AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Football: રશિયા પર FIFA અને UEFA આકરા પાણીએ, યુક્રેન પર હુમલો કરવાને લઇ ફુટબોલ ટીમને સસ્પેન્ડ કરી દીધી

રશિયા (Russia) એ યુક્રેન (Ukrainian) પર હુમલો કર્યો, પરંતુ તેના ખેલાડીઓ હવે તેનો ભોગ બની રહ્યા છે, FIFA અને UEFAએ રશિયન ક્લબ અને આંતરરાષ્ટ્રીય ટીમોને સસ્પેન્ડ કરી છે.

Football: રશિયા પર FIFA અને UEFA આકરા પાણીએ, યુક્રેન પર હુમલો કરવાને લઇ ફુટબોલ ટીમને સસ્પેન્ડ કરી દીધી
UEFA એ નિવેદન કરી કહ્યુ રશીયા સાથે સંબંધો તોડી દીધા છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 9:33 AM
Share

રશિયા (Russian Football Team Suspended) ને યુક્રેન પર હુમલો કરવાનું ભારે પડવા લાગ્યું છે. ખાસ કરીને રશિયાના ખેલાડીઓ અને અધિકારીઓને આનો ફટકો સહન કરવો પડી રહ્યો છે. IOC બાદ હવે FIFA અને UEFA એ પણ રશિયાની ફૂટબોલ ટીમો, તેના ખેલાડીઓ અને અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આગળના આદેશો સુધી, રશિયાની ફૂટબોલ ટીમ ન તો વર્લ્ડ કબ ક્વોલિફાયરમાં રમી શકશે કે ન તો તેની ક્લબ્સ UEFA સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે. FIFA અને UEFAએ કહ્યું, ‘ફૂટબોલ અહીં સંપૂર્ણ એકતા ધરાવે છે અને યુક્રેનમાં અસરગ્રસ્ત તમામ લોકો સાથે સંપૂર્ણ એકતા સાથે સાથ છે. બંને સંગઠનોના પ્રમુખોને ખાતરી છે કે યુક્રેનની પરિસ્થિતિ ઝડપથી સુધરશે જેથી ફૂટબોલ ફરીથી લોકોમાં એકતા અને શાંતિનું માધ્યમ બની શકે.

UEFAએ પોતાના નિવેદનમાં કહ્યું, ‘અમે રશિયા સાથે સંબંધો તોડી નાખીએ છીએ અને તેને તમામ સ્પર્ધાઓમાંથી હટાવીએ છીએ. આ નિર્ણય UEFA ચેમ્પિયન્સ લીગ, UEFA નેશનલ ટીમ મેચો અને UEFA યુરો 2024 માટે પણ લાગુ પડશે.

IOCની અપીલે રશિયાને મોટો ઝટકો આપ્યો છે

યુક્રેન પર હુમલો કરવા બદલ રશિયાને અલગ કરવા અને તેની નિંદા કરવાના એક મોટા પગલામાં, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) એ સોમવારે તમામ રમત સંસ્થાઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં રશિયન ખેલાડીઓ અને અધિકારીઓ પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરી હતી. IOC એ જણાવ્યું હતું કે “વૈશ્વિક રમતગમતના કાર્યક્રમોની અખંડિતતા અને તમામ સહભાગીઓની સુરક્ષા માટે” આમ કરવું જરૂરી છે. IOCની અપીલ બેલારુસના ખેલાડીઓ અને અધિકારીઓને પણ લાગુ પડે છે, જે રશિયા તરફથી હુમલાને સમર્થન આપી રહ્યા છે.

ઓલિમ્પિક સમિતિએ 2011માં વ્લાદિમીર પુતિનને આપેલો ‘ઓલિમ્પિક ઓર્ડર’ પણ પાછો ખેંચી લીધો છે. જે બાદ અન્ય રશિયન અધિકારીઓને આપવામાં આવેલ આ સન્માન પણ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. યૂરોપમાં અનેક રમતગમત સંસ્થાઓ રશિયાનો વિરોધ કરી ચૂકી છે. તેણે રશિયન ટીમ સામે યજમાન બનવા કે રમવાની ના પાડી દીધી છે. ફિનલેન્ડ ઇચ્છે છે કે રશિયન આઇસ હોકી ટીમને પુરુષોની વિશ્વ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરવામાં આવે. ફિનલેન્ડ મે મહિનામાં સ્પર્ધાનું આયોજન કરશે.

આ પણ વાંચોઃ NZ vs SA: સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડને 198 રનથી હરાવ્યુ, કિવી ટીમને સિરીઝ જીતવાનુ 89 વર્ષ જૂનું સપનુ સાકાર ના થઇ શક્યુ

આ પણ વાંચોઃ UNમાં Ukraine-Russia એ એકબીજા પર તાક્યુ નિશાન, યુક્રેને હુમલો રોકવા માગ કરી, રશિયાએ કહ્યું અમે દુશ્મનીની શરૂઆત નથી કરી

g clip-path="url(#clip0_868_265)">