Wriddhiman Saha Text Case: દોષી જાહેર થયો પત્રકાર બોરિયા મઝુમદાર, હવે 2 વર્ષ સુધી ન તો સ્ટેડિયમમાં પ્રવેશી શકશે કે ન ઇન્ટરવ્યુ લઈ શકશે

Wriddhiman Saha Text Case: બોરિયા મજુમદારે (Boria Majumdar) BCCI પાસેથી ન્યાયી સુનાવણીની માંગ કરી હતી. BCCI એ આ કેસમાં ત્રણ લોકોની કમિટીની રચના કરી હતી.

Wriddhiman Saha Text Case: દોષી જાહેર થયો પત્રકાર બોરિયા મઝુમદાર, હવે 2 વર્ષ સુધી ન તો સ્ટેડિયમમાં પ્રવેશી શકશે કે ન ઇન્ટરવ્યુ લઈ શકશે
Wriddhiman Saha and Boria Majumdar (PC: TV9)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 6:33 PM

Wriddhiman Saha Text Case: ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) ને ધમકાવવાના કેસમાં પત્રકાર બોરિયા મઝુમદાર (Boria Majumdar) ને દોષી ઠેરવવામાં આવ્યા છે. બીસીસીઆઈએ તેને 2 વર્ષ માટે બ્લેક લિસ્ટમાં રાખ્યો છે. એટલે કે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ મજુમદાર પર ક્રિકેટ સંબંધિત પ્રવૃત્તિઓમાં 2 વર્ષનો પ્રતિબંધ રહેશે. હવે તે દેશના કોઈપણ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રવેશી શકશે નહીં અને ન તો કોઈ ખેલાડીઓનું ઈન્ટરવ્યુ લઈ શકશે.

દેશના અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે BCCI એ રિદ્ધિમાન સાહા અને બોરિયા મજુમદાર વિવાદની તપાસ માટે 3 સભ્યોની સમિતિની રચના કરી હતી. તેમાં રાજીવ શુક્લા, અરુણ સિંહ ધૂમલ અને પ્રભતેજ સિંહ ભાટિયા સામેલ હતા. આ સમિતિએ હવે તેના તપાસ અહેવાલમાં મજુમદારને દોષિત જાહેર કર્યા છે.

શું છે સમગ્ર મામલો..?

સાઉથ આફ્રિકા ટેસ્ટ સિરીઝ બાદથી એવા અહેવાલો સામે આવી રહ્યા હતા કે ટીમ મેનેજમેન્ટે ટીમ ઇન્ડિયામાં રિદ્ધિમાન સાહાને વધુ તક ન આપવાનું મન બનાવી લીધું છે. આ પછી સાહાએ રણજી ટીમમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. એક પત્રકાર આ મુદ્દે તેમનો ઈન્ટરવ્યુ લેવા ઈચ્છતો હતો. પત્રકારે તેને મેસેજ પણ કર્યો અને કોલ પણ કર્યો પરંતુ સાહાએ તેનો જવાબ ન આપ્યો. આ પછી પત્રકારે સાહાને વોટ્સએપ પર જ ધમકી આપી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પત્રકારે શું ધમકી આપી..?

જ્યારે સાહા તરફથી કોઈ જવાબ ન આવ્યો તો પત્રકારે તેને મેસેજ કર્યો અને લખ્યું, ‘તમે ફોન કર્યો નથી. હું ફરી ક્યારેય તારો ઇન્ટરવ્યુ નહીં લઈશ. હું આવું અપમાન સહન કરી શકતો નથી અને હું તને યાદ રાખીશ. તમારે આવું કરવું ન જોઇએ.’

રિદ્ધિમાન સહાએ તેના પર શું કહ્યું હતું

આ ધમકીનો સ્ક્રીનશોટ શેર કરતા રિદ્ધિમાને લખ્યું, ‘ભારતીય ક્રિકેટમાં મારા આટલા યોગદાન પછી હવે હું એક કહેવાતા પત્રકાર તરફથી આ બાબતોનો સામનો કરી રહ્યો છું. પત્રકારત્વ હવે આ દિશામાં જઈ રહ્યું છે. રિદ્ધિમાનના આ ટ્વીટ બાદ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો અને ઘણા પૂર્વ ખેલાડીઓએ ધમકી આપનાર પત્રકારનું નામ સાર્વજનિક કર્યું હતું અને BCCI પાસે તેના પર કાર્યવાહી કરવાની માગ કરી હતી.

રિદ્ધિમાન સહાએ BCCI કમિટીને આ પત્રકારનું નામ જણાવ્યું હતું

રિદ્ધિમાન સહાને મળેલી આ ધમકીના મામલે BCCI એ 3 સભ્યોની કમિટી બનાવી હતી. જેની તપાસ દરમિયાન રિદ્ધિમાન સહાએ ધમકી આપનાર પત્રકારનું નામ કમિટીને જણાવ્યું હતું. થોડા દિવસો પછી મજુમદાર પોતે બહાર આવ્યા અને આ રહસ્ય પરથી પડદો ઊંચક્યો. બોરિયા મજમુદારે કહ્યું હતું કે, ‘એક વાર્તાની હંમેશા 2 બાજુ હોય છે. રિદ્ધિમાન સાહાએ મેં તેની સાથે કરેલી વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ સાથે છેડછાડ કરી હતી. તેનાથી મારી ઈમેજ અને વિશ્વસનીયતાને ઘણું નુકસાન થયું છે. મેં BCCI પાસેથી ન્યાયી સુનાવણીની માગ કરી છે. મારા વકીલ રિદ્ધિમાન સાહા સામે માનહાનિનો દાવો કરી રહ્યા છે. સત્ય બહાર આવવા દો.

આ પણ વાંચો : IPL 2022: સતત 7 હાર બાદ ઝહીર ખાને મુંબઈ ઈન્ડિયન્સ વિશે આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો : IPL 2022: વિરાટ કોહલી અને રોહિત શર્માના કંગાળ પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાની વધી ચિંતા, સિઝનમાં રન માટે તરસી રહ્યા છે બંને સ્ટાર

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">