AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women IPL : BCCI એ મહિલા IPL ને આપી લીલી ઝંડી, 2023થી 6 ટીમો વચ્ચે રમાશે ટૂર્નામેન્ટ

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ કહ્યું, એજીએમમાં મહિલા આઈપીએલને મંજૂરી આપી દીધી છે. અમે તેને આવતા વર્ષ સુધીમાં લોન્ચ કરવાની રાહ જોઈ રહ્યા છીએ.

Women IPL : BCCI એ મહિલા IPL ને આપી લીલી ઝંડી, 2023થી 6 ટીમો વચ્ચે રમાશે ટૂર્નામેન્ટ
Women IPL (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 9:45 PM
Share

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આવતા વર્ષથી મહિલા IPL (Women IPL) શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. શુક્રવારે મુંબઈમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 2023 થી મહિલા ક્રિકેટરો માટે 6 ટીમની ટી20 ટૂર્નામેન્ટ શરૂ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. જેમાં વર્તમાન ફ્રેન્ચાઈઝીને પ્રથમ પસંદગી આપવામાં આવશે. જોકે, આ વર્ષે મેચો માત્ર મહિલા ટી20 ચેલેન્જ સામે જ યોજાશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ કહ્યું, એજીએમમાં મહિલા આઈપીએલને મંજૂરી આપી દીધી છે. અમે તેને આવતા વર્ષ સુધીમાં લોન્ચ કરવાની રાહ જોઈ રહ્યા છીએ.

BCCI પર લાંબા સમયથી મહિલા IPL શરૂ કરવા માટે દબાણ હતું. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે આ વર્ષથી કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) ની સાથે ત્રણ ટીમની લીગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાને પણ આવી યોજના જાહેર કરી છે. આવી સ્થિતિમાં બોર્ડ પર વધુ દબાણ સર્જાયું છે.

આઈપીએલ (IPL) ના ચેરમેન બ્રિજેશ પટેલે જણાવ્યું કે મહિલા આઈપીએલના આયોજનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, આ વર્ષે ત્રણ ટીમો વચ્ચે ચાર મેચ રમાશે. મહિલા ટીમની મેચ આઈપીએલ 2022 ની પ્લેઓફ મેચના સમયે યોજાશે. આ મેચો પુણેમાં રમાશે. ગયા વર્ષે કોરોનાને કારણે આ મેચો યોજાઈ ન હતી. છેલ્લી વખત આ ટૂર્નામેન્ટ UAE માં IPL 2020 દરમિયાન રમાઈ હતી.

IPL ની ગવર્નિંગ કાઉન્સિલને લાગે છે કે મહિલા IPL માં ઘણી સંભાવનાઓ છે. બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે પહેલા વર્તમાન ફ્રેન્ચાઈઝીઓને પૂછવામાં આવશે કે શું તેઓ મહિલા ટીમ પણ રાખવા ઈચ્છે છે. ત્યારબાદ જ BCCI બહારની પાર્ટીઓને આમંત્રિત કરશે. ક્રિકબઝના અહેવાલ મુજબ, બીસીસીઆઈના એક અધિકારીએ તાજેતરમાં જણાવ્યું હતું કે ટૂર્નામેન્ટમાંથી કોઈ આર્થિક વળતર મળતું હોય કે ન હોય, મહિલા લીગ શરૂ કરવાની જવાબદારી બોર્ડની છે.

આ પણ વાંચો : IPL 2022 : રિકી પોન્ટિંગની લીડરશિપ ક્વોલિટીને લઇને આ દિગ્ગજ ઓલરાઉન્ડરે આપ્યું મહત્વનું નિવેદન

આ પણ વાંચો : IPL 2022 Opening Ceremony: સતત ચોથા વર્ષે ઓપનિંગ સેરેમની રદ , ફેન્સે કીધું શું કરશો પૈસા બચાવીને

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">