World Cup 2023: શું વર્લ્ડ કપનું શેડ્યૂલ ફરી બદલાશે? આ બોર્ડે BCCI પાસે કરી માંગ

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સતત બે મેચ યોજાવાની છે. આમાં પાકિસ્તાનની મેચ પણ સામેલ છે. પાકિસ્તાનની આ મેચમાં તાજેતરમાં ફેરફાર કરવામાં આવ્યા હતા, જેના કારણે HCA મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે અને તેણે આ અંગે BCCIને પત્ર લખ્યો છે.

World Cup 2023: શું વર્લ્ડ કપનું શેડ્યૂલ ફરી બદલાશે? આ બોર્ડે BCCI પાસે કરી માંગ
World Cup 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 11:39 AM

ODI વર્લ્ડ કપ (World Cup 2023)ની શરૂઆત આડે વધુ સમય બાકી નથી. પરંતુ તેના સમયપત્રકને લગતી સમસ્યાઓ અટકી નથી. BCCI અને ICCએ તેનું શિડ્યુલ જાહેર કર્યું હતું, પરંતુ ત્યારબાદ કેટલાક બોર્ડે તેમાં ફેરફારની માંગ કરી હતી. જેના કારણે નવ મેચોના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. એવું લાગ્યું કે શેડ્યૂલ ફાઈનલ થઈ ગયું છે અને બધા તેનાથી સંતુષ્ટ છે, પરંતુ હવે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને (HCA)ભારતીય બોર્ડ પાસે ફેરફારની માંગ કરી છે.

HCAએ મેચોમાં ફેરફારની માંગ કરી

હૈદરાબાદે સળંગ બે મેચોની યજમાની કરવાની છે અને તેથી આ બે મેચોમાં ગેપ રાખવા માટે બીસીસીઆઈએ માંગ કરી છે. હૈદરાબાદના ઉપ્પલમાં સ્થિત રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સતત બે મેચ યોજાવાની છે. આમાં પાકિસ્તાનની મેચ પણ સામેલ છે. તાજેતરમાં પાકિસ્તાનની આ મેચમાં ફેરફાર કરવામાં આવ્યા હતા જેના કારણે HCA મુશ્કેલીનો સામનો કરી રહી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

હૈદરાબાદમાં વર્લ્ડ કપની બે મેચો રમાશે

અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ હૈદરાબાદ 9 ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચેની મેચની યજમાની કરવાનું છે અને બીજા દિવસે અહીં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચ રમાશે. પાકિસ્તાનની મેચ અગાઉ 12 ઓક્ટોબરે હતી જે બદલાઈ હતી અને તે 10 ઓક્ટોબરે નક્કી કરવામાં આવી હતી કારણ કે પાકિસ્તાન અને ભારતની 15 ઓક્ટોબરની મેચ 14 ઓક્ટોબરે શિફ્ટ કરવામાં આવી હતી. પાકિસ્તાનને ભારતની મેચ પહેલા પૂરતો સમય મળી શકે, તેથી આ મેચ બદલીને 10 ઓક્ટોબર કરવામાં આવી. આ સ્ટેડિયમમાં 6 ઓક્ટોબરે પાકિસ્તાનનો સામનો નેધરલેન્ડ સામે થવાનો છે.

સુરક્ષા અંગે સમસ્યા

અખબારના અહેવાલ અનુસાર, હૈદરાબાદ પોલીસે સતત બે મેચ, ખાસ કરીને પાકિસ્તાન મેચ માટે આપવામાં આવેલી સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. હૈદરાબાદ પોલીસે HCAને કહ્યું છે કે તેને પાકિસ્તાન મેચ માટે ઓછામાં ઓછા 3000 પોલીસ કર્મચારીઓની જરૂર છે. સ્ટેડિયમ સિવાય પાકિસ્તાનની ટીમ જે હોટલમાં રોકાશે ત્યાં પણ ભારે પોલીસ ફોર્સની જરૂર પડશે.

આ પણ વાંચો : શું વર્લ્ડ કપ માટે અશ્વિનની પસંદગી થશે? જો આમ થાય તો ટીમ ઈન્ડિયાને ફાયદો કે નુકસાન?

HCAએ BCCIને પત્ર લખ્યો

આવી સ્થિતિમાં, પોલીસે HCAને કહ્યું છે કે તે પાકિસ્તાન મેચ માટે જરૂરી સુરક્ષા આપી શકશે નહીં. આ મામલે BCCIને પત્ર લખ્યો છે. HCA એ સમયપત્રકમાં ફેરફાર કર્યા પછી BCCI સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. BCCI દ્વારા શેડ્યૂલમાં ફેરફાર સમયે, BCCI તરફથી કોઈએ HCAના અધિકારીઓ સાથે વાત કરી ન હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">