AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL Final પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સની 20 વર્ષીય ખેલાડી કર્યો કમાલ, Hat-trick ઝડપી રચ્યો વિક્રમ, Video

WPL Final માં પહોંચવા પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સ ટીમની ઈંગ્લીશ ખેલાડીએ યુપી વોરિયર્સ સામેની એલિમિનેટર મેચમાં કમાલ કરી દીધો હતો. યુપીની બેટિંગ ઈનીંગ દરમિયાન તેણે પોતાને નામે વિક્રમ નોંધાવ્યો હતો.

WPL Final પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સની 20 વર્ષીય ખેલાડી કર્યો કમાલ, Hat-trick ઝડપી રચ્યો વિક્રમ, Video
Issy Wong 1st Hat trick Bowler
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2023 | 12:05 AM
Share

WPL 2023 હવે તેના અંતિમ તબક્કામા પહોંચી છે. રવિવારે રમાનારી ફાઈનલ મેચ પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સની ઝડપી બોલરે કમાલની બોલિંગ કરીને રેકોર્ડ નોંધાવ્યો છે. વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ હેટ્રિક લેનારી બોલર નોંધાઈ છે. ઈંગ્લેન્ડની આ ઝડપી બોલર ઈઝી વોન્ગે ઈતિહાસ રચી દેતી બોલિંગ કરીને તરખાટ મચાવી દીધો હતો. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ WPL Final માં પહોંચી છે અને આ પહેલા જ તેણે હેટ્રિક ઝડપીને ટીમને ચેમ્પિયન બનાવવાનો ઈરાદો સાફ હોવાનુ બતાવી દીધુ હતુ.

WPL 2023 ની એલિમિનેટર મેચ યુપી વોરિયર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડની 20 વર્ષીય યુવા ઝડપી બોલરે આ કમાલ કરીને પોતાનુ નામે કાયમ માટે રેકોર્ડ બુક્સમાં નોંધાવ્યુ છે. ઈઝી વોન્ગ લીગમાં હેટ્રિક ઝડપનારી પ્રથમ બોલર છે. હવે કાયમ માટે જ્યારે પણ ટૂર્નામેન્ટમાં હેટ્રિક કોઈ બોલર ઝડપશે, ત્યારે વોન્ગને જરુર યાદ કરવામાં આવશે.

વોંગે મચાવ્યો તરખાટ

મુંબઈ ઈન્ડિયન્સ સામે કિરણ નવગિરેનુ વાવુઝોડુ શમાવવાનો પડકાર હતો. મુંબઈની ટીમને ફાઈનલમાં પહોંચવાની ટિકિટ કિરણ ઝૂંટવી શકવાની ક્ષમતા ધરાવતી હતી. આથી કેપ્ટને ઈંગ્લીશ ઝડપી બોલર ઈઝી વોન્ગના હાથમાં 13મી ઓવર માટે બોલ આપ્યો હતો. વોન્ગે ઓવરમાં ટીમના માટે જીત ઈઝી બનાવી દેતો તરખાટ મચાવી દીધો હતો. 20 વર્ષીય ઈંગ્લીશ બોલરે એક જ નહીં પણ ત્રણ વિકેટો ઝડપી બતાવી હતી. સૌથી પહેલા જ મોટી રાહત કિરણ નવગિરેને આઉટ કરાવીને મેળવી હતી, ત્યાર બાદ સિમરન શેખને બોલ્ડ કરી દીધી હતી.

ઓવરના બીજા બોલે નવગિરે અને ત્રીજા બોલે સિમરનને આઉટ કર્યા બાદ હવે વારો સોફી એક્લેસ્ટનનો હતો. વોન્ગે એક્લેસ્ટનને પણ ક્લીન બોલ્ડ કરીને પરત મોકલી દીધી હતી. એકલેસ્ટન અને સિમરન બંને ગોલ્ડન વિકેટ ગુમાવવા સાથે વોન્ગે ઈતિહાસ સર્જી દીધો હતો. વોન્ગના નામે WPL ની પ્રથમ હેટ્રિક નોંધાઈ ગઈ હતી.

વોન્ગનુ પ્રભાવિત કરનારુ પ્રદર્શન

શુક્રવારે યુપી સામેની મેચમાં ઇઝી વોન્ગે 4 ઓવર કરીને માત્ર 15 રન જ ગુમાવ્યા હતા. આ દરમિયાન હેટ્રિક સાથે તેણે 4 વિકેટ ઝડપી હતી. 13મી ઓવરમાં તેણે હેટ્રિક ઝડપ્યા બાદ યુપીને મેચમાં ફરીથી ઉભા થવુ મુશ્કેલ બની ગયુ હતુ.

માત્ર 30 લાખ રુપિયાની કિંમતે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલી ઈંગ્લીશ યુવા બોલર સિઝનમાં 9 મેચો રમી ચુકી છે. આ દરમિયાન તેણે 12 વિકેટ પોતાના નામે કરી છે. સિઝનમાં પ્રભાવિત કરનારુ પ્રદર્શન કરતા માત્ર 5.89ની ઈકોનોમી સાથે રન ખર્ચ કર્યા છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">