T20 World Cup: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 82 રનના વિશાળ અંતરથી હરાવી એશિયા કપની હારનો લીધો બદલો

શ્રીલંકા સામે જીત સાથે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથાથી બીજા સ્થાને પહોંચી ગઈ છે. આ સિવાય ટીમ ઈન્ડિયાએ પોતાની નેટ રન રેટમાં પણ જબરદસ્ત સુધારો કર્યો છે જે પ્રથમ મેચમાં હારને કારણે બગડ્યો હતો. હવે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા પછી બીજા સ્થાને પહોંચી ગઈ છે.

T20 World Cup: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 82 રનના વિશાળ અંતરથી હરાવી એશિયા કપની હારનો લીધો બદલો
Indian women cricket teamImage Credit source: Francois Nel/Getty Images
Follow Us:
| Updated on: Oct 09, 2024 | 11:12 PM

ન્યુઝીલેન્ડ સામેની કારમી હાર અને પાકિસ્તાન સામેની જીત બાદ ટીમ ઈન્ડિયાએ આખરે મહિલા T20 વર્લ્ડ કપ 2024માં બીજી જીત મલેવી હતી. એશિયન ચેમ્પિયન શ્રીલંકા સામે ગ્રુપ સ્ટેજની તેની ત્રીજી મેચમાં ભારતીય ટીમે 82 રનના વિશાળ અંતરથી જીત મેળવી હતી.

ટીમ ઈન્ડિયાની ટુર્નામેન્ટમાં બીજી જીત

કેપ્ટન હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાનાની શાનદાર અડધી સદી બાદ, અરુંધતિ રેડ્ડી અને રેણુકા સિંહ સહિતના બોલરોના ઘાતક પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાએ ટુર્નામેન્ટમાં તેની બીજી જીત નોંધાવી. આ સાથે જ ભારતીય ટીમે બીજી જીત નોંધાવીને સેમીફાઈનલમાં પહોંચવાની આશા મજબૂત કરી છે. ટીમ ઈન્ડિયા તેની છેલ્લી ગ્રુપ મેચમાં હવે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે, જે હાલમાં પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે.

સિંગર કૌશલ પીઠાડિયા અમદાવાદીઓને ગરબે રમાડશે
Memory Power : મગજને આ રીતે બનાવો શાર્પ, અપનાવો આ ટ્રિક, માનસિક સ્વાસ્થ્ય પણ રહેશે સ્વસ્થ
આજનું રાશિફળ તારીખ : 09-10-2024
પાકિસ્તાનના 'મિની ઈન્ડિયા'માં ઉજવાઈ નવરાત્રી, કરાચીથી સામે આવ્યો Video
સુરતની યશ્વી નવરાત્રીમાં કિંજલ દવેએ મચાવી ધૂમ, જુઓ Video
મુંબઈની નવરાત્રીમાં અમદાવાદની દીકરી ઐશ્વર્યા મજમુદારે મચાવી ધૂમ, જુઓ Video

ભારતીય ફિલ્ડરોએ કર્યો કમાલ

દુબઈમાં બુધવારે 9 ઓક્ટોબરે રમાયેલી ગ્રુપ Aની આ મેચમાં ટીમ ઈન્ડિયા દરેક મોરચે સર્વશ્રેષ્ઠ સાબિત થઈ, જેમાં સૌથી મહત્વની ફિલ્ડિંગ હતી. છેલ્લી 2 મેચોમાં ભારતને ફિલ્ડિંગમાં નિરાશાનો સામનો કરવો પડ્યો હતો અને કેટલાક ખૂબ જ સરળ કેચ ચૂકી ગયા હતા પરંતુ આ વખતે ભારતીય ફિલ્ડરો બદલાયેલા વલણ સાથે બોલને કેચ કરી રહ્યા હતા. રેણુકા સિંહ, રિચા ઘોષ અને રાધા યાદવે શાનદાર કેચ પકડ્યા હતા. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં કેચ પકડવાની એક પણ તક વેડફી ન હતી. તેના આધારે ટીમ ઈન્ડિયાએ થોડા મહિના પહેલા જ એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકા સામે મળેલી હારનો બદલો પણ લઈ લીધો હતો.

હરમનપ્રીત-સ્મૃતિની ફિફ્ટી

ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું અને આખરે તેની ઓપનિંગ જોડીએ જરૂરી કામ કર્યું. જો કે સ્મૃતિ મંધાનાને ફરી એકવાર શરૂઆતમાં સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ એકવાર તેની આંખો સ્થિર થઈ ગઈ, તેણે બાઉન્ડ્રીનો વરસાદ કર્યો. જ્યારે શેફાલી વર્માએ ઝડપી શરૂઆત કરી હતી પરંતુ પછી તેનું બેટ થોડું ધીમું પડી ગયું હતું. તેમ છતાં બંનેએ સાથે મળીને માત્ર 12.4 ઓવરમાં 98 રનની શાનદાર ભાગીદારી કરી હતી. સ્મૃતિ 50 રન બનાવીને આઉટ થઈ ગઈ અને આ પછી કેપ્ટન હરમનપ્રીત કૌર આવી, જેણે ગત મેચની લય જાળવી રાખી હતી પરંતુ આ વખતે તે વધુ વિસ્ફોટક દેખાઈ રહી હતી. હરમનપ્રીતે માત્ર 27 બોલમાં 52 રન બનાવ્યા, જે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત માટે સૌથી ઝડપી અડધી સદી છે. જ્યારે શેફાલીએ 43 રન બનાવ્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયાએ 3 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા.

ભારતીય બોલરોની મજબૂત બોલિંગ

ભારતનું પહેલું લક્ષ્ય જીત નોંધાવવાનું હતું અને તેના માટે મોટા માર્જિનથી જીતવું ખૂબ જ જરૂરી હતું. ટીમ ઈન્ડિયાએ બંને મોરચે સફળતા હાંસલ કરી છે. શરૂઆતથી જ ભારતીય બોલરોએ શ્રીલંકાના બેટ્સમેનો પર પ્રભુત્વ જમાવ્યું હતું. રેણુકા સિંહે ઓપનર વિશ્મી ગુણારત્નેને પ્રથમ ઓવરમાં જ આઉટ કરી જ્યારે બીજી ઓવરમાં શ્રેયંકા પાટીલે સૌથી મોટો ઝટકો આપ્યો. તેણે ઓવરના પાંચમા બોલ પર શ્રીલંકાની દિગ્ગજ કેપ્ટન ચમરી અટાપટ્ટુની વિકેટ લીધી હતી. આ પછી એક પછી એક વિકેટો પડતી રહી. ઝડપી બોલર અરુંધતી રેડ્ડી અને લેગ સ્પિનર ​​આશા શોભનાએ મિડલ ઓર્ડરનો નાશ કર્યો. શ્રીલંકાની ટીમ છેલ્લી ઓવર સુધી દાવને લંબાવવામાં સફળ રહી હતી પરંતુ આખી ટીમ માત્ર 90 રનમાં જ સમેટાઈ ગઈ હતી. અરુંધતી અને આશાએ 3-3 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: IND vs BAN: બાંગ્લાદેશ પાસેથી નીતિશ રેડ્ડીએ લીધો ‘બદલો’, 7 છગ્ગાના આધારે ફટકાર્યા 74 રન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">