વર્લ્ડ કપ 2023 મસ્કટ જોડી લોન્ચ, કોહલી-બુમરાહને જોઈ પાકિસ્તાનને લાગી મિર્ચી

|

Aug 20, 2023 | 12:09 PM

ICCએ એક ઈવેન્ટમાં મસ્કટ જોડી લોન્ચ કરી હતી. આ ઈવેન્ટમાં અંડર 19 વર્લ્ડ ચેમ્પિયન યશ ધુલ અને ભારતના શેફાલી વર્માએ પણ ભાગ લીધો હતો. ICCએ મેલ અને ફિમેલ મેસ્કોટ જોડી લોન્ચ કરી છે, પરંતુ તેમના નામો નક્કી કરવાના બાકી છે. ICCએ ચાહકોને આ તક આપી છે.

વર્લ્ડ કપ 2023 મસ્કટ જોડી લોન્ચ, કોહલી-બુમરાહને જોઈ પાકિસ્તાનને લાગી મિર્ચી
World Cup 2023 Mascot

Follow us on

વર્લ્ડ કપ 2023 (World Cup 2023)નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન, ICCએ વર્લ્ડ કપ માટે મસ્કટ (Mascot )ની જોડી લોન્ચ કરી છે. ICCએ લોન્ચિંગનો એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં એલિસ પેરી, જસપ્રીત બુમરાહ, વિરાટ કોહલી અને જોસ બટલર પણ જોવા મળ્યા હતા. આ વીડિયો જોઈને પાકિસ્તાન ગુસ્સે થઈ ગયું છે. ICCએ શનિવારે ગુરુગ્રામમાં એક કાર્યક્રમમાં મસ્કટ લોન્ચ કર્યો હતો. આ ઈવેન્ટમાં અંડર 19 વર્લ્ડ કપ ચેમ્પિયન યશ ધુલ અને શેફાલી વર્મા પણ હાજર હતા.

ICCએ વર્લ્ડ કપ 2023નો મસ્કટ લોન્ચ કર્યો

મસ્કટ ક્રિટકોવર્સમાંથી આવ્યા હતા. પુરુષ અને મહિલા મસ્કટ સમાનતા અને વિવિધતાના પ્રતિક છે. પુરૂષ મસ્કટના હાથમાં બેટ અને મહિલા મસ્કટના હાથમાં બોલ જોવા મળતો હતો. જો કે ICCએ આ મસ્કટના નામ આપ્યા નથી. ICCએ ચાહકોને આ મસ્કટનું નામ આપવાની તક આપી છે. ICCની સત્તાવાર વેબસાઇટ પર ચાહકો 27 ઓગસ્ટ પહેલા તેમનું મનપસંદ નામ પસંદ કરી શકે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

મસ્કટની વિશેષતા

ICCએ મસ્કટ વિશે જણાવ્યું કે મહિલા બોલરના હાથમાં ટર્બો પાવર એનર્જી હોય છે, જેના કારણે ફાયરબોલ તેજ ગતિથી બહાર આવે છે. મહિલા મસ્કટની કમર પર 6 બોલ છે, જે તેની રમત બદલવાની વ્યૂહરચના દર્શાવે છે. એટલે કે તે પોતાની બોલિંગથી મેચનું પરિણામ પલટાવવાની શક્તિ ધરાવે છે અને પુરુષ મસ્કટ પાસે ઇલેક્ટ્રોમેગ્નેટિક બેટ છે. ICCએ કહ્યું કે તે દરેક પરિસ્થિતિમાં શાંત રહે છે. બેટ્સમેનનો દરેક શોટ દર્શકોમાં નવી ઉર્જા લાવે છે.

આ પણ વાંચો : World Cup 2023: શું વર્લ્ડ કપનું શેડ્યૂલ ફરી બદલાશે? આ બોર્ડે BCCI પાસે કરી માંગ

પાકિસ્તાન ગુસ્સે થઈ ગયું

વાસ્તવમાં, પાકિસ્તાનના લોકો ફરિયાદ કરી રહ્યા છે કે ICC દ્વારા મસ્કટના લોન્ચિંગના જે વીડિયો શેર કરવામાં આવ્યો છે તેમાં એક પણ પાકિસ્તાની ખેલાડી નથી. વીડિયોમાં પાકિસ્તાનનો જે ખેલાડી દેખાડવામાં આવ્યો છે, તેમાં પણ ફોકસ ભારતીય બેટ્સમેન પર છે અને વિરાટ કોહલી પાકિસ્તાનના વહાબ રિયાઝને સિક્સર મારતો બતાવવામાં આવ્યો છે. પાકિસ્તાની લોકોનું કહેવું છે કે શા માટે તેમના ખેલાડીઓની અવગણના કરવામાં આવી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article