સાથે થયેલ વાતોને લઇને ખુલાસો કર્યો છે. સાહાએ કહ્યું કે, “કોચ રાહુલ દ્રવિડે મને કહ્યું કે મારે (સાહા) નિવૃતી લઇ લેવી જોઇએ.”

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

સૌરવ ગાંગુલી પર પણ નિશાન તાક્યું

સાહાએ ભારતના પુર્વ સુકાની અને બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી પર નિશાન સાધ્યું હતું. સાહાએ કહ્યું કે ગાંગુલીએ તેને આશ્વાસન આપ્યું હતું કે તેને ટીમ ઇન્ડિયામાં પોતાની જગ્યા બનાવવાને લઇને ચિંતા ન કરવી જોઇએ. સાહાએ કહ્યું, “જ્યારે મે કાનપુરમાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલ ટેસ્ટ મેચમાં દુખાવાની દવા લઇને અણનમ 61 રન બનાવ્યા હતા ત્યારે દાદાએ મને વ્હોટ્સપ પર શુભેચ્છા પાઠવી હતી.”

તેણે વધુમાં કહેતા જણાવ્યું કે, “તેમણે કહ્યું હતું કે જ્યા સુધી બીસીસીઆઈ અધ્યક્ષ છું મારે કોઇ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. બોર્ડ અધ્યક્ષથી આ પ્રકારની વાત સાંભળીને મારો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો હતો. પણ હું એ વાતને સમજી નથી શકતો કે આટલી જલ્દી બધુ કઇ રીતે બદલાઇ ગયું.”

આ પણ વાંચોPSL : ઇંગ્લેન્ડ માટે માત્ર 1 મેચ રમ્યો, હવે પાકિસ્તામાં મચાવી રહ્યો છે તોફાન, 208ની સ્ટ્રાઇક રેટથી ફટકારી સદી

આ પણ વાંચો : IND vs SL: ટીમ ઇન્ડિયામાં પસંદગીકારોએ કરી દીધા મોટા ફેરફાર, કોણ આવ્યુ કોણ ગયુ જાણો મોટી વાતો

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">