WPL 2023 FINAL : મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે ફાઈનલ મેચ, જાણો સ્થળ, સમય અને લાઈવ સ્ટ્રીમિંગ વિશે
Mumbai indians vs Delhi capitals WPL final match : વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ ફાઈનલ મેચ દેશની રાધનારી એટલે કે દિલ્હી અને દેશની આર્થિક રાજધાની મુંબઈની ટીમ વચ્ચે રમાશે. આ મેચ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર અને ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લૈનિંગ વચ્ચે રમાશે. 26 માર્ચ, 2023ના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આ ફાઈનલ મેચ રમાશે.
છેલ્લા 20 દિવસથી ચાલી રહેલી વુમન્સ પ્રીમિયર લીગમાં આજે બે ફાઈનલ ટીમો નક્કી થઈ ગઈ છે. યુપી વોરિયર્સને 72 રનથી હરાવીને મુંબઈ ઈન્ડિન્યસની ટીમ ફાઈનલમાં પહોંચી છે. આ સાથે જ દિલ્હી કેપિટલ્સ બાદ મુંબઈ ઈન્ડિયન્સ ફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ બની છે. વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ ફાઈનલ મેચ દેશની રાજધાની એટલે કે દિલ્હી અને દેશની આર્થિક રાજધાની મુંબઈની ટીમ વચ્ચે રમાશે. આ મેચ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર અને ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લૈનિંગ વચ્ચે રમાશે. 26 માર્ચ, 2023ના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આ ફાઈનલ મેચ રમાશે.
આ ફાઈનલ મેચ 26 માર્ચના રોજ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જેમાં અડધા કલાક પહેલા ટૉસ થશે. સ્પોર્ટ્સ18 અને સ્પોર્ટ્સ18 પર આ મેચનું જીવંત પ્રસારણ થશે, જેમાં Jio Cinema એપ્લિકેશન અને વેબસાઇટ દ્વારા લાઇવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ થશે. મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં આ ફાઈનલ મેચ રમાશે. આ મેચ પહેલા વુમન્સ પ્રીમિયર લીગની ક્લોઝિંગ સેરેમની યોજાશે. ઘણા કલાકારો આમાં પરફોર્મ કરતા જોવા મળશે. ક્લોઝિંગ સેરેમની સાંજે 6 વાગ્યાથી શરૂ થઈ શકે છે. આ ક્લોઝિંગ સેરેમનીમાં તમન્ના ભાટિયા, દીપિકા પાદુકોણ જેવી મોટી અભિનેત્રીઓ પરફોર્મ કરી શકે છે.
જો કે, આ વિશે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. એક મહિલા ગાયક તેના સ્વરથી ક્લોઝિંગ સેરેમનીથી ક્લોઝિંગ સેરેમનીને યાદગાર બનાવી શકે છે. મહિલા ખેલાડીઓની ટુર્નામેન્ટ હોવાથી આ ક્લોઝિંગ સેરેમનીમાં પણ મહિલાઓનો દબદબો જોવા મળી શકે છે.
20 મેચ બાદ પોઈન્ટ ટેબલની સ્થિતિ
20 ગ્રુપ સ્ટેજની મેચ બાદ 12 પોઈન્ટ અને સારી રન રેટ સાથે દિલ્હી કેપિટલ્સે પોઈન્ટ ટેબલમાં ટોપ કર્યું હતુ. જ્યારે મુંબઈ ટીમ 8 મેચમાં 6 જીત સાથે બીજા ક્રમે હતુ. અને યુપી વોરિયર્સ 8 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે હતું.
આવુ હતું વુમેન્સ પ્રીમિયર લીગનું શેડયુલ
View this post on Instagram
પ્રથમ પ્રીમિયર લીગની સૌથી મોંઘી ખેલાડીઓ
View this post on Instagram
5 ટીમના 87 ખેલાડીઓ
View this post on Instagram
માસ્કોટ શક્તિ
Fast, fierce and full of fire! She’s ready to set the field ablaze, lekin #YehTohBasShuruatHai !
Introducing the embodiment of the #TATAWPL our mascot #Shakti ! @BCCI @BCCIWomen @wplt20 @viacom18#WPL2023 #WomensPremierLeague pic.twitter.com/oZcKm7aGwq
— Jay Shah (@JayShah) March 2, 2023
વુમેન્સ પ્રીમિયર લીગના માસ્કોટનું નામ શક્તિ છે. મહિલાઓને ધ્યાનમાં રાખીને આ માસ્કોટ તૈયાર કરવામાં આવ્યું છે. આ લીગની તમામ મેચ મહારાષ્ટ્રના સ્ટેડિયમમાં રમાશે. લીગની તમામ મેચમાં મહિલાઓને ફ્રિમાં એન્ટ્રી આપવામાં આવશે.
WPL 2023નું એન્થમ સોન્ગ
Jaagi hui shakti ab mere paas hai, Dekho abhi, yeh toh bas shuruat hai!
Sing along to the anthem lyrics video and don’t forget to tune in to the #TATAWPL from the 4th of March, live on @Sports18 and @JioCinema!#YeTohBasShuruatHai #WomensPremierLeague #WPL2023 pic.twitter.com/uwaSdJtkaA
— Women’s Premier League (WPL) (@wplt20) March 1, 2023
The sound that’s about to sweep the nation! With the #TATAWPL mere days away, we can barely contain our excitement. I can already hear fans in the stands cheering along to the sound of the next big thing in cricket! @wplt20 @bcci @bcciwomen @viacom18 pic.twitter.com/HNKzlQWbWF
— Jay Shah (@JayShah) February 27, 2023
BCCIએ મહિલા પ્રીમિયર લીગની ઉદઘાટન સિઝન માટે એક આકર્ષક થીમ સોંગ રિલીઝ કર્યું છે. ‘યે તો બસ શુરુઆત હૈ’ શીર્ષક ધરાવતું આ ગીત ભારતીય મહિલા ક્રિકેટરોની હિંમત વધારવા માટે છે. જેમણે રમતના શિખર સુધી પહોંચવા માટે અસંખ્ય અવરોધોને પાર કર્યા છે.
થીમ સોંગ લીગનો ઉદ્દશેય અને ખેલાડીઓની ભાવનાને કેપ્ચર કરે છે. ગીતના બોલ ખેલાડીઓએ જે પડકારોનો સામનો કર્યો છે અને જે નિશ્ચય સાથે તેઓએ તેનો સામનો કર્યો છે તેની વાત કરે છે. આ ગીત ખેલાડીઓને તેમની યાત્રા ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે.