Womens Emerging Asia Cup 2023: ટીમ ઈન્ડિયાની માત્ર 32 બોલમાં ધમાકેદાર જીત, શ્રેયંકા પાટીલની 5 વિકેટ
હોંગકોંગમાં ચાલી રહેલા વુમન્સ ઇમર્જિંગ એશિયા કપ 2023માં ભારત Aની લેગ સ્પિનર શ્રેયંકા પાટીલે 2 રન આપીને 5 વિકેટ લીધી હતી. હોંગકોંગની ટીમ માત્ર 34 રન જ બનાવી શકી હતી અને ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી હતી.
વુમન્સ ઇમર્જિંગ એશિયા કપ 2023ની પહેલી જ મેચમાં ભારતની દીકરીઓએ કમાલ કરી બતાવી હતી. હોંગકોંગના મોંગ કોકમાં રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં ઈન્ડિયા-Aએ યજમાન હોંગકોંગને માત્ર 34 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારત માટે લેગ સ્પિનર શ્રેયંકા પાટીલે શાનદાર બોલિંગ કરીને તબાહી મચાવી દીધી હતી. શ્રેયંકાએ માત્ર 2 રન આપી 5 વિકેટ લીધી હતી. શ્રેયંકા ઉપરાંત પાર્શ્વી ચોપરા અને મન્નત કશ્યપને 2-2 વિકેટ મળી હતી.
ઈન્ડિયા-Aનું બોલિંગ પ્રદર્શન એટલું શાનદાર હતું કે વિરોધી ટીમ માત્ર 14 ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. હોંગકોંગ તરફથી માત્ર એક જ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શકી હતી. જ્યારે તેના 4 બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.
3️⃣ Overs 1️⃣ Maiden 2️⃣ Runs 5️⃣ Wickets
For her outstanding bowling display, @shreyanka_patil bagged the Player of the Match award as India ‘A’ sealed a comprehensive win over Hong Kong 👍 👍
Scorecard ▶️ https://t.co/vG0hagfIBr#WomensEmergingTeamsAsiaCup | #ACC pic.twitter.com/7UTRtO7Tcd
— BCCI Women (@BCCIWomen) June 13, 2023
શ્રેયંકાએ 18 બોલમાં અડધી ટીમનો સફાયો કર્યો
શ્રેયંકા પાટીલે મેચમાં માત્ર 18 બોલ ફેંક્યા હતા, જેમાં તેણે માત્ર 2 રન જ આપ્યા હતા અને તેણે હોંગકોંગની અડધી ટીમનો સફાયો કરી દીધો હતો. શ્રેયંકાએ પહેલા જ બોલ પર વિકેટ લઈને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો. પાટીલે મરિના લેમ્પલોને બોલ્ડ કરી હતી. તેની આ ઓવર મેઇડન પણ રહી હતી. આ પછી બીજી જ ઓવરમાં શ્રેયંકાએ ત્રણ વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચોઃ WTC Final: અશ્વિનને ટીમમાંથી બહાર રાખવાના મુદ્દે સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાને પૂછ્યો મોટો સવાલ
હોંગકોંગની ઈનિંગની 11મી ઓવરમાં શ્રેયંકાએ હિલને આઉટ કરી, તેના પછીના બોલ પર બેટી ચાન પણ તેનો શિકાર બની. પાંચમા બોલ પર શ્રેયંકાએ બીજી વિકેટ લીધી. આ પછી, તેની ત્રીજી ઓવરમાં, શ્રેયંકાએ પહેલા જ બોલ પર વિકેટ લઈને પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી.
Innings Break!
Shreyanka Patil 🤝 A 5️⃣-wicket haul
Hong Kong are all out for 34, courtesy of a fabulous bowling display from India ‘A’ 👏🏻👏🏻
Second innings coming up shortly 👍🏻
📸 Asian Cricket Council
Scorecard ▶️https://t.co/pp2vCKsh9r…#WomensEmergingTeamsAsiaCup | #ACC pic.twitter.com/AtdQJJfkgn
— BCCI Women (@BCCIWomen) June 13, 2023
ટીમ ઈન્ડિયાની મોટી જીત
વિરોધી ટીમને માત્ર 34 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ટીમ ઈન્ડિયાની જીત નિશ્ચિત હતી. ટીમ ઈન્ડિયાએ પાવરપ્લેના અંત પહેલા જ આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારત A એ મેચ 9 વિકેટે જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાને જીતવા માટે માત્ર 32 બોલ લાગ્યા હતા. ભારતીય કેપ્ટન શ્વેતા સેહરાવત માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. પરંતુ વિકેટકીપર છેત્રી અને ગોંગડી ત્રિશાએ ટીમ ઈન્ડિયાને આસાનીથી જીત અપાવી હતી.
તમને જણાવી દઈએ કે ભારતે નેપાળ સામે આગામી મેચ 15 જૂને રમવાની છે, જ્યારે 17 જૂને પાકિસ્તાન સાથે ટક્કર થશે. તમામ ચાહકો આ મેચની રાહ જોઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાનું ફોર્મ જોતાં પાકિસ્તાનને હરાવવું ભારત માટે એટલું મુશ્કેલ નહીં હોય.