AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AUS vs SL : લખનૌમાં ડેવિડ વોર્નરે ગ્રાઉન્ડ સ્ટાફની મદદ કરી દિલ જીતી લીધા, જુઓ Video

લખનૌના એકાના સ્ટેડિયમમાં વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચેના મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 5 વિકેટે હરાવી વર્લ્ડ કપ 2023માં જીતનું ખાતું ખોલાવ્યું હતું. વરસાદના કારણે થોડી વાર મેચ રોકવામાં આવી હતી અને તે દરમિયાન ઓસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વોર્નર તેના રમૂજી અંદાજમાં જોવા મળ્યો હતો, સાથે જ તે ગ્રાઉન્ડ સ્ટાફને મદદ કરતો પણ જોવા મળ્યો હતો.

AUS vs SL : લખનૌમાં ડેવિડ વોર્નરે ગ્રાઉન્ડ સ્ટાફની મદદ કરી દિલ જીતી લીધા, જુઓ Video
David Warner
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 9:48 AM
Share

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાની ટીમો લખનૌના એકાના સ્ટેડિયમમાં ટકરાઈ હતી. આ મેચ દરમિયાન વરસાદ પડતા ગ્રાઉન્ડ સ્ટાફ (Ground Staff) ને પિચ અને મેદાનને કવર કરવાની ફરજ પડી હતી, જે દરમિયાન ઓસ્ટ્રેલિયા (Australia) નો ઓપનર ડેવિડ વોર્નર તેમની મદદ માટે આવ્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

વોર્નરે ગ્રાઉન્ડ સ્ટાફને કરી મદદ

શ્રીલંકાની ઈનિંગ દરમિયાન 32મી ઓવર બાદ વરસાદ શરૂ થયો હતો. જેથી અમ્પાયરોએ મેદાન પર કવર મંગાવ્યા હતા. આ દરમિયાન ગ્રાઉન્ડ સ્ટાફને કવર ખેંચવામાં મુશ્કેલી પડી રહી હતી ત્યારે ડેવિડ વોર્નર મદદ માટે આગળ આવ્યો અને કવરને પિચ પર લાવવામાં ગ્રાઉન્ડ સ્ટાફને મદદ કરી હતી. વોર્નરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

મેચમાં જોરદાર કેચ પકડ્યો

ડેવિડ વોર્નરે શ્રીલંકા સામેની મેચમાં ફિલ્ડિંગમાં શાનદાર કેચ પણ લીધો હતો. પેટ કમિન્સનો બોલિંગમાં વોર્નરે શ્રીલંકાના નિસાન્કાનો મુશ્કેલ કેચ પકડ્યો હતો. ડીપ સ્ક્વેર લેગ પર ઉભા રહી વોર્નર તેની ડાબી તરફ દોડ્યો હતો અને શાનદાર ડાઈવિંગ કરી કેચ પકડ્યો હતો.

વોર્નર બેટિંગમાં નિષ્ફળ રહ્યો

જોકે આ મેચમાં ડેવિડ વોર્નર બેટથી કંઈ ખાસ કરી શક્યો નહોતો. ટીમને સારી શરૂઆતની જરૂર હતી પરંતુ વોર્નરના વહેલા આઉટ થવાના કારણે ટીમને સારી શરૂઆત મળી ન હતી. દિલશાન મધુશંકાએ વોર્નરને પેવેલિયનનો આઉટ કર્યો હતો. તેણે ચોથી ઓવરના પહેલા બોલ પર વોર્નરને LBW આઉટ કર્યો હતો.

આ પણ વાંચો : World Cup 2023 : ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને હરાવી ખાતું ખોલાવ્યું, માર્શ-ઝમ્પાનું વિજયી પ્રદર્શન

શ્રીલંકા 209 રનમાં ઓલઆઉટ

આ મેચમાં શ્રીલંકાને પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસે સારી શરૂઆત અપાવી હતી અને બંનેએ 125 રનની ભાગીદારી કરી હતી, છતાં શ્રીલંકાની ટીમ મોટો સ્કોર કરી શકી ન હતી. આખી ટીમ 43.3 ઓવરમાં માત્ર 209 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 5 વિકેટે હરાવ્યું

લખનૌમાં ઓસ્ટ્રેલિયન ટીમે 210 રનનો લક્ષ્યાંક 35.2 ઓવરમાં જ પાંચ વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો અને આ જીત સાથે વર્લ્ડ કપમાં હારની હેટ્રીકથી ટીમ બચી ગઈ હતી. વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાની આ પહેલી જીત છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">