Ind Vs Pak : એશિયા કપ 2023ની ફાઈનલમાં થશે ભારત-પાકિસ્તાનની ટક્કર, આજે ઓમાનમાં થશે ટક્કર

જૂનિયર મેન્સ હોકી એશિયા કપની 2 સેમિફાઈનલ મેચ આજે યોજાઈ હતી. પ્રથમ સેમિફાઈનલ મેચમાં ભારતની જીત થઈ હતી. જ્યારે બીજી સેમિફાઈનલમાં પાકિસ્તાનની જીત થઈ હતી. આ સાથે જ આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ભારત-પાકિસ્તાનની મેચ જોવા મળશે.

Ind Vs Pak : એશિયા કપ 2023ની ફાઈનલમાં થશે ભારત-પાકિસ્તાનની ટક્કર, આજે ઓમાનમાં થશે ટક્કર
mens hockey junior asia cup 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 12:06 AM

Oman : જૂનિયર મેન્સ હોકી એશિયા કપની 2 સેમિફાઈનલ મેચ આજે યોજાઈ હતી. પ્રથમ સેમિફાઈનલ મેચમાં ભારતની જીત થઈ હતી. જ્યારે બીજી સેમિફાઈનલમાં પાકિસ્તાનની જીત થઈ હતી. આ સાથે જ આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ભારત-પાકિસ્તાનની મેચ જોવા મળશે. પ્રથમ સેમિફાઈનલમાં કોરિયાની ટીમને ભારતની ટીમ એ 9-1થી હરાવી હતી. જ્યારે બીજી સેમિફાઈનલ મેચમાં મલેશિયાની ટીમને પાકિસ્તાનની ટીમને 2-6થી હરાવી છે.

ઓમાનમાં ભારતીય ટીમની ટક્કર આજે કોરિયા સામે સેમિફાઈનલમાં થઈ હતી. આ પ્રથમ સેમિફાઈનલ મેચ 8 કલાકે શરુ થઈ હતી. ભારત-કોરિયા વચ્ચેના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો ભારતીય ટીમ હમણા સુધી 8 મેચ જીતી હતી અને કોરિયાની ટીમ 3 મેચ જીતી હતી. જ્યારે 6 મેચ ડ્રો રહી હતી.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

ભારતીય ટીમની એશિયા કપ 2023ની ફાઈનલમાં એન્ટ્રી

  • 9-1 સ્કોર – 57′ મી મિનિટમાં
  • 8-1 સ્કોર – 55′ મી મિનિટમાં
  • 7-1 સ્કોર – 51′ મી મિનિટમાં
  • 6-1 સ્કોર – 46′ મી મિનિટમાં
  • 6-0 સ્કોર – 39’મી મિનિટમાં
  • 5-0 સ્કોર – 38′ મી મિનિટમાં
  • 4-0 સ્કોર – 34′ મી મિનિટમાં
  • 3-0 સ્કોર – 31′ મી મિનિટમાં
  • 2-0 સ્કોર – 19′ મી મિનિટમાં
  • 1-0 સ્કોર – 13′ મી મિનિટમાં

ક્યા કવાર્ટરમાં કેટલા ગોલ થયા ?

  • પ્રથમ કવાર્ટરમાં – ભારતનો 1 ગોલ
  • બીજા કવાર્ટરમાં – ભારતનો 1 ગોલ
  • ત્રીજા કવાર્ટરમાં – ભારતના 4 ગોલ
  • ચોથા કવાર્ટરમાં – ભારતના 3 ગોલ અને કોરિયાનો 1 ગોલ

ભારતના અત્યાર સુધીના પરિણામો

  • ભારત vs ચાઈનીઝ તાઈપેઈ – 18-0થી ભારતની જીત
  • ભારત vs જાપાન – 3-1 થી ભારતની જીત
  • ભારત vsપાકિસ્તાન – 1-1થી ડ્રો
  • ભારત vs થાઈલેન્ડ – 17-0 થી ભારતની જીત

પૂલ Aમાં ભારતીય ટીમ 4 માંથી 3 મેચમાં જીતી હતી. જ્યારે પાકિસ્તાન સામેની એક મેચ ડ્રો રહી હતી. પાકિસ્તાનની ટીમ પણ ભારતીય ટીમની જેમ 10 પોઈન્ટ સાથે હતી. પણ ગોલ ડિફરેન્સને કારણે પાકિસ્તાન આ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે રહ્યું, જ્યારે ભારતીય ટીમ પહેલા નંબર પર રહ્યું હતું.

પૂલ Bમાં 4માંથી 4 મેચ જીતીને 12 પોઈન્ટ સામે મલેશિયાની ટીમ ટોપ પર રહી, જ્યારે કોરિયાની ટીમ 4માંથી 3 મેચમાં જીત અને 1 હાર સાથે બીજા ક્રમે રહી. આજે 31 મેના રોજ પહેલા ભારત અને કોરિયાની પ્રથમ સેમિફાઈનલ અને બીજી સેમિફાઈનલ મલેશિયા-પાકિસ્તાન વચ્ચે આયોજિત થઈ હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">