AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2023 MI vs DC Live Streaming: જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઈ શકાશે WPL Final

Delhi Capitals Vs Mumbai Indians Live Streaming મહિલા પ્રીમિયર લીગ 2023 ની ફાઈનલ મેચ રવિવારે રમાનારી છે. પ્રથમ સિઝનના ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થશે.

WPL 2023 MI vs DC Live Streaming: જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઈ શકાશે WPL Final
WPL 2023 Final MI vs DC live streaming
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2023 | 8:51 PM
Share

મહિલા પ્રીમિયર લીગ 2023 (WPL 2023) માટે રવિવારે પ્રથમ ચેમ્પિયન સામે આવશે. પ્રથમ ચેમ્પિયન બનવા માટે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 26 માર્ચે મહાજંગ ખેલાશે. બંને ટીમોએ શરુઆતથી જ શાનદાર પ્રદર્શન કર્યુ છે. પોતાની 8-8 મેચોમાં થી બંને ટીમો માત્ર 2-2 મેચો જ ગુમાવી હતી. આમ 6 મેચોમાં જીત મેળવી હતી. હરમનપ્રીત કૌરની આગેવાની ધરાવતી મુંબઈ ઈન્ડિયન્સ ટીમે શુક્રવારે યુપીને એલિમિનેટર મેચમાં હરાવીને ફાઈલમાં સ્થાન મેળવ્યુ હતુ.

દિલ્હી કેપિટલ્સે સીધુ જ ફાઈનલમાં સ્થાન મેળવ્યુ હતુ. પોઈન્ટ્સ ટેબલમાં નંબર-1 રહેતા દિલ્હીને સીધી જ ફાઈનલની ટિકિટ મળી હતી. મુંબઈ અને દિલ્હી બંને ટીમોએ ટૂર્નામેન્ટમાં સરખી જ જીત મેળવી હતી. જેકે દિલ્હીનો નેટ રનરેટ સારો હોવાને લઈ તે ટોપ પર રહેતા ફાઈનલમાં સ્થાન પહેલાથી જ મેળવી ચુકી હતી. મુંબઈ અને દિલ્હી બંને ટીમો લીગ તબક્કામાં 2 વાર આમને સામને થઈ હતી, જેમાં બંનેએ એક એક વાર આમને સામને હાર મેળવી હતી.

તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકો છો

વિમેન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ફાઈનલ મેચ ક્યારે રમાશે?

મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ફાઈનલ મેચ 26 માર્ચ, રવિવારે રમાશે.

વિમેન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની ફાઈનલ મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ફાઈનલ મેચ સાંજે 7.30 વાગ્યે રમાશે, જ્યારે ટોસ સાંજે 7.00 વાગ્યે થશે.

મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની ફાઈનલ મેચ ક્યાં રમાશે?

મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ફાઈનલ મેચ મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં રમાશે.

મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મહિલા પ્રીમિયર લીગની ફાઈનલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે?

મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની ફાઈનલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ 18 ચેનલો પર થશે.

મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મહિલા પ્રીમિયર લીગની ફાઈનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની ફાઈનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Jio Cinema એપ પર થશે.

દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની સ્ક્વોડ

મુંબઈ ઈન્ડિયન્સ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), યાસ્તિકા ભાટિયા, અમનજોત કૌર, હેલી મેથ્યુઝ, ક્લો ટ્રાયન, નેટ સિવર, ધારા ગુજ્જર, સાઈકા ઈશાક, હુમૈરા કાઝી, પ્રિયંકા બાલા, સોનમ યાદવ, નીલમ બિષ્ટ, સી વાંગ, હીથર ગ્રેહામ, જિંતામણી કાલિતા, પૂજા વસ્ત્રાકર, એમેલિયા કર,

દિલ્હી કેપિટલ્સ: મેગ લેનિંગ (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, શેફાલી વર્મા, એલિસ કેપ્સી, રાધા યાદવ, શિખા પાંડે, મેરિઝાન કેપ્પ, ટિટાસ સાધુ, લૌરા હેરિસ, તારા નોરિસ, જસિયા અખ્તર, મિન્નુ મણિ, તાન્યા ભાટિયા (વિકેટકીપર), પૂનમ યાદવ , જેસ જોનાસન, સ્નેહા દીપ્તિ, અરુંધતી રેડ્ડી, અપર્ણા મંડલ.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">