વિશ્વના સૌથી અમીર ક્રિકેટ બોર્ડની આવી બદનામી ! IPL ફાઈનલમાં ખૂલી પોલ
IPL 2023ની સમાપ્તિ બાદ ચારેકોર તેની ફાઈનલને લઈ ચર્ચા છે, કારણકે પહેલીવાર ફાઈનલ મેચ રિઝર્વ ડે પર રમાડવામાં આવી હતી, જેનું કારણ ફાઈનલ મેચના દિવસે અમદાવાદમાં પડેલો વરસાદ હતો. પરંતુ આ બધાથી વિશેષ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં વરસાદ બાદ મેદાનની જે હાલત થઈ તેને લઈ વિશ્વભરમાં BCCIની બદનામી થઈ રહી છે.
BCCI દ્વારા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાધુનિક સુવિધાઓ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જેમાં વરસાદ પડ્યા બાદ પાણીના નિકાલ અને જલદી મેચ રમવા યોગ્ય કરવાનો પણ દાવો કરાયો હતો. પરંતુ જ્યારે અમદાવાદમાં IPL 2023ની ફાઈનલ રમાઈ ત્યારે આ દાવા પોકળ સાબિત થયા હતા.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 28 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ફાઈનલ મેચ યોજાવાની હતી, પરંતુ ભારે વરસાદના કારણે મેચ બીજા દિવસે એટલે કે રિઝર્વ ડેના દિવસે યોજાઈ હતી. બીજા દિવસે પણ વરસાદે મેચમાં ખલેલ પહોંચાડી હતી, મેદાનમાં પ્રેકટીસ પીચ સહીત મેદાનમાં વરસાદી પાણીને કારણે બે કલાક જેટલો વિલંબ થયો હતો. અને મધરાત સુધી ફાઈનલ મેચ રમાઈ હતી. આખરે તેનુ પરિણામ આવી ગયું હતું, જેમાં ચેન્નાઈએ ગુજરાતને હરાવી પાંચમીવાર ચેમ્પિયન બન્યું હતું.
The rain exposed the corruption and mismanagement of Jay Shah at the Narendra Modi Stadium in Ahmedabad.!! #CSKvsGT #IPL2023Final pic.twitter.com/eQlASlxkj7
— Hitendra Pithadiya 🇮🇳 (@HitenPithadiya) May 29, 2023
વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું, સૌથી વધુ દર્શક ક્ષમતા અને સૌથી વધુ સુવિધા ધરાવતું સ્ટેડિયમ છે, જેમાં 1 લાખ 32 હજાર દર્શકોને મેચ જોવામાં કોઈ અસુવિધા ન થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ખેલાડીઓના માટે પણ સર્વશ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ છે. BCCI દ્વારા આ સ્ટેડિયમમાં વરસાદના પાણીના નિકાલ માટેની સૌથી ફાસ્ટ સુવિધાઓ ઉપલબ્ધ હોવાનો પણ દાવો કરવાં આવ્યો છે, છતાં IPL 2023ની ફાઈનલમાં વરસાદ બાદ જે દ્રશ્યો સામે આવ્યા અને મેચ ફરી શરૂ થવામાં જે સમય લાગ્યો તે બાદ તમામ દાવાઓ પર સવાલ ઊભા થયા છે.
Ambulance, scattered, rain water, no food, fans sleeping on flat surface at Narendra Modi Stadium pic.twitter.com/8amY9PeCdB
— Vikram Rajput (@iVikramRajput) May 29, 2023
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યા બાદ અને આંતરરાષ્ટ્રીય મેચો રમાવાની શરૂ થયા બાદ વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓની નજર આ સ્ટેડિયમ પર હોય છે. ત્યારે IPL જેવી મોટી ટુર્નામેન્ટમાં વરસાદ બાદ મેદાનમાં પાણી ભરાવાની અને તેના જલદી નિકાલ ન કરી શકવાને કારણે હવે વિશ્વભરમાં નમો સ્ટેડિયમની છબી ખરાબ થઈ છે.
આ પણ વાંચો :WTC Final: રોહિત શર્માએ શરૂ કરી તૈયારી, નેટ્સમાં પ્રેક્ટિસનો Video જોઈ ઓસ્ટ્રેલિયાની હાલત થશે ખરાબ
BCCIના દાવા ખોટા સાબિત થયા
વરસાદ બાદ ડ્રેનેજ સિસ્ટમની સુવિધા, ખેલાડીઓને પડેલી અગવડ, પ્રેક્ષકોને થયેલી સમસ્યા અને ગ્રાઉન્ડ સ્ટાફની કામગીરી અને મેદાનની સુવિધાને લઈ સવાલો ઊભા થયા છે. ફાઈનલ મેચમાં વરસાદ બાદના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેના પર ક્રિકેટ ફેન્સ સ્ટેડિયમની સુવિધાને લઈ BCCIની નિંદા કરી રહ્યા છે.