WPL Auction: 409 ખેલાડીઓ પર લાગશે બોલી, આ તારીખે મુંબઈમાં યોજાશે પ્રથમ હરાજી, વાંચો તમામ ખેલાડીઓના નામ
BCCIએ જણાવ્યું કે ટૂર્નામેન્ટ માટે કુલ 1525 ખેલાડીઓએ પોતાનાનું નામ રજિસ્ટર કરાવ્યું હતું, તેમાંથી એક ફાઈનલ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું. જેમાં 409 ખેલાડીઓને જગ્યા મળી. તેમાંથી 246 ખેલાડી ભારતના જ છે, જ્યારે 163 વિદેશી ખેલાડી હરાજીમાં ઉતરશે.

વુમન પ્રીમિયર લીગ (WPL) માટે મંચ તૈયાર થઈ ચૂક્યુ છે, કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ખેલાડીઓની હરાજીની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ઘણા દિવસની અટકળો બાદ BCCIએ મંગળવારે એટલે કે 7 ફેબ્રુઆરીએ WPLની પ્રથમ ‘ખેલાડી ઓક્શન’ની જાણકારી ફેન્સની સાથે શેયર કરી, જેમાં ના માત્ર હરાજીની તારખી અને સમય વિશે જણાવવામાં આવ્યું પણ કેટલા ખેલાડીઓ પર બોલી લાગશે તે પણ જણાવવામાં આવ્યું. BCCIએ જણાવ્યું કે પ્રથમ ઓક્શનમાં કુલ 409 ખેલાડીઓના ભાગ્યનો નિર્ણય થશે, જેમાંથી 90ની પસંદગી થઈ શકે છે.
BCCIએ ગયા મહિને જ WPLની 5 ફ્રેન્ચાઈઝીઓની હરાજીની જાહેરાત કરી હતી. જેમાં અમદાવાદ, મુંબઈ, બેંગ્લુરૂ, દિલ્હી અને લખનૌની ફ્રેન્ચાઈઝી મળી હતી. તેમાંથી મુંબઈ, બેંગ્લુરૂ અને દિલ્હીની ફ્રેન્ચાઈઝી આ શહેરની IPLવાળી ફ્રેન્ચાઈઝીઓને જ મળી હતી, જ્યારે અમદાવાદને અદાણી સ્પોર્ટસલાઈન અને લખનૌને કેપરી ગ્લોબલે ખરીદી હતી. ત્યારબાદથી જ હરાજી માટે લોકો રાહ જોઈ રહ્યા હતા.
🚨 NEWS 🚨: Women’s Premier League 2023 Player Auction list announced. #WPLAuction
All The Details 🔽 https://t.co/dHfgKymMPN
— Women’s Premier League (WPL) (@wplt20) February 7, 2023
દોઢ હજાર રજિસ્ટ્રેશન
IPLની જેમ મહિલા IPLની માંગ લાંબા સમયથી થઈ રહી હતી. માત્ર ફેન્સ જ નહીં પણ ભારત સહિત વિશ્વની મોટી મહિલા ક્રિકેટર પણ તેના માટે અવાજ ઉઠાવી રહી હતી અને હવે આ ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે તો તેના માટે ક્રિકેટરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. તેનો અંદાજો ખેલાડીઓના રજિસ્ટ્રેશનથી લગાવી શકાય છે.
BCCIએ જણાવ્યું કે ટૂર્નામેન્ટ માટે કુલ 1525 ખેલાડીઓએ પોતાનાનું નામ રજિસ્ટર કરાવ્યું હતું, તેમાંથી એક ફાઈનલ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું. જેમાં 409 ખેલાડીઓને જગ્યા મળી. તેમાંથી 246 ખેલાડી ભારતના જ છે, જ્યારે 163 વિદેશી ખેલાડી હરાજીમાં ઉતરશે. વિદેશી ખેલાડીઓમાંથી 8 એસોસિએટ દેશમાંથી પણ છે. કુલ મળીને 202 ખેલાડી કેપ્ડ છે, જ્યારે 199 અનકેપ્ડ ખેલાડી છે.
આ પણ વાંચો: અદાણી પર સેહવાગની વાતે ચાહકોના દિલ જીત્યા, ચાહકોએ કહ્યું તમે આગામી નાણામંત્રી છો!
માત્ર 90 ખેલાડીઓની જગ્યા
આ 409 ખેલાડીઓ પર જ 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાનારી હરાજીમાં બોલી લાગશે. BCCIએ જણાવ્યું કે કુલ 90 ખેલાડીઓને ખરીદી શકાશે. જેમાં 30 વિદેશી હોય શકે છે. એટલે દરેક ટીમ પોતાની ટીમમાં વધારેમાં વધારે 18 ખેલાડીઓને જ ખરીદી શકે છે.
તમામ ખેલાડીઓના નામ અહીં વાંચો
ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, સ્મૃતિ માંધના, દીપ્તિ શર્મા અને અંડર 19 વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન શેફાલી વર્માએ 50 લાખ રૂપિયાની સૌથી ઉંચી બેસ પ્રાઈઝમાં પોતાને રજીસ્ટર કરી છે. તે સિવાય 20 અન્ય ખેલાડીઓએ સૌથી ઉંચી બેસ પ્રાઈઝ રાખી છે. જેમાં એલિસ પેરી, સોફી એક્લેસ્ટન, સોફી ડિવાઈન જેવા મોટા વિદેશી ચેહરા પણ છે.
મુંબઈમાં થશે હરાજી
13 ફેબ્રુઆરીએ મુંબઈમાં WPLની પ્રથમ હરાજી થશે. તેનું આયોજન જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થશે અને એક દિવસની આ હરાજીની શરૂઆત બપોરે 2.30 વાગ્યે થશે. ત્યારે ટૂર્નામેન્ટની શરૂઆત 4 માર્ચથી થશે. જ્યારે ફાઈનલ મેચ 26 માર્ચે રમાશે. 5 ટીમ આ ટૂર્નામેન્ટમાં કુલ 22 મેચ રમશે અને સમગ્ર ટૂર્નામેન્ટ મુંબઈના બે વેન્યુ, બ્રબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.