Wriddhiman Saha બંગાળ તરફથી રમવા માટે તૈયાર નથી, CAB પ્રમુખ પણ મનાવવામાં નિષ્ફળ રહ્યા

IPL 2022 : રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) હાલ IPLમાં ગુજરાત ટાઇટન્સ (GT) ટીમ તરફથી રમી રહ્યો છે. આ ટીમ ફાઇનલમાં પહોંચી છે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયામાં સાહાની પસંદગી કરવામાં આવી ન હતી.

Wriddhiman Saha બંગાળ તરફથી રમવા માટે તૈયાર નથી, CAB પ્રમુખ પણ મનાવવામાં નિષ્ફળ રહ્યા
Wriddhiman Saha (PC: IPLt20.com)
TV9 GUJARATI

| Edited By: Adhirajsinh jadeja

May 27, 2022 | 2:52 PM

ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) એ પોતાનું મન બનાવી લીધું છે કે તે બંગાળ ક્રિકેટ (Bengal Ranji Team) ટીમ માટે નહીં રમે. રણજી ટ્રોફીની નોકઆઉટ મેચો ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) સીઝન પછી તરત જ યોજાવાની છે. પરંતુ રિદ્ધિમાન સાહા તેમાં પણ નહીં રમે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ના પ્રમુખ અભિષેક દાલમિયાએ રિદ્ધિમાન સાહાને રણજી નોકઆઉટ મેચમાં રમવા માટે દરેક રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે તેમાં સફળ થઈ શક્યા નહીં. એક CAB અધિકારીએ પણ તેના બાળપણના કોચ જયંત ભૌમિક દ્વારા સાહાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં પણ તે નિષ્ફળ રહ્યા હતા.

રિદ્ધિમાન સાહાએ બંગાળ ટીમનું વ્હોટ્સ ગ્રુપ પણ છોડી દીધું

37 વર્ષીય સાહાએ બુધવારે રાત્રે બંગાળ ટીમનું સત્તાવાર વોટ્સએપ ગ્રુપ પણ છોડી દીધું હતું. જો સૂત્રોનું માનીએ તો જ્યારે આ વર્ષની શરૂઆતમાં રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) ઘણા વિવાદોથી ઝઝૂમી રહ્યા હતા. ત્યારે એક CAB અધિકારી (Devvrat Das) એ પ્રેસ સામે નિવેદન આપ્યું હતું. અધિકારીએ રિદ્ધિમાન સાહાની પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠાવ્યા હતા. આનાથી સાહાને ઘણું દુઃખ થયું છે. આ જ કારણ છે કે તે હવે બંગાળની ટીમ માટે રમવા માંગતો નથી. સાહા આ અધિકારીની જાહેરમાં માફી માંગવા માંગે છે.

રિદ્ધિમાન સાહાએ અભિષેકને કહ્યું કે ટીમ માટે નહીં રમે

અભિષેકે કહ્યું, ‘બંગાળ બોર્ડ ઈચ્છે છે કે રિદ્ધિમાન સાહા ટીમ માટે રમે. ખાસ કરીને જ્યારે બંગાળની ટીમ રણજી નોકઆઉટ મેચોમાં ટાઈટલ માટે મોટી ટીમો સામે ટકરાશે. મેં રિદ્ધિમાન સાહાને પણ આ જ કહ્યું હતું. તેમને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા પણ કહેવામાં આવ્યું હતું. જો કે સાહાએ હવે અમારી સાથે વાત કરી છે અને કહ્યું છે કે તે રણજી નોકઆઉટ મેચોમાં પણ ટીમ માટે નહીં રમે.

સાહા જ્યારે પણ NoC માંગશે, ત્યારે તેને મળી જશે

CAB ના એક અધિકારીએ તાજેતરમાં જ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, ‘મેં પણ રિદ્ધિમાન સાહાને મનાવવા માટે મારા ભાગનો પ્રયાસ કર્યો હતો. તેણે તેના બાળપણના કોચ જયંત ભૌમિક દ્વારા સાહાને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ તે સફળ થઈ શક્યા નહીં. તેણે બંગાળની ટીમ છોડવાનું મન બનાવી લીધું છે. જેથી જ્યારે પણ સાહા NoC માંગશે બંગાળ ક્રિકેટ બોર્ડ તેને આપી દેશે. અમારી વચ્ચે ઘણી બધી વાતો ચાલી રહી હતી. પરંતુ હવે જ્યારે એ સ્પષ્ટ થઈ ગયું છે કે સાહા નહીં રમે તો અમે અમારી તરફથી નોકઆઉટ મેચોની તૈયારી કરીશું.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati