Women world cup 2022: ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને 81 રને હરાવ્યુ, વિશ્વ કપ પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દેખાડ્યો દમ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian Women Cricket Team) મહિલા વર્લ્ડ કપ 2022 (ICC Women’s World Cup 2022) પહેલા સારી તૈયારી બતાવી છે. તેણે તેની બંને પ્રેક્ટિસ મેચ જીતી છે.

Women world cup 2022: ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને 81 રને હરાવ્યુ, વિશ્વ કપ પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દેખાડ્યો દમ
Mithali Raj ની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ મેળવી શાનદાર જીત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 12:41 PM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian Women Cricket Team) મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2022 (ICC Women’s World Cup 2022) પહેલા તેની બીજી પ્રેક્ટિસ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 81 રનથી હરાવ્યું. ભારતે તેની બંને પ્રેક્ટિસ મેચ જીતી છે. મિતાલી રાજ (Mithali Raj) ની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 258 રન બનાવ્યા હતા. તે માટે ઓપનર સ્મૃતિ મંધાનાએ 66 અને દીપ્તિ શર્માએ 51 રન બનાવ્યા હતા. ત્યારબાદ, પૂજા વસ્ત્રાકર (3/21)ના નેતૃત્વમાં, બોલરોની એકજુટ રમતના આધારે વેસ્ટ ઈન્ડિઝને નવ વિકેટે 177 રન જ કરવા દેવામાં આવ્યા હતા. આ સાથે ભારતે વર્લ્ડ કપ પહેલા જોરશોરથી તૈયારીઓ કરી લીધી છે.

ભારતે આ બે મેચ પહેલા ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી ODI પણ જીતી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ સતત ત્રણ વન-ડે જીતી છે. વર્લ્ડ કપમાં તેની પ્રથમ મેચ 6 માર્ચે પાકિસ્તાન સામે છે. ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ ક્યારેય મેચમાં પોતાનો પક્ષ મજબૂત કરતી જોવા મળી ન હતી. તોફાની બેટ્સમેન ડિઆન્ડ્રા ડોટિન માત્ર એક રન બનાવીને પરત ફરી હતી.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

ઝુલન ગોસ્વામી અને મેઘના સિંહે વિન્ડીઝની ટીમને શરૂઆતથી જ દબાણમાં મૂકી દીધી હતી. પ્રથમ ત્રણ ઓવરમાં માત્ર એક રન થયો હતો. જેના કારણે ડોટિનની વિકેટ પડી હતી. વિન્ડીઝની ટીમ 10 ઓવરમાં 27 રન બનાવી શકી હતી. આલિયા એલન (12) પણ રન ન બનાવવાના દબાણને કારણે વાપસી કરી હતી. તે પૂજા વસ્ત્રાકરનો પ્રથમ શિકાર બની હતી. કેપ્ટન સ્ટેફની ટેલર (8), કેસેનિયા નાઈટ (23) પણ ખાસ કરી શકી ન હતી. જેના કારણે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર ચાર વિકેટે 53 રન થઈ ગયો હતો.

ભારતનુ શાનદાર બોલિંગ એટેક

હેલી મેથ્યુસ (44) અને શીમેન કેમ્પબેલ (63)એ ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 69 રનની ભાગીદારી થઈ હતી. પરંતુ રન ખૂબ જ ધીરે ધીરે બનાવ્યા હતા. ત્યારબાદ મેઘના સિંહે મેથ્યુઝને આઉટ કરીને આ જોડી તોડી હતી. ત્યારબાદ દીપ્તિ શર્મા અને રાજેશ્વરી ગાયકવાડે ચેડેન નેશન (1), ચિનેલ હેનરી (8) અને ચેરી એન ફ્રેઝર (6)ને આઉટ કરીને ભારતની જીત નિશ્ચિત કરી હતી. ભારત તરફથી પૂજાએ ત્રણ, મેઘના, રાજેશ્વરી અને દીપ્તિને બે-બે વિકેટ મળી હતી. ઝુલન ગોસ્વામીને કોઈ વિકેટ મળી ન હતી પરંતુ તેની આઠ ઓવરમાંથી બે ઓવર મેડન હતી અને બાકીના ઓવરમાં માત્ર 14 રન જ ગયા હતા.

આ પહેલા ભારતે 50 ઓવરમાં 258 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 66 રન બનાવ્યા હતા. જ્યારે દીપ્તિ શર્માએ 51 અને યાસ્તિકા ભાટિયાએ 42 રન બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ Football: રશિયા પર FIFA અને UEFA આકરા પાણીએ, યુક્રેન પર હુમલો કરવાને લઇ ફુટબોલ ટીમને સસ્પેન્ડ કરી દીધી

આ પણ વાંચોઃ Sabarkantha: યુક્રેન રશિયા યુદ્ધ સમાપ્ત થવા શિવજીની 51 ફુટ પ્રતિમા સમક્ષ સવા મણ રુ ની જ્યોત પ્રગટાવી પ્રાર્થના કરાઇ, ભક્તોએ ઘીની આહુતી આપી

g clip-path="url(#clip0_868_265)">