વર્લ્ડ ક્રિકેટમાં આવ્યો કોહલી અને રોહિતથી પણ ખતરનાક બેટ્સમેન, એક જ વર્ષમાં બનાવ્યો મોટો રેકોર્ડ

|

Feb 28, 2022 | 10:57 PM

ભારતના આ બેટ્સમેને એક જ વર્ષમાં એક પછી એક રેકોર્ડ બનાવી રહ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ આવી સિદ્ધી મેળવી નહીં શક્યા તે આ ભારતીય બેટ્સમેન કરી રહ્યો છે.

વર્લ્ડ ક્રિકેટમાં આવ્યો કોહલી અને રોહિતથી પણ ખતરનાક બેટ્સમેન, એક જ વર્ષમાં બનાવ્યો મોટો રેકોર્ડ
Rohit Sharma and Virat Kohli (File Photo)

Follow us on

વર્લ્ડ ક્રિકેટમાં રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલથી (Virat Kohli) પણ વધુ ખતરનાક બેટ્સમેન આવી ગયો છે. જે આ બંનેના રેકોર્ડ તોડી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં પણ રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ એવું કરી નથી શક્યા. ટીમ ઇન્ડિયાને સૌથી મોટો મેચ વિનર ખેલાડી મળી ગયો છે. જે ટીમને લગભગ દરેક મેચમાં જીત અપાવી રહ્યો છે. આ ખેલાડી જ્યારે પણ પિચ પર પગલું મુકે છે ત્યારે પોતાની તોફાની બેટિંગથી ટીમ ઇન્ડિયાને હારેલી ઇનિંગ જીતાડી દે છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલીથી ખતરનાક બેટ્સમેનની વાત કરીએ છીએ તે બીજો કોઇ નહીં પણ યુવા બેટ્સમેન શ્રેયસ અય્યર છે. જે રોહિત શર્મા કે વિરાટ કોહલી નથી કરી શક્યા તે શ્રેયસ અય્યરે (Shreyas Iyer) કરી બતાવ્યું છે. ટી20 ક્રિકેટમાં તેના નામે મોટો રેકોર્ડ બનાવી દીધો છે. તમને જણાવી દઇએ કે ભારતે શ્રીલંકાને ત્રણ મેચની ટી20 સીરિઝમાં 3-0તી ક્લીન સ્વિપ કર્યું છે. જેમાં શ્રેયસ અય્યર મેન ઓફ ધ સીરિઝ બન્યો હતો.

એક જ વર્ષમાં બનાવી દીધો મોટો રેકોર્ડ

શ્રીલંકા સામે ત્રણ મેચની ટી20 સીરિઝમાં શ્રેયસ અય્યરે રેકોર્ડ 204 રન બનાવ્યા હતા. આ સમયે શ્રેયસ અય્યરે સતત ત્રણ મેચમાં ત્રણ અડધી સદી ફટકારી હતી. શ્રેયસ અય્યરે તેની સાથે વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડી દીધો છે. શ્રેયસ અય્યર ભારત માટે ત્રણ મેચમાં ટી20 સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ સીરિઝમાં ભારતના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરને એક પણ શ્રીલંકાનો બોલર આઉટ કરી શક્યો ન હતો.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

Shreyas Iyer (File Photo)શ્રીલંકા સામે પહેલી ટી20 મેચમાં શ્રેયસ અય્યરે 28 બોલમાં 57 રન ફટકાર્યા હતા. જ્યારે બીજી ટી20 મેચમાં 44 બોલમાં 74 રન બનાવ્યા હતા. તો ત્રીજી ટી20 મેચમાં તેણે તોફાની ઇનિંગ રમી હતી અને 45 બોલમાં 73 રન કર્યા હતા. શ્રેયસ અય્યરે આ સાથે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો હતો અને ભારત માટે ત્રણ મેચમાં ટી20 સીરિઝમાં સૌથી વધુ રન કરનાર ખેલાડી બની ગયો હતો.

ત્રણેય ફોર્મેટમાં જગ્યા પાક્કી કરી

શ્રેયસ અય્યરે છેલ્લા 1 વર્ષમાં ભારતીય ટીમમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં (ટેસ્ટ, વન-ડે અને ટી20) પોતાની જગ્યા પાક્કી કરી હતી. આ વર્ષે અય્યરની કિસ્મત પલ્ટી ગઇ અને સતત ટીમ ઇન્ડિયાને મેચમાં જીત અપાવી. આઈપીએલમાં હવે તે કોલકાતા ટીમ માટે રમશે અને સુકાની તરીકે મેદાન પર ઉતરશે.

કોહલી-શાસ્ત્રીના રાજમાં બર્બાદ થઇ રહી હતી તેની કારકિર્દી

રોહિત શર્માના સુકાન પદ સંભાળતા પહેલા ભારતીય ક્રિકેટમાં વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીનું રાજ ચાલી રહ્યું હતું. તેવામાં આ ખેલાડીની કારકિર્દી લગભગ બર્બાદ થઇ રહી હતી. શ્રેયસ અય્યરને ત્યારે સતત ટીમમાં તક મળતી ન હતી. તે ટીમમાં અંદર-બહાર થતો રહેતો હતો. આઈપીએલમાં શ્રેયસ અય્યરે દિલ્હી ટીમમાંથી પણ સુકાની પદમાંથી હાથ ધોઇ બેઠો હતો. પણ આ વર્ષે તેની કિસ્મતે પલ્ટી મારી અને સતત ટીમ ઇન્ડિયા માટે રમ્યો અને ટીમને જીત અપાવવામાં મહત્વની ભુમીકા ભજવી.

રોહિત શર્માનું ટેન્શન દુર કર્યું

રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા મિશન ટી20 વર્લ્ડ કપ 2022 અને વર્લ્ડ કપ 2023ની તૈયારીમાં લાગેલી છે. રોહિત શર્મા કહી ચુક્યો છે કે શ્રેયસ અય્યર આ મિશન માટે ઘણો જરૂરી છે. આજ કારણથી રોહિતે કહ્યું કે તમારે શ્રેયસ અય્યર ટોપ ઓર્ડરમાં બેટિંગ કરતો જોવા મળશે.

આ પણ વાંચો : રશિયા પર વધુ એક એક્શન, ફૂટબોલ વર્લ્ડ કપમાં ધ્વજ અને રાષ્ટ્રગીતનો ઉપયોગ કરી શકશે નહીં

આ પણ વાંચો : ટી20 વર્લ્ડ કપ માટે શ્રેયસ અય્યરે ટીમ ઇન્ડિયામાં પોતાની જગ્યા નક્કી કરી લીધી છે ? જાણો, આ પ્રશ્નના જવાબમાં તેણે શું કહ્યું

Next Article