AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023 : ઈંગ્લેન્ડના ખેલાડીએ કેમેરામેનને ધક્કો માર્યો ! Video થયો વાયરલ

અફઘાનિસ્તાન સામે ખરાબ પ્રદર્શન બાદ નિરાશ ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડરે કેમેરા સામે એવી હરકત કરી, જેને જોઈ ક્રિકેટ ફેન્સ નિરાશ થયા હતા. ઈંગ્લેન્ડના સેમ કરનનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે કેમેરામેન સામે ગુસ્સો કરી રહ્યો છે. આ મેચમાં ઈંગ્લેન્ડ અફઘાનિસ્તાન સામે હારી ગયું હતું, જે બાદ વર્લ્ડ ચેમ્પિયન ટીમના પ્રદર્શન પર સવાલો ઉઠી રહ્યા છે.

World Cup 2023 : ઈંગ્લેન્ડના ખેલાડીએ કેમેરામેનને ધક્કો માર્યો ! Video થયો વાયરલ
Sam Curran
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2023 | 12:05 PM
Share

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં રવિવારે મોટો અપસેટ જોવા મળ્યો હતો. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમનો અફઘાનિસ્તાન સામે 69 રનથી હારનો સામનો કરવા પડ્યો હતો. મેચ દરમિયાન ઈંગ્લેન્ડ (England) નો સેમ કરન પોતાના પ્રર્દશનથી ખૂબ જ નિરાશ જણાતો હતો. અને તેના ગુસ્સાનો શિકાર કેમેરામેન બન્યો હતો. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે.

સેમ કરનનું ખરાબ પ્રદર્શન

વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરનનું પ્રદર્શન સામાન્ય રહ્યું છે. એવામાં અફઘાનિસ્તાન જેવી ટીમ સામે સેમ કરન પાસેથી ઈંગ્લેન્ડની ટીમને સારા પ્રદર્શનની અપેક્ષા હતી, પરંતુ આ મેચમાં પણ તે કોઈ કમાલ ન કરી શક્યો. ઊલટું તે સૌથી વધુ ખર્ચાડ ઇંગ્લિશ બોલર સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 46 રન આપ્યા હતા અને એક પણ વિકેટ લઈ શક્યો નહીં.

પોતાનો ગુસ્સો કેમેરામેન પર કાઢ્યો

અફઘાનિસ્તાનની બેટિંગ દરમિયાન સેમ કરને પાવર પ્લેમાં એક ઓવરમાં 20 રન આપ્યા હતા. જે બાદ કરન બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ માટે આવ્યો હતો. ત્યારે એક કેમેરામેન તેની પાસે કેમેરો લઈ ગયો, તે દરમિયાન કરને કેમેરામેનના કેમેરાને હાથ વડે એક તરફ ધક્કો મારી હટાવ્યો હતો. તે ગુસ્સામાં હતો અને તેણે આ હરકત કરી હતી, જે કેમેરામાં કેપ્ચર થઈ અને આ વિડીયો સોશિયલ મીડીયા પર વાયરલ થયો હતો.

જેના પછી તે ખૂબ જ પરેશાન જોવા મળ્યો

તેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અફઘાનિસ્તાન ટીમની બેટિંગ દરમિયાન, કરણે પાવર પ્લેમાં ફેંકેલી તેની એક ઓવરમાં 20 રન આપ્યા, જેના પછી તે ખૂબ જ પરેશાન જોવા મળ્યો. આ પછી તેણે પોતાનો ગુસ્સો કેમેરામેન પર કાઢ્યો. કરન બાઉન્ડ્રી પાસે ઊભો હતો અનેકેમેરામેન વિડીયોગ્રાફી કરી રહ્યો હતો ત્યારે કરને કેમેરામેનના કેમેરાને હાથ વડે એક તરફ ધક્કો માર્યો હતો.

આ પણ વાંચો : World Cup 2023 : આઉટ થયા બાદ ખેલાડીએ ખુરશી પર બેટ માર્યું, ICC કરશે કાર્યવાહી !

વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડ 215 રનમાં ઓલઆઉટ

ઈંગ્લેન્ડે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે અફઘાનિસ્તાન સામે તેમને હારનો સામનો કરવો પડશે. મેચમાં પહેલા અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરી 284 રન બનાવ્યા, ત્યારબાદ ઈંગ્લેન્ડ સામે બોલિંગમાં પણ અફઘાની ખેલાડીઓએ કમાલ પ્રદર્શન કર્યું હતું અને ઈંગ્લેન્ડને 285નો ટાર્ગેટ ચેઝ કરવાથી રોકી હતી. ઈંગ્લેન્ડની ટીમ 40.3 ઓવરમાં માત્ર 215 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video
વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video
મા ની શોધમાં ભટકતું બચ્ચું! વાયરલ થયેલા વિડીયોએ લાખો લોકોને રોવડાવ્યા
મા ની શોધમાં ભટકતું બચ્ચું! વાયરલ થયેલા વિડીયોએ લાખો લોકોને રોવડાવ્યા
ST બસ સ્ટેન્ડ હત્યા કેસમાં ‘ખાટકી’ની સાન ઠેકાણે!
ST બસ સ્ટેન્ડ હત્યા કેસમાં ‘ખાટકી’ની સાન ઠેકાણે!
અમદાવાદના વસ્ત્રાલમાં જર્મન શેફર્ડે પાડોશી મહિલાને ભર્યું બચકું
અમદાવાદના વસ્ત્રાલમાં જર્મન શેફર્ડે પાડોશી મહિલાને ભર્યું બચકું
યુવકે ખોલી પીઠ ખંજવાળવાની દુકાન, મહિને કમાય છે ₹14 લાખ
યુવકે ખોલી પીઠ ખંજવાળવાની દુકાન, મહિને કમાય છે ₹14 લાખ
g clip-path="url(#clip0_868_265)">