AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023 Final CSK vs GT Match Highlights: ચેન્નાઈ સુપર કિંગ્સ 5મી વાર ચેમ્પિયન, રવિન્દ્ર જાડેજાએ અંતમાં કર્યો કમાલ

Start Excerpt - Chennai Super Kings vs Gujarat Titans Final Match Full Highlights 2023: વરસાદને લઈ મેચની ઓવર્સ ઘટાડવામાં આવી હતી, આ સાથે ટાર્ગેટ પણ 215 થી ઘટાડીને 171 રનનુ કરવામાં આવ્યુ હતુ.

IPL 2023 Final CSK vs GT Match Highlights: ચેન્નાઈ સુપર કિંગ્સ 5મી વાર ચેમ્પિયન, રવિન્દ્ર જાડેજાએ અંતમાં કર્યો કમાલ
IPL 2023 Final CSK vs GT Match Highlights
| Updated on: May 30, 2023 | 2:13 AM
Share

IPL માં પાંચમી વાર ચેન્નાઈ સુપર કિંગ્સ ચેમ્પિયન બન્યુ છે. IPL 2023 Final ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સોમવારે રિઝર્વ ડે પર રમાઈ હતી. રવિવારે વરસાદને લઈ મેચને રિઝર્વ ડે પર રમવી પડી હતી. સોમવારે પણ વરસાદનુ વિઘ્ન ફાઈનલ મેચમાં નડ્યુ હતુ. વરસાદને લઈ મેચ બે કલાકથી વધુ સમય માટે રોકવાની ફરજ પડી હતી. વરસાદ બાદ મેચ ફરી શરુ થતા 5 ઓવર ઘટાડવામાં આવી હતી. આમ ટાર્ગેટ પણ નવુ ચેન્નાઈ સામે રાખવામાં આવ્યુ હતુ. ચેન્નાઈને 215 રનના બદલે 171 રનુ આપવામાં આવ્યુ હતુ. જેને અંતિમ બોલ પર રવિન્દ્ર જાડેજાના વિજયી ચોગ્ગા સાથે પાર કરી લીધુ હતુ.

વરસાદને લઈ રોકાઈ જતા ફરીથી 12.10 વાગ્યે શરુ થઈ હતી. ટોસ જીતીને ચેન્નાઈના સુકાની ધોનીએ ગુજરાત ટાઈટન્સને પ્રથમ બેટિંગ કરવા માટે હાર્દિક પંડ્યાને નિમંત્રણ આપ્યુ હતુ. ગુજરાતે સાઈ સુદર્શનની 96 રનની ઈનીંગ અને સાહાની અડદી સદી વડે અત્યાર સુધીમાં ફાઈનલનો સૌથી મોટો સ્કોર ખડકતા 214 રન 4 વિકેટના નુક્શાન પર નોધાવ્યા હતા.

કોનવે-ગાયકવાડની સારી શરુઆત

નવા ટાર્ગેટને પાર કરવા માટે ઓપનર જોડી 12.10 વાગ્યે ફરીથી મેદાનમાં આવી હતી. અગાઉ 3 બોલની રમત રમી હતી અને આ દરમિયાન એક ચોગ્ગો નોંધાયો હતો. વરસાદના વિક્ષેપ બાદ મેચ ફરીથી શરુ થઈ હતી અને ઓપનિંગ જોડીએ ધમાલભરી શરુઆત કરી હતી. ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની ઓપનિંગ જોડીએ 74 રનની ભાગીદારી રમત રમી હતી. 39 બોલની ભાગીદારી રમતમાં આ સ્કોર નોંધાવીને ગાયકવાડ પેવેલિયન પ્રથમ વિકેટના રુપમાં પરત ફર્યો હતો. ગાયકવાડે 16 બોલમાં 26 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. ડેવોન કોનવેએ પણ તોફાની રમત રમી હતી. તે માત્ર 3 રનથી અડધી સદી ચૂક્યો હતો. કોનવેએ 25 બોલમાં જ 47 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. બંને સેટ ઓપનરને નૂર અહેમદે શિકાર કર્યા હતા.

અજિંક્ય રહાણેએ 13 બોલમાં 27 રનનુ યોગદાન આપ્યુ હતુ. તેણે 2 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. અંબાતી રાયડૂ આઈપીએલ કરીયરની અંતિમ મેચ રમી રહ્યો હતો. તેણે 8 બોલમાં 19 રન 2 છગ્ગા ફટકારીને નોંધાવ્યા હતા. જેને બેટિંગ કરતા જોવાની રાહ જોવાઈ રહી હતી, એ ધોની ગોલ્ડન ડક શિકાર મોહિત શર્માનો થયો હતો. તે પ્રથમ બોલ પર જ શૂન્ય રને આઉટ થઈ પરત ફર્યો હતો.

જાડેજાનો કમાલ

રવિન્દ્ર જાડેજા અને શિવમ દુબેએ અંતમાં મહત્વની રમત બતાવી હતી. બંનેએ લક્ષ્યની નજીક ટીમને લાવી દીધી હતી. અંતિમ ઓવરમાં 14 રનની જરુર હતી. પરંતુ મોહિત શર્માના યોર્કર બોલ પર રન નિકળી રહ્યા નહોતા. આ દરમિયાન અંતિમ 2 બોલ પર 10 રન જરુરી હતા. જાડેજાએ પાંચમા બોલ પર છગ્ગો અને અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આમ વિજયી ચોગ્ગા સાથે ચેન્નાઈ પાંચમી વાર ચેમ્પિયન બન્યુ હતુ.

જાડેદાએ 6 બોલનો સામનો કરીને 15 રન નોંધાવ્યા હતા. જ્યારે શિવમ દુબેએ 21 બોલનો સામનો કરીને 32 રન નોંધાવ્યા હતા. દુબેએ 2 છગ્ગા ફટકાર્યા હતા. દુબે અને જાડેજા બંને નોટ આઉટ રહ્યા હતા અને ટ્રોફી સાથે પરત ફર્યા હતા.

આ પણ વાંચોઃ CSK vs GT IPL 2023 Final: સદગુરુએ બતાવી પોતાની ફેવરિટ આઈપીએલ ટીમ, મહેન્દ્રસિંહ ધોની માટે કહી મોટી વાત-Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">