WPL 2024: દીપ્તિ શર્માએ હેટ્રિક લઈને દિલ્હી કેપિટલ્સના હાથમાંથી જીત છીનવી લીધી

દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 139 રનની જરૂર હતી અને 18મી ઓવર સુધી એવું લાગતું હતું કે આ ટીમ આસાનીથી મેચ જીતી લેશે, પરંતુ ત્યારબાદ 19મી ઓવરમાં દીપ્તિએ તેના બોલથી તબાહી મચાવી દીધી અને યુપી વોરિયર્સને મેચમાં પરત લાવી. યુપીની જીતમાં દીપ્તિએ હત્વની ભૂમિકા ભજવી હતી. દીપ્તિએ બોલિંગમાં હેટ્રીક લેતા પહેલા બેટિંગમાં અડધી સદી ફટકારી હતી.

WPL 2024: દીપ્તિ શર્માએ હેટ્રિક લઈને દિલ્હી કેપિટલ્સના હાથમાંથી જીત છીનવી લીધી
Deepti Sharma
Follow Us:
| Updated on: Mar 09, 2024 | 7:07 PM

ભારતીય સ્પિનર ​​દીપ્તિ શર્માએ શુક્રવારે રમાયેલી વુમન્સ પ્રીમિયર લીગ મેચમાં ધૂમ મચાવી હતી અને તેની ટીમ યુપી વોરિયર્સને રોમાંચક મેચ જીતવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યુપીનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થયો હતો. મેચમાં દિલ્હીની જીત નિશ્ચિત જણાતી હતી પરંતુ દીપ્તિએ હેટ્રિક લઈને ટેબલ ફેરવી નાખ્યા અને પોતાની ટીમને મેચમાં પાછી લાવી. યુપીએ આ મેચ એક રનથી જીતી લીધી હતી.

દીપ્તિ શર્માની હેટ્રિક

દીપ્તિએ બે ઓવરમાં આ હેટ્રિક લીધી પરંતુ આ વિકેટ ત્યારે આવી જ્યારે યુપીને તેની સૌથી વધુ જરૂર હતી. પ્રથમ બેટિંગ કરતા યુપીએ આઠ વિકેટ ગુમાવીને માત્ર 138 રન બનાવ્યા હતા. દિલ્હીની ટીમ એક બોલ પહેલા 137 રનમાં સમેટાઈ ગઈ હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

19મી ઓવરમાં દિપ્તીએ કર્યો કમાલ

દિલ્હીને 139 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમ આ લક્ષ્યને આસાનીથી હાંસલ કરશે તેવું લાગી રહ્યું હતું. ટીમે 18 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 124 રન બનાવ્યા હતા. આ સ્કોર જોતા એવું લાગતું હતું કે દિલ્હી આસાનીથી મેચ જીતી જશે પરંતુ ત્યારબાદ દીપ્તિએ દિલ્હીને બેક ફૂટ પર ધકેલી દીધું અને આખરે દિલ્હીનો પરાજય થયો.

બે ઓવરમાં લીધી હેટ્રિક

દીપ્તિએ 14મી ઓવરના છેલ્લા બોલ પર દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગને આઉટ કરી હતી. લેનિંગ 46 બોલમાં 60 રન બનાવીને આઉટ થઈ હતી. આ પછી, દીપ્તિ 19મી ઓવરમાં ફરી બોલિંગ કરવા આવી અને પ્રથમ બે બોલમાં બે વિકેટ લઈને તેની હેટ્રિક પૂરી કરી. દીપ્તિએ દિલ્હીની બે અનુભવી ખેલાડીઓ એનાબેલ સધરલેન્ડ (6) અને અરુંધતી રેડ્ડી (0)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

યુપીએ દિલ્હીને 1 રને હરાવ્યું

દીપ્તિની ઓવરનો ત્રીજો બોલ ખાલી રહ્યો બાદમાં ચોથા બોલ પર દીપ્તિએ શિખા પાંડે (4)ને આઉટ કરીને ફરીથી દિલ્હીની કમર તોડી નાખી હતી. દીપ્તિએ આ ઓવરમાં પાંચ રન આપ્યા હતા. છેલ્લી ઓવરમાં દિલ્હીને 10 રનની જરૂર હતી. ઘણા પ્રયત્નો છતાં દિલ્હી આ રન બનાવી શક્યું ન હતું અને એક રનથી મેચ હારી ગયું.

બેટથી પણ તાકાત બતાવી

આ પહેલા દીપ્તિએ પણ બેટથી પોતાની તાકાત બતાવી અને અડધી સદી ફટકારી અને ટીમને સન્માનજનક સ્કોર સુધી લઈ ગઈ. યુપીની બેટિંગ ઘણી નબળી હતી. જો દીપ્તિનું બેટ કામ ન કર્યું હોત તો ટીમ માટે 100નો આંકડો પાર કરવો મુશ્કેલ હોત. આ ટીમના માત્ર ત્રણ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા. દીપ્તિએ સૌથી વધુ 59 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 48 બોલનો સામનો કર્યો અને છ સિક્સર અને એક ફોર ફટકારી. કેપ્ટન એલિસા હિલીએ 29 રનની ઇનિંગ રમી હતી. આ બે સિવાય ગ્રેસ હેરિસે 14 રન બનાવ્યા હતા. લેનિંગ સિવાય દિલ્હી તરફથી અન્ય કોઈ બેટ્સમેન ખાસ યોગદાન આપી શક્યો નહોતો.

આ પણ વાંચો : ધર્મશાળા ટેસ્ટમાં ત્રીજા દિવસે રોહિત શર્મા સાથે એવું શું થયું કે બુમરાહે કરવી પડી ટીમની કપ્તાની?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">